સાંપને ડોલમાં ધોયો પછી ખુરશી પર બેસાડ્યો, 9 મિનિટ સુધી તેની સાથે રમતો રહ્યો માણસ, પછી….

0
568

બિહારમાંથી એક એવો નજારો સામે આવ્યો છે જે જોવા વાળાના રુંવાટા ઉભા કરી દે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ઝેરીલા સાંપને પકડે છે, તેની સાથે રમે છે અને પછી તેને જંગલમાં છોડી દે છે. 9 મિનિટના આ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ સાંપની સાથે જાત-જાતની રમત રમતો દેખાઈ રહ્યો છે.

બિહારમાં છપરા જિલ્લાના મઢૌરા તાલુકાના નરહરપુર ચમારીમાં, ગોપાલ શર્માના જુના ઘરમાંથી ઝેરીલો સાંપ નીકળવાના સમાચાર ફેલાયા પછી, ત્યાં ભગવાન કુમાર નામનો વ્યક્તિ આવ્યો અને સાંપને પોતાના હાથથી પકડી લીધો.

ભગવાન કુમાર સાંપને પહેલા તો પાણીની ડોલમાં નાખીને સાફ કરે છે. તે સાંપને ઘસી ઘસીને એવી રીતે સાફ કરી રહ્યો હતો કે, તે સાંપ નહિ પણ કોઈ કપડું હોય.

ભગવાન કુમાર તેને જમીન પર મૂકીને તેની સાથે થોડી વાર સુધી રમતો રહ્યો. તેને આ રીતે સાંપ સાથે રમત રમતા જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

સાંપ સાથે આ રીતે રમતા જોઈ લોકો તે સાંપની પ્રજાતિની ઓળખ કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. તે એક ઝેરીલો સાંપ હતો.

ભગવાન કુમાર સાંપને એક ખુરશી પર બેસાડી દે છે અને અલગ અલગ રીતે તેની સાથે રમે છે. આ દરમિયાન કોઈએ આ આખી ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

તે વ્યક્તિ વિષે એવું કહેવામાં આવે છે કે, તે યુવક આસપાસના ક્ષેત્રોમાં સાંપ પકડવાને લઈને ઘણો પ્રખ્યાત છે.

તે કોઈ પણ સાંપને જીવતો પકડી લે છે, સાથે જ ઇજા પામ્યો હોય એવા સાંપનો ઈલાજ પણ કરે છે. એ પછી તેના સાજા થઇ જવા પર તેને જંગલમાં છોડી મૂકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.