ભોજપુરી સિનેમાની જાન છે આ 5 એક્ટ્રેસ, તેમના હોટ ફોટાઓ જોઈને બની જશે તમારો દિવસ.

0
217

હોટનેસમાં બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે આ 5 ભોજપુરી એક્ટ્રેસ, જુઓ તેમના હોટ ફોટા. આજે હિન્દી સિનેમાની જેમ ભોજપુરી સિનેમા પણ દર્શકોને ઘણું મનોરંજન પૂરું પાડે છે. તેની સાથે જોડાયેલા રહેવા વાળા દર્શકોની સંખ્યા કરોડોમાં છે. જેટલી ભોજપુરી ફિલ્મો પસંદ આવે છે, એટલા જ તેના કલાકાર પણ લોકો વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય બનતા રહે છે. આજે ભોજપુરી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે. જે તેની હોટ અદાઓ અને સુંદરતાને લઈને લોકોની નજરમાં જળવાઈ રહે છે. આવો આજે અમે તમને એવી જ 5 ભોજપુરી અભિનેત્રીઓ વિષે જણાવીએ.

આમ્રપાલી દુબે : આમ્રપાલી દુબેને ભોજપુરી સિનેમાની સૌથી મોટી, સૌથી હીટ, સૌથી હોટ અને સૌથી સુંદર અભિનેત્રી ન કહીએ તો તેની સાથે ન્યાય નહિ થાય. તે ભોજપુરી સિનેમાની સૌથી વધુ ચર્ચિત અને પસંગી પામતી અભિનેત્રી માંથી એક છે. ઘણી હીટ ફિલ્મો આપી ચુકેલી આમ્રપાલી તેના બોલીવુડ ડેબ્યુ પહેલા ઘણી હિન્દી ટીવી સીરીયલ્સમાં પણ જોવા મળી છે. દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆ જે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર છે, તેની સાથે આમ્રપાલીની જોડી સૌથી વધુ હીટ રહી છે. બંને કલાકારોએ એક સાથે સૌથી વધુ ફિલ્મો કરી છે.

રાની ચટર્જી : રાની ચટર્જીને પણ ભોજપુરી સિનેમા જોવા અને પસંદ કરવા વાળા દર્શકો સારી રીતે પરિચિત છે. ખાસ વાત એ છે કે રાની ચટર્જીની ફિલ્મી કારકિર્દી લગભગ 14 વર્ષની ઉંમરમાં જ શરુ થઇ ગઈ હતી. તેની પહેલી ફિલ્મ ‘સસુરા બડા પઈસા વાલા’ ના નામની ભોજપુરી સિનેમાથી ઘણા રેકોર્ડ નોંધાવાયા છે. કમાણીની બાબતમાં આ ફિલ્મે તમામ રેકોર્ડ તેના નામે કર્યા હતા. રાનીની સુંદરતા જોવા જેવી છે. હાલમાં જ તે મસ્તરામ નામની વેબ સીરીઝમાં પણ જોવા મળી હતી. તે આ સીરીઝમાં આપવામાં આવેલા બોલ્ડ સીનથી તેણે ઘણી પ્રસંશા મેળવી હતી. તે અત્યાર સુધી 200 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં તેના અભિનયનો જાદુ પાથરી ચુકી છે.

અક્ષરા સિંહ : અક્ષરા સિંહ પણ સૌથી ચર્ચિત અને સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. અક્ષરા સિંહ દેખાવમાં કોઈ બોલીવુડ અભિનેત્રીથી પાછી પડે તેવી નથી લગતી. ન માત્ર તે એક ઉત્તમ કલાકાર છે, પરંતુ તે એક સારી ગાયિકા તરીકે પણ ઓળખાય છે. અક્ષરાએ આજથી 9 વર્ષ પહેલા વર્ષ 2011માં તેની ભોજપુરીથી કારકિર્દી શરુ કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી ‘પ્રાણ જાઈ પર વચન જ જાઈ’. ભોજપુરી સિનેમાની સુપર સ્ટાર પવન સિંહ સાથે અક્ષરાની જોડી દર્શકો ખુબ પસંદ કરે છે. બંનેના પ્રેમની ચર્ચા પણ ફિલ્મી જગતમાં ઘણી સમાચારોમાં રહી ચુકી છે.

કાજલ રાઘવાની : કાજલ રાઘવાનીએ તેની ફિલ્મી કારકિર્દીની શરુઆત 16 વર્ષની નાની ઉંમરમાં જ કરી દીધી હતી. તે પહેલી વખત ગુજરાતી ફિલ્મ માં જોવા મળી હતી. કહેવામાં આવે છે કે કાજલ રાઘવાની તેની પહેલી જ ગુજરાતી ફિલ્મથી સમાચારોમાં જળવાઈ રહેવામાં સફળ રહી હતી. આજકાલ કાજલને ભોજપુરી સિનેમાની સૌથી હોટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. કાજલ રાઘવાનીને પસંદ કરવા વાળાની સંખ્યા લાખોમાં છે. તે ભોજપુરી સિનેમા સુધી જ સીમિત નથી, પરંતુ તેની સુંદરતાની ચર્ચા બોલીવુડમાં પણ થાય છે. કાજલે તેની ભોજપુરી ડેબ્યુ 7 વર્ષ પહેલા વર્ષ 2013માં કરી હતી. આ વર્ષે તેની પહેલી ફિલ્મ ‘રિહાઈ’ આવી હતી ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે કાજલની જોડીને ઘણી પસંદ કરવામાં આવે છે.

નિધિ ઝા : અભિનેત્રી નિધિ ઝા પણ ભોજપુરી સિનેમાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાં રહેલી છે. ભોજપુરી સિનેમાને નિધિએ ઘણી હીટ અને સુંદર ફિલ્મો આપી છે. ભોજપુરી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા નિધિ ઝા એ ઘણી હિન્દી ટીવી સીરીયલ્સમાં પણ કામ કર્યું છે. અહિયાંથી તે ઓળખ ઉભી કરવામાં સફળ રહી હતી. નિધિ ઝા ભોજપુરી સિનેમાના ઘણા મોટા કલાકારો સાથે અત્યાર સુધી કામ કરી ચુકી છે. કહેવામાં આવે છે કે ભોજપુરી સિનેમામાં સૌથી અલગ અને વિશેષ રોલ કરવાને કારણે તેને વધુ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.