હાઈવે પર થયો ભયાનક અકસ્માત, એક સાથે અથડાઈ 60 કારો

0
553

અમેરિકાના વર્જિનિયામાં ભયાનક એક્સીડંટ સામે આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 51 લોકો ઘાયલ થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ એક્સીડેન્ટમાં લગભગ 70 કારો એકબીજા સાથે અથડાઈ ગઈ.

ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર યોર્ક કાઉન્ટી, વર્જિનિયામાં રવિવારે સવારે એક પ્રમુખ હાઇવે પર એ સમયે ઓછામાં ઓછા 51 લોકો ઘાયલ થઈ ગયા, જયારે રસ્તા પર ઘણી બધી કરો એક્બીજા સાથે અથડાઈ ગઈ.

વર્જિનિયા સ્ટેટ પોલીસ અનુસાર દુર્ઘટના પછી 69 વાહનોના કાટમાળને કારણે હાઈવે પર પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે ટક્કર કેમ થઈ એની જાણકારી અત્યાર સુધી સામે નથી આવી.

અધિકારી બીજા દિવસે પણ ઍક્સિડન્ટના કારણોની તપાસ કરી રહ્યા હતા. અને રાજ્યની પોલીસે કહ્યું હતું કે, કવીન્સ ક્રીક પુલ પર ધુમ્મસ અને બરફની સ્થિતિને કારણે સ્થાનિક સમય અનુસાર સવારે 7:51 વાગ્યે અકસ્માત થયો હતો.

પોલીસે શરૂઆતમાં કહ્યું કે, 35 લોકો ઘાયલ થયા છે એમને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, પણ પછી એ અકસ્માતમાં ઘાયલોનો આંકડો 51 સુધી પહોંચી ગયો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.