બિલ ગેટ્સ અને વોરન બફેટે કર્યું આખો દિવસ વેઈટરનું કામ જાણો કેમ?

0
673

‘કોઈ કામ નાનું નથી હોતું’ નો સદેશ આપવા માટે બન્ને અબજોપતિએ એક પાળી સુધી રેસ્ટોરન્ટમાં કર્યું કામ.

દુનિયામાં આજના સમયમાં શ્રીમંત લોકો તો ઘણા છે, પરંતુ શ્રીમંત હોવા છતાં પણ પોતાની શ્રીમંતાઈનું અભિમાન ન હોય તેવા શ્રીમંતો ઘણા ઓછા જોવા મળે છે. આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવીશું.

બીલ ગેટ્સ અને વોરેન બફે દુનિયાના બીજા અને ચોથા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ. બન્નેએ વિચિત્ર કામથી લોકોનું ધ્યાન ફરી એક વખત પોતાની તરફ ખેંચ્યું છે. બન્ને જ દુનિયાને ‘કોઈ કામ નાનું નથી હોતું’નો સંદેશ આપવા માટે વેઈટર બની ગયા. બન્નેએ એક રેસ્ટોરન્ટમાં માત્ર ખાવાનું જ ન પીરસ્યું પરંતુ કેશ કાઉન્ટર પણ સંભાળ્યું. આખી એક પાળી સુધી કામ કર્યું. વિડીયો શેર કરી જણાવ્યું કેવી રીતે વેઈટરનું કામ કર્યું.

અમેરિકામાં માઈક્રોસોફટના કો-ફાઉંડર બીલ ગેટ્સ (૬૩) અને વર્કશાયરના ચેરમેન વોરેન બફે (૮૮) એ આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ડેરી ક્વીનમાં કર્મચારીની જેમ કામ કર્યું. બન્ને વેઈટર બન્યા. બીલ ગેટ્સે મંગળવારે તેનો વિડીયો શેર કર્યો. જેમાં બન્ને અબજપતિ કામ કરતા જોવા મળી રહ્યા છે.

તેમાં ગેટ્સ અને બફેએ કર્મચારીની જેમ એપ્રીન પહેર્યું અને નેમટેગ પહેરીને દૂધકોલ્ડ્રીંક બનાવ્યું. સર્વિસ આપતી વખતે ગ્રાહકો સાથે મજાક કરતા પણ જોવા મળ્યા. ગેટ્સે કહ્યું છે – તેમણે બફેની સરખામણીમાં દૂધકોલ્ડ્રીંક બનાવતા જલ્દી શીખી લીધું હતું.

ગયા મહીને ઓમાહામાં વર્કશાયરના શેરધારકોની વાર્ષિક મીટીંગમાંથી સમય કાઢીને બફે અને ગેટ્સે કાંઈક અલગ કરવાનું વિચાર્યું. બન્નેએ ડેરી ક્વીન રેસ્ટોરન્ટ જઈને બપોરનું ભોજન કર્યું અને ત્યાં કામની તાલીમ પણ લીધી. બફે ડેરી ક્વીન રેસ્ટોરન્ટ ચેનના માલિક છે. તેમની કંપની વર્કશાયર હેથવેએ ૧૯૯૮માં તે ખરીદી હતી. બીલ ગેટ્સ દુનિયાના સૌથી મોટા શ્રીમંત છે.

તેમની આવક ૭.૧૪ લાખ કરોડ રૂપિયા છે. વારેન બફેનો ચોથો નંબર છે. તેમની આવક ૫.૮૪ લાખ કરોડ રૂપિયા છે. બફે, બીલ ગેટ્સ અને મીલીંડા ગેટ્સે ૨૦૧૦મ ગીવીંગ પ્લેઝ શરુ કરી હતી. તેનાથી દુનિયાના શ્રીમંતોને પરોપકારના કામોમાં દાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.