જો તમે કરી લીધું આ કામ, તો પછી તમે પણ ભૂલી જશો ડાયાબિટીસનું નામ, આ ફકત 5 મુદ્દાનો અમલ બચાવશે જીંદગી.

0
4629

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા બધા માટે ઘણી મહત્વની વાત લઈને આવ્યા છીએ. અને એ મહત્વની વાત છે, ડાયાબીટીસને દુર કરવાની રીત. તમે જાણો જ છો કે, આજના સમયમાં ડાયાબીટીસને લઈને ઘણા બધા લોકો પરેશાન છે. લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાત જાતની દવાઓ પણ ખાઈ રહ્યા છે. પણ આજે અમે તમને એવો નુસખો જણાવીશું કે તમે ઘણું જ જલ્દી તમારા ડાયાબીટીસને દુર કરી દેશો.

જાણકારી માટે જણાવી દઈએ કે, પહેલાના જમાનામાં ૬૦ થી ૬૫ વર્ષના લોકોને ડાયાબીટીસની સમસ્યા થતી હતી. અને એ પણ ગણ્યા-ગાઠ્યા લોકોને. પણ હવે યુવાનો અને બાળકોએ પણ ડાયાબિટીસનો સામનો કરવો પડે છે. તે આપણી અયોગ્ય રીતે ખાવા પીવાની ટેવને કારણે થાય છે.

ડાયાબીટીસ બે પ્રકારના થાય છે :

1) એક તો જે લોકો પોષ્ટિક આહાર નથી લેતા, એમના શરીરમાં જરૂરી પોષક તત્વો નથી પહોચી શકતા, અને તેને કારણે તેમના શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ ઓછું થઇ જાય છે. જેને કારણે તેને ડાયાબિટીસનો સામનો કરવો પડે છે. અને તેના માટે તેમણે બહારથી ઇન્સ્યુલીન લેવું પડે છે.

૨) અને બીજું મોટપાને કારણે થાય છે. જો તમે વધુ જાડા છો, કે પછી તમે વધુ ફાસ્ટફૂડ ખાવ છો, તો તમને ડાયાબીટીસની તકલીફ થઇ શકે છે. અને તમે જાડા છો અને તમને ડાયાબીટીસ છે તો તમે પાતળા થઈને તમારા ડાયાબિટીસને દુર પણ કરી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડાયાબીટીસમાં સૌથી પહેલા તો શું ખાવું જોઈએ અને શું નહી તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે સારી રીતે ખાવા પીવા ઉપર ધ્યાન આપશો તો તમે ડાયાબિટીસને વગર દવાએ પણ દુર કરી શકો છો. જણાવી દઈએ કે એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, જો ડાયાબીટીસના દર્દીએ રોજ શાકાહારી અને ઓછા કોલેસ્ટ્રોલ વાળું ભોજન આપવામાં આવે, તો તેનાથી ડાયાબીટીસના લેવલને ઓછું કરી શકાય છે, અને ડાયાબિટીસને હંમેશા માટે દુર કરી શકે છે.

1) ઓછી ચરબી યુક્ત આહાર :

જો ઓછી ચરબી વાળું ભોજન ખાવામાં આવે તો એનાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે. તેથી ડાયાબીટીસના દર્દીએ હંમેશા ઓછી ચરબીવાળું ભોજન જ ખાવું જોઈએ. તેનાથી એક તો શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે, અને સાથે જ ડાયાબીટીસનું લેવલ પણ ઓછું થતું જાય છે.

તેમજ ધ્યાન રાખવું કે, ખોરાકને હંમેશા ચાવી ચાવીને જ ખાવો જોઈએ. જો તમે સારી રીતે ખોરાકને ચાવીને ખાશો તો ખાવામાં રહેલ પ્રોટીન અને મિનરલ તમારા શરીરમાં સારી રીતે પ્રવેશ કરી શકશે. જેથી તમે ખુબ જ જલ્દી ડાયાબીટીસ સાથે ઘણી બધી તકલીફો માંથી પણ છુટકારો મેળવશો.

૨) શાકભાજીનો ભરપુર ઉપયોગ :

ડાયાબીટીસની અસર ઓછી કરવાં માટે રોજના ડાયટમાં ફળ, લીલા શાકભાજી, દૂધ અને દૂધમાંથી બનેલ પદાર્થ, અનાજ આ બધું ઉમેરો. કારણ કે આમ કરવાથી તમે ઘણી જલ્દી ડાયાબીટીસથી છુટકારો મેળવશો. એવું એટલા માટે કારણ કે, આ બધી વસ્તુઓ તમારા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને મિનરલ્સ વધારી દે છે. અને સાથે જ તે તમારા શરીરમાં ઇન્સ્યુલન વધારે છે, જેને કારણે ડાયાબીટીસનું લેવલ એટલે લોહીના શુગરનું લેવલ ઓછું થઇ જાય છે. અને તમે ઘણું જલ્દી ડાયાબીટીસથી છુટકારો મેળવી શકો છો.

૩) ચા કોફી બંધ કરવી :

જણાવી દઈએ કે, જો તમે ચા કોફીના શોખીન છો તો એને વહેલામાં વહેલી તકે ઓછું કરો. તમે એનો ઉપયોગ નહી જેવો કરશો, તો તેના કારણે તમને તેના ફાયદાકારક પરિણામ મળી શકે છે. ડાયાબીટીસના દર્દીએ ગળ્યું કે ડબ્બા બંધ કે પેકેટ વાળું ખાવાનું ન ખાવું જોઈએ. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલેરી હોય છે, જે તમારા શરીરમાં ચરબી વધારી દે છે, અને સાથે જ તમારા ઇન્સ્યુલીન લેવલને પણ ઓછું કરી દે છે. જેથી તમારે ડાયાબીટીસનો સામનો કરવો પડે છે.

4) ડબ્બા અને બહારની ખાણીપીણીનો સંપૂર્ણ ત્યાગ અને કારેલાના જ્યુસનું સેવન :

ડાયાબીટીસના દર્દીઓ ટમેટા, કાકડી, ડુંગળી, લસણને તમારા રોજના ખાવામાં જરૂર ઉપયોગ કરો. આમ કરવાથી તમે ઘણું જલ્દી ડાયાબીટીસના લેવલને ઓછું કરી શકો છો. આવી વસ્તુઓ ખાવાથી તમારા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને મિનરલ્સ આવે છે, જેને કારણે તમે ઘણી જલ્દી તમારા શરીરમાં ઇન્સ્યુલીનને વધારી શકો છો, અને ડાયાબીટીસની તકલીફથી છુટકારો મેળવી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડાયાબીટીસ માટે કારેલા ખુબ જ સારા માનવામાં આવે છે. અને જો તમે કારેલાનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમને ઘણું સારું પરિણામ મળી શકે છે. તે તમારા ડાયાબિટીસને ઘણું જલ્દી દુર કરી દે છે. તેના માટે તમે કારેલાનું જ્યુસ કે તેના શાકનો ઉપયોગ કરી શકો છો.

5) કસરત અને વ્યાયામ, પ્રાણાયામ :

ઉપર જણાવેલી વાતોનું ધ્યાન રાખવાની સાથે સાથે તમારે કસરત પણ કરવી જોઈએ. મિત્રો, જો તમે રોજ નિયમિત રીતે કસરત કરો છો, તો તેનાથી તમે તમારી ડાયાબીટીસને ઘણી જલ્દી દુર કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.