વિડીયો : છોકરાએ જૂની બાઈકને કારમાં બદલી નાખી, પબ્લિક બોલી ‘વોટ એન આઈડિયા સરજી’

0
463

જુગાડ એક એવો શબ્દ છે જેનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ભારતીય લોકો જુગાડ લગાવામાં નંબર 1 હોય છે. ઓછા પૈસામાં બધી સુવિધા કેવી રીતે લેવી આ વાત માં આપણા ભારતીયો નો કોઈ મુકાબલો કરી શકે નહિ. માણસની ચાહત તેના મગજને એટલું તેજ ચલાવે છે કે પોતાના પાસે ઓછા સંસાધન હોવા છતાં પોતાના બધા શૌખ પુરા કરે છે. પાછું ભારતમાં આવડતની ઉણપ પણ નથી.

લોકોમાં આ ટેલેન્ટ ખીચોખીચ ભરેલું છે. આ કડીમાં અમે તમને પંજાબના લુધિયાના શહેરના એક છોકરા સાથે મળાવી રહ્યા છીએ. જેને પોતાની સ્પ્લેન્ડર બાઈકને કારમાં ફેરવી દીધી છે. તેને પોતાની બાઈકમાં જે રીતે ફેરફાર કર્યો છે. તેનાથી તે એક જીપમાં બદલાઈ ગઈ છે.

ખરેખર તો સોસીયલ મીડિયા પર આ દિવસોમાં એક વિડીઓ બહુ ઝડપી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરા એક બાઇકથી બનેલી કારમાં સફર કરતા નજરે પડે છે. વિડીઓ બનાવતો વ્યક્તિ તેમને રોકી રહ્યો છે. અને આ આશ્ચર્ય કારી આવિષ્કારની તેમની સાથે ચર્ચા કરે છે.

છોકરો જાતે જણાવે છે કે એણે પોતે આ બાઇકને કારમાં પરિવર્તિત કરી છે. છોકરાએ બાઇકની બંને તરફ સીટ લગાવી દીધી. અને એમાં કારનું સ્ટેરિંગ વિલ પણ જોડી દીધું. એટલું જ નહીં બાઇકના ગેઇરને કારના ગીયર જેવું રૂપ આપી દીધું. એટલે કે કારમાં એન્જીન અને કેટલાય મહત્વ પૂર્ણ ભાગ બાઈકના જ છે પણ સ્ટાઇલ અને લુક કાર જેવો છે. એનો એ મતલબ પણ થાય છે કે બાઈકથી બનેલી આ કાર એવરેજ પણ બાઇક જેવી આપે છે. જણાવી દઈએ કે બાઇકની એવરેજ કારની સરખામણીમાં ઘણી વધુ હોય છે.

ટ્વીટર પર આ વિડીઓને desimojito નામના યુઝર્સ એ શેયર વિડીઓ સાથે એણે કૈપ્શન માં લખ્યું છે. “ઇન્ડિયા હેજ ગોટ ટૈલેન્ટ, મેડ ઇન લુધિયાના” આ વિડીઓ સોસીયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. કેટલાય લોકો એ તેમાં રુચિ દર્શાવીને કહ્યું છે કે અમે પણ જૂની બાઇકને આ રીતે કારમાં બદલાવ માંગીએ છીએ.

આ રીતના અવિષ્કાર એ સાબિત કરે છે કે ભારતમાં રહેવા વાળા લોકો કેટલા હુન્નરમંદ છે. એક સામાન્ય માણસ કાર નથી ખરીદી શકતો, અને જો ખરીદી લે તો પણ એનું પેટ્રોલ અને મેન્ટેનન્સ વધુ ખર્ચાળ હોય છે. પરંતુ જો એક બાઇકને કારમાં બદલી દે તો તેનાથી રાહત મળી જાય. કારણકે એન્જીન તો તેમાં બાઈકનું જ છે.

લોકોને આ આઈડિયા ખૂબ પસંદ આવી રહ્યો છે. પરંતુ કેટલાકે એવું પણ કહ્યું કે આ બંને એ નથી સીટ બેલ્ટ લગાડ્યો કે નથી હેલ્મેટ પહેર્યું. ત્યાં એકે એમ પણ કહ્યું આ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન છે પણ કામ સારું કર્યું છે. છોડો હમણાં તો આ બાઈકથી બનેલી કાર નો આ વિડીઓ અહીં જુઓ.

તો દોસ્તો તમને લોકોને આ બાઈકથી બનેલી જીપ કેટલી પસંદ આવી? શું તમે પણ આવું ચેન્જિગ તમારી બાઇક સાથે કરવા માંગો છો?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.