કરદાતાઓને મોટી રાહત, ફરી વધી ITR દાખલ કરવાની સમય સીમા, જાણો ક્યાં સુધી છે તક

0
106

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની સમય સીમામાં થયો વધારો, કરદાતાઓને મળી રાહત, જાણો ITR ભરવાની છેલ્લી તારીખ. કેન્દ્રિય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) એ કરદાતાઓને મોટી રાહત આપી છે. સીબીઆઈસીએ શનિવારે જણાવ્યું કે, તેમણે વાર્ષિક રિટર્ન (ફોર્મ જીએસટીઆર -9 / જીએસટીઆર -9 એ) અને નાણાકીય વર્ષ 2018-19 માટે પુનર્વિચાર નિવેદન (ફોર્મ જીએસટીઆર -9 સી) સબમિટ કરવાની છેલ્લી તારીખને 31 ઓક્ટોબર 2020 થી વધારીને 31 ડિસેમ્બર 2020 કરવાનો નિર્ણય લીધો છે. સીબીઆઈસીએ એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘અન્ય કરદાતાઓ માટે ઇનકમ ટેક્સ રિટર્ન રજૂ કરવાની નિયત તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2020 કરી દેવામાં આવી છે. [જેના માટે નિયત તારીખ (આ સૂચન દ્વારા વધારવા પહેલા) એક્ટ મુજબ 31 જુલાઈ 2020 હતી.

સીબીડીટીએ બીજી ટ્વિટમાં કહ્યું, ‘તે કરદાતાઓ માટે (તેમના ભાગીદારો સહિત) ઇનકમ ટેક્સ રિટર્ન રજુ કરવાની નિયત તારીખ 31 જાન્યુઆરી 2021 કરવામાં આવી છે, જેમણે પોતાના ખાતાની ઓડિટ કરાવવી જરૂરી છે. [જેના માટે નિયત તારીખ (નવી સૂચના દ્વારા વધારવા પહેલાં) એક્ટ મુજબ 31 ઓક્ટોબર 2020 હતી.]

એક અન્ય ટ્વિટમાં સીબીડીટીએ કહ્યું કે, ટેક્સ ઓડિટ રિપોર્ટ અને આંતરરાષ્ટ્રીય અથવા નિર્દેશી ઘરેલું લેવડદેવડને લગતા રિપોર્ટ સહિત ઓડિટ રિપોર્ટ્સ રજૂ કરવાની તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે. એક લાખ રૂપિયા સુધી સેલ્ફ અસેસમેંટ ટેક્સ ધરાવતા લોકો માટે સેલ્ફ અસેસમેંટ ટેક્સની ચુકવણીની તારીખ 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.