બીલીના પાંદડામાં છુપાયેલું છે વસ્તી નિયંત્રણ કરવાનું રહસ્ય, કેન્સર અને લીવર માટે પણ છે ફાયદાકારક.

0
3321

પુરુષ જ્યાં સુધી બિલીના પાંદડાના ચૂર્ણનું સેવન કરશે, ત્યાં સુધી બાળક નહિ થાય. જયારે બાળકની ઈચ્છા હોય ત્યારે ચૂર્ણનું સેવન બંધ કરી દો.

જો તમે કોઈ તકલીફ વગર બાળક નથી ઇચ્છતા, તો તમારે બિલીના પાંદડાનું નિયમિત રીતે સેવન કરવાનું રહેશે. જ્યાં સુધી તમે બિલીના પાંદડાનું સેવન કરશી, ત્યાં સુધી બાળક નહિ થાય. તિલકામાંઝી ભાગલપુર વિશ્વવિદ્યાલય (ટીએમબિયુ) ના જંતુ વિજ્ઞાન વિભાગના મુખ્ય શિક્ષક પ્રો.વિભૂત નારાયણ સિંહે બિલીના પાંદડા ઉપર શોધ કરી છે.

પ્રો. સિંહનું કહેવું છે કે પુરુષ જ્યાં સુધી બિલીના પાંદડાના ચૂર્ણનું સેવન કરશે, ત્યાં સુધી બાળક નહિ થાય. જયારે બાળકની ઈચ્છા હોય ત્યારે ચૂર્ણનું સેવન બંધ કરી દો. આ શોધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના જર્નલમાં પ્રકાશિત પણ થઇ ચુકી છે. શોધને માન્યતા પણ મળી ગઈ છે. પ્રો. સિંહ સાથે રાજેશ કુમારે પણ કામ કર્યું છે. હજુ સુધી પુરુષ જનસંખ્યા નિયંત્રણ માટે કંડોમ કે પછી નસબંધીનો આશરો લેતા રહીએ છીએ.

ઉંદર ઉપર કરવામાં આવ્યો સફળ પ્રયોગ :-

પ્રોફેસર સિંહે ૧૨ ઉંદર ઉપર રીસર્ચ કર્યું. છ ઉંદરને 0.15 મીલીગ્રામ બિલીના પાંદડાનું ચૂર્ણનો ઘોળ બનાવીને પીવરાવવામાં આવ્યો. દસમાં દિવસે જોવા મળ્યું કે તેમાં સ્પર્મ (શુક્રાણુ) અને સીમેનના પીએચ પ્રમાણ ઓછું થઇ ગયું. આવી રીતે ૨૦માં, ૩૦માં, ૪૦માં, અને ૫૦માં દિવસે ધીમે ધીમે સ્પર્મ ઓછા થતા ગયા. મુવમેન્ટ ઓછી થઇ ગઈ. સીમેનના પીએચ ઓછા થઇ ગયા. તે ઉપરાંત છઠ્ઠા બીજા ઉંદરને કાંઈપણ કર્યા વગર છોડી દેવામાં આવ્યો.

૫૦માં દિવસે જોયું કે જેને ચૂર્ણ ખવરાવવામાં આવ્યું હતું, તેનામાં શુક્રાણુઓની સંખ્યા ઘટી ગઈ હતી. જેમને ચૂર્ણનો ઘોળ પીવરાવ્યો ન હતો, તેમાં શુક્રાણુઓની સંખ્યા જળવાઈ રહી હતી. ત્યાર પછી તે ઉંદરને ફરી ચૂર્ણ ખવરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું અને જોયું કે શુક્રાણુની સંખ્યા ધીમે ધીમેં વધવા લાગી.

બિલીના પાંદડા કેન્સર વિરોધી, લીવર માટે પણ ફાયદાકારક :-

પ્રોફેસર સિંહના જણાવ્યા મુજબ બિલીના પાંદડાનું ચૂર્ણ ગર્ભ નિરોધકમાં અસરકારક છે. પ્રતિ કિલો શરીરના વજનના હિસાબે પુરુષ ૧૦ ગ્રામ બિલીના પાંદડાના ચૂર્ણનું સેવન કરી શકે છે. તેમણે જણાવ્યું કે બિલીના પાંદડાના ચૂર્ણના સેવનથી કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. કોઈપણ પ્રકારના સોજામાં ફાયદાકારક છે. લીવરને ફાયદો પહોચાડે છે. તે એન્ટીઓક્સીડેંટ છે. એલર્જીને સારી કરે છે. પેટની બીમારીને ઠીક કરે છે.

ધાર્મિક માન્યતાઓ :-

બિલીના પાંદડાઓ મોટાભાગે ત્રણ, પાંચ કે સાતના સમુહમાં હોય છે. ત્રણના સમુહની સરખામણી ભગવાન શિવના ત્રિનેત્ર કે ત્રિશુલ સાથે કરવામાં આવે છે. તે ઉપરાંત તેને ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ મંદાર પર્વત ઉપર માતા પાર્વતીના પરસેવાના ટીપા પડવાથી બિલીના ઝાડની ઉત્પતિ થઇ. આ ઝાડ સકારાત્મક ઉર્જા ઉત્પન કરી આજુબાજુની નકારાત્મક ઉર્જાને દુર કરે છે.

બિલીના આરોગ્ય લાભ :-

ઉનાળાની ઋતુમાં મળતા બિલી ગરમીથી રાહત આપવા સાથે જ ઘણી આરોગ્ય સમસ્યામાંથી પણ છુટકારો અપાવે છે. જો તમે દરરોજ બિલીનું સરબત પીવો છો, તો તમે હંમેશા નીરોગી બની જશો.

ડાયાબીટીસ રોગ માટે ફાયદાકારક :-

ડાયાબીટીસ રોગીઓ માટે બિલીફળ ઘણા લાભદાયક છે. બિલીના પાંદડાને વાટીને તેના રસનું દિવસમાં બે વખત સેવન કરવાથી ડાયાબીટીસની બીમારીમાં ઘણી રાહત મળે છે. તમે ઈચ્છો તો થોડા દિવસ સુધી તેનું નિયમિત સેવન કરી ફરક જોઈ શકો છો.

આરોગ્યના ફાયદા :-

બિલી ફળમાં રહેલા ટેનિન ડાયરિયા અને કાલરા જેવા રોગોના ઉપચારમાં કામ લાગે છે.

કાચા ફળનો ગરબ સફેદ ડાઘની બીમારીમાં અસરકારક ઈલાજ કરી શકે છે.

તેનાથી એનીમિયા, આંખ અને કાનના રોગ પણ દુર થાય છે.

બિલીના પાંદડાના ચૂર્ણના સેવનથી કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે.

જુના સમયમાં કાચા બીલીના ગરબને હળદર અને ઘણીમાં ભેળવીને તૂટેલા હાડકા ઉપર લગાવવામાં આવતું હતું.

તેમાં રહેલા એન્ટીઓક્સીડેંટસને લીધે પેટના છાલામાં આરામ મળે છે.

વાયરસ અને ફંગલ વિરોધી ગુણોને લીધે તે શરીરના ઘણા સંક્રમણોને દુર કરી શકે છે.

વિટામીન ‘સી’નો સારો સ્ત્રોત હોવાને લીધે તેના સેવનથી સર્વી નામની રક્તવાહિનીઓની બીમારીમાં રાહત મળે છે.

બીલીના પાંદડાનું સત્વ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં ફાયદાકારક છે.

ઝાડમાંથી મળતા તેલ અસ્થમા અને શરદી જુખામ જેવા શ્વાસ સંબંધી રોગો સામે લડવામાં ઉપયોગી છે.

પાકા ફળના રસમાં ઘી ભેળવીને પીવાથી હ્રદયની બીમારીઓ દુર રહે છે.

કબજીયાત દુર કરવાની સૌથી સારી કુદરતી દવા છે. તેના ગરબમાં મીઠું અને કાળા મરી ભેળવીને ખાવાથી આંતરડામાંથી ઝેરી તત્વ બહાર નીકળી જાય છે.

લોહીની ખામીને કરે દુર :-

જે લોકોમાં લોહીની ખામીની સમસ્યા હોય છે તે પાકા સુકા બીલીના ગરબનો પાવડર બનાવીને ગરમ દુધમાં ભેળવીને સાથે એક ચમચી પાવડર દરરોજ આપવાથી શરીરમાં નવા લોહીનું નિર્માણ થઈને આરોગ્ય લાભ થાય છે.

ડાયરિયા :-

ઉનાળામાં ડાયરિયાની સમસ્યા ઘણી સામાન્ય હોય છે. એવી સ્થિતિમાં થતા ઝાડા-ઉલટી, જીવ ગભરાવામાં બીલીના ગરબને પાણીમાં મસળીને સાકાર ભેળવીને પીવાથી લાભ થાય છે. તેનાથી તમને અંદરથી સારો અહેસાસ થશે અને પેટને ઠંડકની અનુભૂતિ થાય છે.

લુ લાગવા ઉપર :-

ઉનાળામાં લુ લાગવાથી બીલીના તાજા પાંદડાને વાટીને મહેંદીની જેમ પગના તળિયામાં સારી રીતે ઘસો. તે ઉપરાંત માથા, હાથ, છાતી ઉપર પણ તેનું માલીશ કરો. સાકર નાખીને બીલીનું સરબત પણ પિવરાવો તરત રાહત મળે છે.

મોઢામાં છાલા કે ચાંદા :-

મોઢામાં છાલા કે ચાંદા અને પેઢાના રોગથી ઘણા લોકો દુઃખી હોય છે. એવી સ્થિતિમાં બીલીનો ગરબ પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી છાલા અને પેઢાની સમસ્યા દુર થાય છે. જો તેનું સારું પરિણામ ઈચ્છો છો, તો નિયમિત રીતે આ પ્રક્રિયા અપનાવો.

ભૂખ વધારો :-

ભૂખ ઓછી હોય, કબજીયાત હોય, ઉબકા હોય તો તેનો ગરબ પાણીમાં મસળીને રાખી લો અને તેમાં ચપટી ભર લવિંગ, કાળા મરીનું ચૂર્ણ, સાકર ભેળવીને થોડા દિવસ લેવાથી ભૂખ વધશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.