ચહેરા પર રહેલા તલ સુંદરતા વધરવાની સાથે ઘણું બધું કહે છે, જાણો તમારા ચહેરાનાં તલ શું કહે છે તમારા વિષે.

0
2142

મિત્રો, આપણા શરીર ઉપર જન્મથી જ કોઈ ને કોઈ જગ્યાએ કાળા અને નાના નાના નિશાન હોય છે, તેને આપણે તલ કહીએ છીએ. અને એ તલ ચહેરા પણ હોઈ શકે છે. અને છોકરીઓના ચહેરા પર કોઈ નાનો તલ હોય તો તે એની સુંદરતામાં વધારો કરે છે. પણ જ્યોતિષ મુજબ એવું કહેવામાં આવે છે કે આ તલનો આપણા સ્વભાવ અને ભવિષ્ય ઉપર સીધી અસર થાય છે. તો આવો જાણીએ ચહેરા ઉપરના તલના આધારે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કેવું હોઈ શકે છે.

ચહેરાના 1 થી લઈને 25 ટપકા તલ હોવાનું રહસ્ય :

(1) જેમની જમણી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તે સ્વભાવથી રહસ્યમયી સ્વભાવ વાળા હોય છે. આવા લોકોને સમજવા ખુબ મુશ્કેલ હોય છે.

(2) તેમજ જો કોઈ વ્યક્તિની ડાબી આંખની બરોબર નીચે જ તલ હોય, તો તેઓ કામુક સ્વભાવના હોય છે. અને તેમના જીવનસાથીને આ સ્વભાવની અસર જોવા મળે છે

(3) તેમજ જે લોકોની જમણા આંખની પાપણ ઉપર તલ હોય છે, તે બોદ્ધિક ક્ષમતાની બાબતમાં અન્ય લોકોથી ઘણા આગળ હોય છે. તેને બુદ્ધી સબંધિત કાર્યો કરવામાં ખુબ મજા આવે છે.

(4) એ સિવાય જે લોકોની જમણી આંખની નીચે તલ હોય છે, તે ખુબ કામુક હોય છે. તે લોકો પ્રેમની બાબતમા બીજાથી વધુ ભાવુક હોય છે. સાથે જ તેને બીજાની મદદ કરવાનું પણ ગમે છે.

(5) જો કોઈ વ્યક્તિની ડાબી આંખની પાપણ ઉપર તલ છે, તો સમજી લેવું કે તે મગજથી ખુબ તેજ છે. આવા લોકો પોતાના સિદ્ધાંતોથી મુશ્કેલ કામોમાં પણ સફળતા મેળવે છે.

(6) અને જો કોઈ વ્યક્તિના નાકની શરૂઆતમાં બરોબર વચ્ચે જ તલ હોય, તો તેવા લોકો કલ્પનાશીલ હોય છે. તેમને કોઈપણ કાર્યને વ્યવસ્થિત રીતે કરવાનું ગમતું નથી.

(7) જેમની ડાબી આંખની નીચે અને નાકની પાસે તલ હોય છે, તે બીજા લોકોથી ઈર્ષા રાખવા વાળા હોઈ શકે છે. એવા લોકો પોતાના માટે વધુ વિચારે છે.

(8) જે વ્યક્તિને બંને ભ્રમરની વચ્ચે તલ હોય તે વ્યક્તિ ખુબ બુદ્ધિશાળી હોય છે. તેઓ પોતાની બુદ્ધિથી કાર્યોમાં સફળતા અને પૈસા પ્રાપ્ત કરે છે.

(9) અને જે લોકોની ડાબી આંખના ખૂણા પાસે તલ હોય છે, તે લોકો પોતાના પ્રેમી સાથે મારકૂટ અને ઝગડો કરનારા હોય છે. તે લોકો પોતાના પ્રેમીને મેળવવા માટે કોઈ ગુન્હો પણ કરી શકે છે.

(10) જેમના ચહેરા પર જમણા હાથ તરફથી નાકની બરોબર નીચે તલ હોય, એવા વ્યક્તિ ઉચા વિચારો વાળો હોય છે. આવા લોકો રહસ્યમયી સ્વભાવ વાળા હોય છે, અને પોતાના વિચારો વિષે કોઈને પણ જાણ થવા દેતા નથી. તેમનું ભાગ્ય ઉત્તમ હોય છે.

(11) જે લોકોના નાક ઉપર તલ હોય છે, તો તે વધુ મુસાફરી કરનારા હોય છે. આવા લોકોના પ્રેમ સબંધમાં થોડી તકલીફો પણ આવી શકે છે.

(12) જેમના જમણા ગાલના હાડકા ઉપર તલ હોય છે, તે લોકો ઘણા ભાવુક હોય છે. તો ભાવનાઓને લીધે તકલીફમાં પણ મુકાઈ જાય છે.

(13) જે લોકોના જમણા ગાલ ઉપર તલ હોય છે તે લોકો વધુ કામુક હોય છે. તેમના થોડા થોડા સમયે પ્રેમી કે જીવનસાથી સાથે મતભેદ થતા રહે છે.

(14) જેમના જમણા હાથ તરફથી હોઠની બરોબર ઉપર તલ હોય છે એવા વ્યક્તિ પોતાના કાર્યને યોગ્ય રીતે કરે છે. તે લોકો બુદ્ધિશાળી હોય છે અને તેમની કલ્પનાશક્તિ પણ સારી હોય છે.

(15) જે લોકોના નાકની વચ્ચે નીચેની તરફ તલ હોય છે તે લોકો સ્વતંત્રતાથી જીવવાનું પસંદ કરતા હોય છે. મુસાફરી કરવી આવા લોકોને ખુબ ગમે છે.

(16) અને જે લોકોના હોઠની ઉપર ડાબા હાથ તરફ તલ હોય, તો તે પોતાના સંતાન સાથે ખુબ પ્રેમ કરવા વાળા હોય છે. તેમની ઉદારતાને કારણે કુટુંબીજનોમાં સુખ અને સમૃદ્ધીનું વાતાવરણ રહે છે. તે વિશ્વાસપાત્ર પણ હોય છે.

(17) જો કોઈ વ્યક્તિના નાક ઉપર જમણા હાથ તરફ તલ હોય છે, તો તે કલાત્મક રીતે કાર્ય કરનારા હોય છે. આવા લોકો ઘણી વખત પોતાના કામોથી બીજાને વિચારતા કરી દે છે. તેને ઘણા પ્રેમ સંબંધો થઇ શકે છે, પણ તેઓ લગ્ન પછી પોતાના જીવનસાથી પ્રત્યે સમર્પિત રહે છે.

(18) અને કોઈ વ્યક્તિના જમણા હાથ તરફ વાળી આંખના ખૂણા ઉપર તલ હોય તો તે ઘણા ભાવુક હોય છે. આવા લોકો બીજાથી ઈર્ષા કરનારા પણ હોઈ શકે છે.

(19) અને જે વ્યક્તિના જમણા હાથ તરફ અને હોઠના ખૂણા ઉપર તલ હોય છે, એવા વ્યક્તિ પ્રેમાળ સ્વભાવના હોય છે. તેઓ પોતાના જીવનસાથી સાથે વફાદાર રહે છે. ક્યારે ક્યારે તેના સ્વભાવમાં ઈર્ષા પણ આવી જાય છે.

(20) જેમના ડાબા હાથ તરફ અને ગાલના હાડકા ઉપર અને કાનની બરોબર બાજુમાં તલ હોય છે, એ લોકોને સમજવા ખુબ મુશ્કેલ હોય છે. આવા લોકો સારા આયોજક હોય છે.

(21) તેમજ જે લોકોના ડાબા હાથ તરફ અને ગાલના હાડકા ઉપર અને કાનથી થોડે આગળ તલ હોય છે, તેમની બુદ્ધી ક્ષમતા ખુબ સારી હોય છે. તેને એક સરખું જીવન ગમતું નથી. તેઓ થોડા થોડા સમયે જીવનમાં ફેરફાર ઈચ્છતા હોય છે.

(22) જેમના ડાબા હાથ તરફ અને હોઠની બરોબર ખૂણામાં તલ હોય છે એવા વ્યક્તિ વધુ કામુક હોય છે. કામુક સ્વભાવને લીધે તેમણે જીવનમાં ઘણી વખત તકલીફોનો સામનો પણ કરવો પડે છે.

(23) જો કોઈ વ્યક્તિની દાઢી ઉપર ડાબા હાથ તરફ તલ હોય છે, તો એ વ્યક્તિ ધર્મ બાબતમાં રસ ધરાવનારા હોય છે. આવા લોકો ભોતિક સુખ સુવિધાઓ તરફ પણ રસ ધરાવનાર હોય છે.

(24) જે લોકોના હોઠની બરોબર નીચે તલ હોય છે, એ વ્યક્તિ અસુરક્ષાના ભાવ સાથે જીવન પસાર કરે છે. તેને સફળતા મેળવવામાં પણ શંકા રહે છે. આવા લોકોએ સ્વાસ્થ્યની બાબતમાં પણ સાવચેત રહેવું જોઈએ.

(25) જે લોકોની દાઢી ઉપર જમણી તરફ તલ હોય છે તે લોકો પરંપરાવાદી હોય છે. આવા લોકો કુટુંબને સુખી રાખવાનો પ્રયત્ન કરે છે. બીજા લોકોથી તેના સબંધ સારા રહે છે. આમ તો તે લોકો સ્વભાવથી શાંત હોય છે, પણ ક્યારે ક્યારે તેને ગુસ્સો પણ આવી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યોતિષ મુજબ તલ સંબંધમાં આ વાત પણ ધ્યાનમાં રાખવા લાયક છે કે, શરીરના બીજા કોઈ ભાગો ઉપર રહેલા તલની અસરથી અહિયા આપવામાં આવેલ ફલાદેશ બદલાઈ પણ શકે છે.