શનિવારની રાત્રે શરીરના આ અંગ પર કાળો દોરો બાંધશો, તો ખુલી જશે નસીબ, રહેશે શનિદેવની કૃપા

0
6297

હિંદુ ધર્મમાં શનિદેવનું વિશિષ્ટ મહત્વ છે. એમને કર્મ ફળ દાતા કહેવામાં આવે છે. તે પોતે એક ગ્રહ પણ છે અને દેવતા પણ. તેમજ એમનો પ્રભાવ એવો છે કે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. સૂર્યપુત્ર શ્રી શનિદેવ મૃત્યુલોકના એવા સ્વામી છે, અધિપતિ છે, જે સમય આવવા પર વ્યક્તિના સારા અને ખરાબ કર્મોના આધાર પર એમને ફળ આપી સુધારવા માટે પ્રેરિત કરે છે. એમને ગુસ્સે કરવાં પોતાના ખરાબ સમયને આમંત્રણ આપવા જેવું કામ છે. આજે અમે એમની સાથે જોડાયેલી થોડી વાતો જણાવવાં જઈ રહ્યા છીએ.

મિત્રો તમે ઘણા બધા લોકોને શરીર પર કાળો દોરો બાંધતા જોયા હશે. હિંદુ માન્યતાઓમાં કાળા દોરાનું મહત્વ ઘણા વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. કાળા દોરાને કોઈની પણ ખરાબ નજરથી બચાવવા વાળો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો એ દોરો છે, જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ મનુષ્યને ગરીબીથી અમીરી તરફ લઈ જઈ શકે છે. પણ એને બાંધવાની યોગ્ય રીત અને જગ્યા તમને ખબર હોય તો તમને એનો ફાયદો જોવા મળે છે. આજે અમે તમને એના વિષે જણાવીશું.

મિત્રો જો તમે પણ કાળો દોરો પહેરો છો, પણ એને કઈ રીતે અને ક્યાં પહેરવાનો છે એના વિષે તમે નથી જાણતા, તો આજે અમે તમને જણાવીશું કે શરીરના કયા અંગ પર કાળો દોરો બાંધવાથી તમને ફાયદો થશે. એના માટે થોડી જાણકારી હોવી જરૂરી છે.

મિત્રો સૌથી પહેલા તમે એક કાળો દોરો લઈને એ દોરામાં 9 ગાંઠ બાંધી દો, અને શનિવાર અથવા મંગળવારના દિવસે તમે એને પોતાના જમણા હાથના કાંડા પર બાંધી દો. એને ઓછામાં ઓછું ત્રણથી સાત અઠવાડિયા સુધી બાંધીને રાખો, અને નિશ્ચિંત રહો. એની બરકતથી તમારી બધી ગરીબી દૂર થઈ જશે. એનો ફાયદો તમને એક અઠવાડિયાની અંદર જ દેખાઈ જશે.

એક વાત જણાવી દઈએ, કે કાળો દોરો બાંધવાનો અર્થ એ ન સમજવો કે તમે એને બાંધીને ચુપચાપ ઘરમાં બેસી જાવ અને પૈસાનો વરસાદ થવાની રાહ જોવા લાગો. કાળો દોરો તમારું કામ જરૂર કરશે, પણ તમારે મહેનત તો કરવી જ પડશે. કાળો દોરો ફક્ત એમાં બરકત કરશે જેથી તમારું કામ વધારે સરળ થઈ જશે. કાળો દોરો પ્રભુનો આશીર્વાદ છે. તમે મહેનત અને આશીર્વાદથી બરકત વધારી શકશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.