મકુટી છે બિહારની ટ્રેડિશનલ મગની દાળની ખીર, જાણો તેને બનાવવાની સરળ રેસિપી.

0
379

ખીર તો ઘણા પ્રકારની ખાધી હશે, પણ શું તમે બિહારની મકુટી ખીરનો સ્વાદ ચાખ્યો છે? જાણો તેની સિક્રેટ રેસિપી.  સામાન્ય રીતે જયારે કંઈક મીઠું ખાવાનું મન થાય છે, તો આપણે ઘરમાં રસગુલ્લા, ગુલાબજાંબુ અથવા હલવો બનાવીએ છીએ. ઘણા ઘરોમાં ખાસ અવસર પર ખીર પણ બનાવવામાં આવે છે. પણ શું તમે ક્યારેય બિહારની ટ્રેડિશનલ ખીર ખાધી છે? તેને મકુટી કહેવામાં આવે છે અને તે મગની દાળ, ચોખા અને ઘણા માવામાંથી બનાવવામાં આવે છે. ખાવામાં તો તે ટેસ્ટી હોય જ છે, પણ તેનાથી શરીરને એનર્જી પણ મળે છે. મકુટી બનાવવા માટે તમને વધારે સામગ્રીની જરૂર નહિ પડે, ઘરમાં રહેલા સામાનથી તેને સરળતાથી બનાવી શકાય છે.

જાણો બિહારની મકુટી ખીરની રેસિપી :

કુલ સમય : 30 min

તૈયારી માટે સમય : 15 min

બનાવવા માટે સમય : 15 min

સર્વિંગ : 4

કુકીંગ લેવલ : મીડીયમ

કોર્સ : મીઠાઈ

કેલરી : 250

પ્રકાર : ભારતીય

લેખક : સ્તુતિ ગોસ્વામી

જરૂરી સામગ્રી :

1 લીટર દૂધ

50 ગ્રામ મગની દાળ

3 ચમચી ચોખા

1/2 કપ માવો

1/2 કપ ખાંડ

1-2 ચમચી બદામ (સમારેલી)

1-2 ચમચી કાજુ (સમારેલા)

એલચી 4 કે 5

કેસરની કળીઓ 20 થી 25

1 ચમચી સૂકી દ્રાક્ષ

બનાવવાની રીત :

સ્ટેપ 1 : મકુટી બનાવવા માટે સૌથી પહેલા મગની દાળ અને ચોખાને ધોઈને એક કલાક માટે પલાળી રાખો. પછી કુકરમાં દાળ, ચોખા અને એક કપ પાણી નાખીને એક સીટી વાગે ત્યાં સુધી બાફો.

સ્ટેપ 2 : કુકરની વરાળ આપમેળે નીકળી ન જાય ત્યાં સુધી તેને ખોલતા નહિ. ત્યાં સુધી એક પેનમાં દૂધ નાખીને તે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. બીજી તરફ કેસરમાં થોડું દૂધ નાખીને સાઈડમાં મૂકી રાખો. હવે કુકર ખોલ્યા પછી દાળ-ચોખાને સારી રીતે મેશ કરી લો.

સ્ટેપ 3 : જયારે દૂધ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં દાળ-ચોખા નાખો અને તેને મિક્સ કરો. ત્યારબાદ હળવો શેકેલો માવો પણ દૂધમાં નાખો.

સ્ટેપ 4 : જો તમારી પાસે માવો નથી, તો 1 લીટર દૂધમાં બીજું અડધો લીટર દૂધ ઉમેરો. પછી તે 1 લીટર થાય ત્યાં સુધી તેને ઉકાળો, જેથી તેનો સ્વાદ બમણો થઈ જશે. હવે તેમાં દૂધમાં પલાળેલું કેસર નાખો અને તેને 15 મિનિટ સુધી સારી રીતે ઉકાળો.

સ્ટેપ 5 : ત્યારબાદ તમારે તેમાં 4-5 એલચી નાખવાની છે અને તેને 3 મિનિટ સુધી સારી રીતે હલાવતા હલાવતા ઉકાળો. હવે તૈયાર છે તમારી મકુટી.

સ્ટેપ 6 : તેને ગાર્નિશ કરવા માટે ઉપરથી કાજુ, બદામ, પિસ્તા અને સૂકી દ્રાક્ષ નાખો. ધ્યાન રહે કે મકુટી બનાવતા સમયે તમારે તેને સતત હલાવતા રહેવાની છે, નહિ તો તેમાં ગાંઠ બનવા લાગશે.

આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઈક અને શેયર જરૂર કરજો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.