શું તમારા બ્લેન્કેટમાંથી આવી રહી છે દુર્ગંધ, તો તેનાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ.

0
645

શિયાળાના બ્લેન્કેટમાંથી નહિ આવે દુર્ગંધ, જો આ રીતે કરશો તેની સફાઈ.

શિયાળાની ઋતુમાં સૌથી આરામદાયક અને સુખદાયક વસ્તુ ગરમ પથારી લાગે છે. પણ જ્યારે ઉપયોગમાં લેવામાં આવતા બ્લેન્કેટની સફાઈ કરવાનો વારો આવે છે, તો લોકો મુંઝવણમાં પડી જાય છે કે તેને કેવી રીતે સાફ કરવા. નિયમિત રીતે સાફ ન કરવાને કારણે ઘણી વખત તેમાંથી ખુબ જ વિચિત્ર પ્રકારની દુર્ગંધ પણ આવવા લાગે છે. ઘણી વખત શિયાળામાં લોકો પથારી ઉપર જ ખાવા લાગે છે અને તેના કારણે પણ તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે જે એક દિવસ નહિ પણ ઘણા દિવસો સુધી આવે છે.

જો તમારા બ્લેન્કેટમાંથી થોડી વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવે છે, તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. કેમ કે આ લેખમાં અમે તમને કેટલીક એવી ટીપ્સ અને હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે સરળતાથી બ્લેન્કેટની સફાઈ પણ કરી શકો છો અને તેમાંથી આવતી દુર્ગંધને પણ દુર કરી શકો છો, તો આવો જાણીએ તેના વિષે.

પહેલા કવરની કરો સફાઈ : બ્લેન્કેટમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ દુર કરવા માટે સૌથી પહેલા તેના કવરની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. કેમ કે સૌથી વધુ ગંદુ કવર જ હોય છે જેના કારણે જ દુર્ગંધ આવે છે. તેથી સૌથી પહેલા કવરની સફાઈ કરો.

આવી રીતે કરો સફાઈ :

સૌથી પહેલા એકથી બે લીટર પાણીમાં ત્રણથી ચાર ચમચી ડિટર્જન્ટ પાવડર નાખીને મિશ્રણ તૈયાર કરી લો.

હવે આ તેમાં બ્લેન્કેટનું કવર સારી રીતે પલાળીને થોડી વાર માટે રહેવા દો.

લગભગ 10 મિનીટ પછી ક્લીનીંગ બ્રશથી ઘસીને સારા રીતે સાફ કર્યા પછી સ્વચ્છ પાણીમાં સાફ કરી લો.

ત્યાર પછી એક ડોલ પાણીમાં ત્રણથી ચાર ચમચી ગુલાબ જળ નાખીને એક મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણમાં સ્વચ્છ કરેલા બ્લેન્કેટને નાખીને સારી રીતે પલાળીને નીચોવી લો.

હવે તેને તડકામાં સૂકવવા માટે મૂકી દો. ગુલાબ જળથી બ્લેન્કેટનું કવર સુગંધિત થઇ ઉઠશે.

દાગ કાઢો : જો બ્લેન્કેટના કવરમાં કોઈ વસ્તુના ડાઘ લાગેલા છે અને નીકળવાનું નામ નથી લઇ રહ્યા, તો તે ડાઘને કાઢવા માટે બેકિંગ સોડાની મદદ લઇ શકો છો. તેના માટે ફોલો કરો આ સ્ટેપ.

સૌથી પહેલા ડાઘ વાળા ભાગને સારી રીતે પાણીમાં પલાળી લો.

હવે તે ભાગ ઉપર બેકિંગ સોડા નાખીને લગભગ 10 મિનીટ માટે રહેવા દો.

10 મિનીટ પછી ક્લીનીંગ બ્રશથી સાફ કરી લો.

બ્લેન્કેટમાંથી કરો દુર્ગંધ દુર : જો બ્લેન્કેટના કવરને સાફ કર્યા પછી પણ દુર્ગંધ આવી રહી છે, તો પછી તમારે બ્લેન્કેટની સફાઈ કરવાની જરૂર છે. ઘણી વખત બ્લેન્કેટના કવરમાંથી નહિ પણ બ્લેન્કેટમાંથી પણ દુર્ગંધ આવે છે. બ્લેન્કેટની સફાઈ માટે ફોલો કરો આ સ્ટેપ્સ.

સૌથી પહેલા બ્લેન્કેટને એકથી બે વખત સારી રીતે ઝાટકી લો જેથી ધૂળ માટી બહાર નીકળી જાય.

હવે વોશિંગ મશીનમાં બ્લેન્કેટને સારી રીતે સાફ કરી લો. વોશિંગ મશીનમાં તમે એકથી બે ચમચી ગુલાબ જળ કે એકથી બે ટીપા લવેંડર ઓઈલ નાખી શકો છો.

સાફ કર્યા પછી લગભગ એકથી બે દિવસ માટે તેને તડકામાં જરૂર રાખો.

આ રીતે પણ કરી શકો છો બ્લેન્કેટની દુર્ગંઘને દુર :

શિયાળાની ઋતુમાં નિયમિત રીતે બ્લેન્કેટને તડકામાં રાખવાની જરૂર પડે છે, તેનાથી દુર્ગંધ દુર રહે છે.

તડકામાં રાખવા ઉપરાંત તમે તેના પર સુગંધિત સ્પ્રેનો પણ છંટકાવ કરી શકો છો.

પથારીની બીજી વસ્તુ ઉપર પણ સુગંધિત સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. જેવા કે તકિયા અને બેડશીટ ઉપર.

રૂમની પણ સફાઈ ઘણી જરૂરી છે. ઘણી વખત રૂમની દુર્ગંધ પણ તેનું કારણ બની શકે છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.