શું તમે જાણો છો કે બિલ ગેટ્સ પોતાના વાસણ જાતે જ ધોતા હતા? જાણો એમની સાથે જોડાયેલી 10 વાતો

0
689

દુનિયાના સૌથી ગરીબ વ્યક્તિને તમે નહિ જાણતા હોય, પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિને તમે જરૂર જાણતા હશો. અમે વાત કરી રહ્યા છીએ બિલ ગેટ્સની. આજે અમે તમને એમની સાથે જોડાયેલા રોચક તથ્ય જણાવવા જઈ રહ્યા છે જેને વાંચ્યા પછી તમને લાગશે કે તે પણ તમારી જેમ એક સામાન્ય માણસ જ હતા. બિલ ગેટ્સ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આવો જોઈએ કઈ રીતે.

1. બિલ ગેટ્સ જયારે હાઈ સ્કૂલમાં હતા તો સ્કૂલ પ્રશાસને એમને ક્લાસ ટાઈમ ટેબલ બનાવવા માટે કમ્પ્યુટર આપ્યું. બિલ એટલા ચાલાક નીકળ્યા કે એમણે પોતાના ક્લાસમાં સૌથી વધારે છોકરીઓના નામ લખી દીધા.

2. બિલ જયારે હોવર્ડ યુનિવર્સીટીમાં ભણી રહ્યા હતા, તો તેમણે ક્યારેય પોતાના કોર્સનો ક્લાસ નથી ભર્યો. તે દરેક બીજા સબ્જેક્ટનો ક્લાસ લેવા જતા હતા, જેમાં એમને રુચિ હતી. તેમ છતાં તે પરીક્ષામાં ‘એ’ ગ્રેડ લાવતા હતા.

3. હોવર્ડમાં જ બિલે ત્રણ વર્ષ જૂની ‘પૈપકેક સૉર્ટિંગ’ ની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. જયારે એમના પ્રોફેસરે એ જણાવવા માટે એમને ફોન કર્યો કે, એમની આ સિદ્ધિને એક એકેડેમિક પેપરમાં છાપવામાં આવશે, તો તેમણે એના પર ખુશી વ્યક્ત ન કરી. અસલમાં ત્યાં સુધીમાં તે માઈક્રોસોફ્ટની સ્થાપના માટે કોલેજ છોડી ચુક્યા હતા.

4. ગેટ્સ હંમેશા એલ્બાકર્કીમાં ગાડી ચલાવ્યા કરતા હતા. એકવાર તે પોતાના મિત્રની પોર્શ 928 સુપર કાર માંગીને લઇ ગયા હતા અને એનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એ ગાડીને રીપેર કરવામાં આખું વર્ષ લાગી ગયું.

5. ગેટ્સ માઈક્રોસોફ્ટના કર્મચારીઓની ગાડીના નંબર યાદ રાખી લેતા હતા, જેથી એમને ખબર પડે કે કોણ કેટલા વાગે ઓફિસ આવ-જા કરે છે.

6. મિનિસ્વીપર માઈક્રોસોફ્ટની જ એક ગેમ હતી. પણ બિલે એને પોતાના ઓફિસના કમ્પ્યુટરમાંથી હટાવી દીધી હતી જેથી લોકો પોતાના કામ પર ધ્યાન આપી શકે.

7. 1990 સુધી માઈક્રોસોફ્ટ ઘણી ઊંચાઈ પર પહોંચી શકી હતી. પણ કંપનીના નિયમો અનુસાર જયારે પણ કોઈ કર્મચારી કામની બાબતે કોઈ ઓફિસ ટ્રીપ પર જશે તો એમણે ઈકોનોમી ક્લાસમાં જ સફર કરવી પડશે. પોતે બિલ ગેટ્સ પણ ઈકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરતા હતા.

8. બિલ ગેટ્સને કયો આઈડિયા પસંદ આવ્યો છે અને કયો નહિ આ વાતની ખબર એના પરથી લગાવી શકાય છે કે, તેમણે એ પ્રપોઝલને વાંચતા સમયે કેટલી વાર ‘એફ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે જેટલી ઓછી વખત આ શબ્દનો પ્રયોગ કરે છે, આઈડિયા એટલો જ સારો માનવામાં આવતો હતો.

9. બિલ ગેટ્સે સવારે 4 વાગ્યા સુધી જાગીને નીલ કોંજેન સાથે મળીને આઈબીએમ માટે ‘ડંકી બાસ’ ગેમ બનાવી હતી. જયારે એપ્પલ કંપનીએ આ રમતને જોઈ તો એમને એ એટલી બેકાર લાગી કે, એમને આ વાત પર વિશ્વાસ જ ન થયો કે આ બિલ ગેટ્સે બનાવી છે.

10. ગેટ્સ કહે છે કે એમને ખાધા પછી વાસણ જાતે ધોવા પસંદ છે. તે કહે છે કે, લોકો મદદ કરવા માંગે છે, પણ એમને એ પોતાની રીતે કરવું પસંદ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.