પાકિસ્તાનથી આવી રહ્યું છે મોટું વાવાઝોડું, ઝપેટમાં આવશે આખું ઉત્તર ભારત, જાહેર થઈ એલર્ટ

0
1964

ભીષણ ગરમી સામે લડી રહેલી દિલ્લીમાં આવનાર બે દિવસ સુધી શ્વાસ લેવો મેશ્કેલ થઈ શકે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માંથી ઉઠેલું ધૂળનું એક મોટું વાવાઝોડું બુધવારે દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતને બેહાલ કરી શકે છે. એની અસર આવનાર બે દિવસ સુધી જળવાયેલી રહેવાની સંભાવના છે. કેન્દ્ર સરકારની સંસ્થા સફર ઇન્ડિયાએ મંગળવારે મોડી સાંજે એક એલર્ટ જાહેર કરી છે. કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ બધી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

સફર ઇન્ડિયાના પ્રોજેક્ટ નિર્દેશક ડો. ગુફરાન બેગના જણાવ્યા અનુસાર, મંગળવારે પાકિસ્તાનના કરાચી અને અફઘાનિસ્તાનના સિસ્તાન બેસિન શહેરમાં ધૂળનું એક મોટું વાવાઝોડું રચાયું છે. આ વાવાઝોડું ભારત તરફ વધી રહ્યું છે, અને સંભાવના જણાવવામાં આવી રહી છે કે, તે બુધવારે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લેશે. આ વાવાઝોડાને રાજસ્થાનના થાર રણપ્રદેશની ધૂળ વધારે ભયંકર બનાવશે.

સફર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી એલર્ટ અનુસાર એનાથી પીએમ 2.5 અને પીએમ 10 બંનેની માત્રામાં ઘણો વધારો થશે. વાયુ ગુણવત્તાનું સ્તર ઘણી ખરાબ શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં પહોંચવાની સંભાવના છે. એટલે શ્વાસના રોગીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ શકે છે, અને ગરમીના આ વાતાવરણમાં પણ લોકોએ માસ્ક પહેરવા પર મજબુર થવું પડશે. જો કે સીપીસીબી બધી સ્થિતિ પર નજર રાખી રહી છે.

સફર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર મંગળવારની સાંજે દિલ્લીનું એયર ઈન્ડેક્સ 387 પહોંચી ગયું હતું, જે ઘણી ખરાબ શ્રેણીમાં આવે છે. ઉનાળા દરમ્યાન આટલું ખરાબ પ્રદુષણ સ્તર પહેલી વાર નોંધવામાં આવ્યું છે. જયારે એનસીઆરમાં સૌથી વધારે પ્રદુષિત શહેર ગ્રેટર નોઈડા રહ્યું. ત્યાં એયર ઈન્ડેક્સ 353, પીએમ 10નું સ્તર સામાન્ય કરતા 4 ગણું અને પીએમ 2.5નું સ્તર સામાન્ય કરતા બે ગણું રહ્યું.

ગરમીથી ગુરુગ્રામમાં બે ના મોત :

દિલ્લી પાસે આવેલા ગુરુગામમાં છેલ્લા થોડા દિવસથી પડી રહેલી ગરમી જીવલેણ સાબિત થઇ રહી છે. મંગળવારના દિવસે બે અલગ અલગ જગ્યાએ બે શબ મળ્યા છે. એમની ઓળખ થઇ નથી. પણ પોસ્ટમોર્ટમ થયા પછી સામે આવ્યું છે કે બંનેનું મૃત્યુ લૂ લાગવાથી થયું છે. ગરમીને કારણે આ વર્ષે જિલ્લામાં ત્રીજા વ્યક્તિનું મૃત્યુ થયું છે. એક જૂનના રોજ ગઢી હરસરુ રેલવે સ્ટેશન પર 56 વર્ષના અજ્ઞાત વ્યક્તિનું શબ મળ્યું હતું, જેનું લૂ લાગવાથી મૃત્યુ થયું હતું.

જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. મંગળવારે એમાં થોડો ઘટાડો થયો હતો અને શહેરનું તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પોલીસે સદર પોલીસ સ્ટેશનની હદમાંથી 33 વર્ષીય યુવકનું શબ મેળવ્યું હતું, જે ફૂટપાથ પર મૃત મળ્યો હતો. તેમજ રેલવે સ્ટેશન પાસેથી અન્ય એક વ્યક્તિનું શબ મેળવવામાં આવ્યું હતું.

ગરમી માંથી મળી થોડી રાહત :

સોમવારની ભયંકર ગરમી પછી મંગળવારે દિલ્લીવાસીઓને ગરમી માંથી થોડી રાહતનો અનુભવ કર્યો, પણ ધૂળે આફત વધારી દીધી. મંગળવારની સવારથી જ આંશિક રીતે વાદળ છવાયેલા રહ્યા હતા. દિલ્લીના મોટાભાગના વિસ્તારોમાં ધૂળવાળી હવા પણ ચાલી રહી હતી. અને તે વાતાવરણમાં પણ છવાઈ ગઈ. અને મંગળવારે આ સ્થિતિ બનવા પાછળનું કારણ રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલી ધૂળ ભરેલી હવા જવાબદાર ગણાવવામાં આવી રહી છે.

બુધવારે જયારે એમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધૂળ શામેલ થઇ તો હવાની ગુણવત્તામાં વધારે ઘટાડો થશે. મંગળવારે ક્યાંક ક્યાંક હલકો વરસાદ પણ થયો. મંગળવારના રોજ દિલ્લીનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્યથી 5 ડિગ્રી વધારે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.