બેંકોમાં થયો 71 હજાર કરોડનો ‘ઘોટાળો’, કર્મચારીઓએ જ ‘લૂંટાવ્યા’ 64 હજાર કરોડ

0
596

સામાન્ય રીતે આપણે અવાર નવાર બેંકોના ઘોટાળા વિષે સાંભળતા હોઇએ છીએ. અને છેલ્લા પાંચ વર્ષોમાં દેશની સાવર્જનીક બેંકોમાં જમા લોકોની ૭૧ હજાર કરોડથી વધુની રકમ કૌભાંડીઓ ઓળવી ગયા. તેમાં મોટાભાગના ઘોટાળા બેંક સ્ટાફની રહેમદ્રષ્ટિથી થયા. દેશની સાવર્જનિક બેંકોને કૌભાંડીઓએ ટાર્ગેટ કરી હતી. અને છેલ્લા પાંચ વર્ષો દરમિયાન ૭૧ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ કૌભાંડીઓ ઓળવી ગયા. એ બનાવોને બેંકોએ ઘોટાળાની યાદીમાં નોંધી લીધા છે. અને પોતે કેન્દ્ર સરકારે જ લોકસભમાં એ જાણકારી આપી છે.

ખાસ કરીને લોકસભામાં છેલ્લા પાંચ વર્ષોમાં થયેલા બેંક ઘોટાળાની વિગત માંગવામાં આવી હતી. અને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, સરકારે એ સંબંધમાં શું પગલા લીધા છે? સરકાર તરફથી તેનો જવાબ આપતા રાજ્યના નાણા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, બેંકોના ઘોટાળાની ઘટનાઓ ઓછી કરવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે.

એટલે કે સરકારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોની એનપીએની તપાસ, ઘોટાળાની તપાસ કરવા અને સમયસર માહિતી આપવા માટે એક સીસ્ટમ બનાવી છે. તેના હેઠળ ૫૦ કરોડ રૂપિયાથી વધુના એનપીએ વાળા તમામ ખાતાઓની યાદી બનાવવામાં આવી છે. તેનો રીપોર્ટ આરબીઆઈને આપવામાં આવે છે. આરબીઆઈને છેતરપીંડી વિષે માહિતી આપ્યા પછી તરત તપાસ પણ શરુ થાય છે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, સરકારે ભાગેડુ આર્થિક ગુનેગારો ઉપર કડક પગલા ભરવા માટે કાયદાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. ભારતીય કોર્ટોના ક્ષેત્રાધિકારથી બહાર રહીને એમને કાયદાથી બચતા અટકાવવા માટે સરકારે આર્થિક અપરાધ અધિનિયમ, ૨૦૧૮ને લાગુ કર્યો છે. જેમાં ગુનેગારોની મિલકતની માહિતી, તપાસથી વંચિત કરવાની વ્યવસ્થા છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય રીઝર્વ બેંકના જુન, ૨૦૧૯ના અહેવાલ દ્વારા જાણી શકાય છે કે, આ બધી કાર્યવાહીની અસર પણ થઇ છે. હવે સમય પહેલા ઘોટાળાને સામે લાવવામાં મદદ મળી રહી છે, તેમજ આંકડા પહેલાથી ઓછા થયા છે.

ક્યા વર્ષે કેટલા કરોડની છેતરપીંડી?

સરકારે આરબીઆઈને જુદી જુદી બેન્કોમાં થયેલી નાણાકીય ઘોટાળાઓની માહિતી લોકસભામાં આપી. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ૨૦૧૪-૧૫માં ૨,૨૯૯ કેસ સામે આવ્યા, આ વર્ષે ૧૫,૧૬૩ કરોડની છેતરપીંડી થઇ. અને ૨૦૧૬-૧૭માં ૧,૭૪૫ કેસમાં ૨૪,૨૯૧ કરોડના ઘોટાળા સામે આવ્યા. ૨૦૧૭-૧૮માં ૬,૯૧૬ અને ૨૦૧૮-૧૯માં પાંચ હજાર ૧૪૯ કરોડના ઘોટાળા સામે આવ્યા. આ બંને વર્ષમાં ક્રમશઃ ૧,૫૪૫ અને ૭૩૯ ઘોટાળાના કેસ નોંધાયા.

સ્ટાફના સંકલનથી ઘોટાળા :

અનુરાગ ઠાકુર દ્વારા બેંક ઘોટાળામાં કર્મચારીઓના સંકલનના આંકડા પણ બહાર પાડવામાં આવ્યા. જેથી જાણી શકાય છે કે, ૭૧ હજાર કરોડમાંથી ૬૪ હજાર કરોડ રૂપિયા તો સ્ટાફની સાંઠગાંઠથી કૌભાંડીઓ ઉઠાવી જવામાં સફળ રહ્યા. સાત હજારથી વધુ બેંક ઘોટાળાઓની તપાસ દરમિયાન બેંકના સ્ટાફનો જ હાથ હોવાનું બહાર આવ્યું. મંત્રીએ જણાવ્યું કે આરબીઆઈના આદેશો મુજબ બેંક ઘોટાળાના તમામ કેસમાં પહેલા સ્ટાફની જવાબદારીની તપાસ થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.