બીકને કારણે પરણિત મહિલાઓ ક્યારેય નથી કરતી આ દેવીની પૂજા, જાણો કોણ છે એ દેવી.

0
920

પરણિત મહિલાએ પોતાના સુહાગની શુભકામના અને સુખ સમૃદ્ધી માટે હંમેશા વ્રત, માનતા રાખે છે. અને દેવી-દેવતાઓની પૂજા પણ નિયમિત રીતે કરે છે. પરણિત મહિલાઓ સૌથી વધુ દેવી પાર્વતીની અનેક રીતે પૂજા કરે છે. જેમાં કાલી, દુર્ગા, ગૌરી અને આદીશક્તિ હોય છે. પરંતુ પરણિત મહિલાઓ દેવી પાર્વતીની એક એવા રૂપની પૂજા કરવાથી ડરે છે. તેની પૂજા ભૂલથી પણ કરવા માગતી નથી. કારણ ઘણું ચોંકાવનારુ છે.

ખાસ કરીને મહિલાઓ દેવી પાર્વતીનું એક રૂપ જેમાં તે વિધવા રૂપ ધારણ કરેલા દેખાય છે. પરણિત મહિલાઓ એ ડરથી જ તેમની પૂજા નથી કરતી કેમ કે તેને તેમની પૂજાથી વિધવા થવાનો ડર રહે છે. દેવી પાર્વતીના આ સ્વરૂપને ધુમાવતીના નામથી ઓળખવામાં આવે છે. જેઠ મહિનાની આઠમ ઉપર તેનું અવતરણ માનવામાં આવે છે.

દેવી પાર્વતી કેવી રીતે થયા વિધવા – વાર્તા

દેવી પાર્વતીનું વિધવા સ્વરૂપ એટલે ધુમાવતી દેવીની વાર્તા જાણવા જેવી છે. એક વાર્તા મુજબ એક વખત દેવી પાર્વતીને ઘણી વધુ ભૂખ લાગે છે. ભૂખથી દુઃખી થઈને દેવી પાર્વતી ભગવાન શિવને કાંઈક ખાવા માટે લાવવાનું કહે છે. ત્યારે ભગવાન શિવ તેને થોડો સમય ભૂખ સહન કરવાનું કહે છે અને ભોજનની શોધમાં નીકળી પડે છે.

ઘણે દુર જવા છતાં પણ શિવજી ભોજનની વ્યવસ્થા નથી કરી શકતા. દેવી પાર્વતીની ભૂખ વધતી જાય છે. પોતાની ભૂખને કાબુમાં ન રાખતા તે ભગવાન શિવજીને ખાઈ જાય છે.

જેવા જ પાર્વતી ભગવાન શિવજીને ગળી જાય છે, તેનું સ્વરૂપ એક વિધવા જેવું થઇ જાય છે. તે ઉપરાંત શિવના ગળામાં ઝેરની અસરથી દેવી પાર્વતીનું આખું શરીર ધુમાડા જેવું થઇ ગયું. તેનું આખું શરીર શૃંગાર વિહીન થઇ ગયું. ત્યારે શિવજીએ પોતાની માયાથી પાર્વતીને કહે છે કે તમે મને ગળી ગયા એટલે તમે હવે વિધવા થઇ ગયા છો. જેને કારણે તમારું એક નામ ધુમાવતી પણ રહેશે.

માતાનું આ સ્વરૂપ ઘણું જ બિહામણું છે. વિધવા સ્વરૂપ હોવાથી માતાના આ રૂપની પૂજા પરણિત મહિલાઈ કરવાનું પસંદ કરતી નથી. તેના દર્શન દુરથી જ કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.