ભોજપુરી અભિનેત્રીને માથાફરેલ આશિકે કરી કિડનેપ, સોનભદ્રની હોટલમાં કરી બંધ, જુઓ ફોટો.

0
1209

પ્રેમ એવી વસ્તુ છે જેમાં બધું શક્ય છે. તેમાં લોકો જીવ પણ આપી શકે છે, અને કોઈનો જીવ લઈ પણ શકે છે. આવો જ એક કિસ્સો હમણાં જ સામે આવ્યો છે, જેમાં એકતરફી પ્રેમમાં પાગલ એક યુવક એક છોકરીના પ્રેમમાં એટલી હદે ગાંડો જાય છે, કે ન કરવાનું કામ કરી બેસે છે. એકતરફી પ્રેમી પોતાના પ્રેમ માટે શું શું કરે છે, તેના વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સોનભદ્રના રોબર્ટસગંજમાં આવેલી હોટલ શૂભ શ્રી પેલેસમાં, શનિવારે એક માથાભારે પ્રેમીએ ભોજપુરી ફિલ્મનું શુટિંગ કરવા પહોંચેલી અભિનેત્રીને રૂમમાં પુરી દીધી હતી. એ અભિનેત્રી દ્વારા આરોપીનો સામનો કરવા પર એણે ગોળી ચલાવી દીધી, જે દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહેલા શુટિંગ ટીમના સભ્ય મુહ્સી ગામના રહેવાસી અશોકની કમરમાં લાગી. દરવાજો ખોલાવ્યા પછી આરોપીએ એસપી ઉપર પણ ફાયરીંગ કરી દીધું, પરંતુ તે માંડ માંડ બચ્યા હતા.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુંબઈ સહીત બીજા સ્થળોએ ભોજપુરી ફિલ્મના શુટિંગ માટે કલાકાર ૧૮ મે ના રોજ રોબર્ટસગંજ પહોચ્યા હતા. હોટલ શુભ શ્રી પેલેસ ઉપરાંત બે બીજી હોટલમાં પણ બધા કલાકારો રોકાયા છે. શનિવારે સવારે દસ વાગ્યે આરોપી પંકજ હોટલ પહોંચ્યો અને પોતે શુટિંગ કરવા વાળાનો ઓળખીતો છે એવું જણાવી હોટલમાં પ્રવેશી ગયો.

લગભગ ૧૧ વાગ્યે અભિનેત્રીના રૂમની બહાર ઉભેલા સુરક્ષા કર્મચારીઓ ક્યાંક ગયા, એટલે તક જોઇને પંકજ અભિનેત્રીના રૂમની અંદર જતો રહ્યો, અને બારણું બંધ કરી દીધું. અભિનેત્રીએ બુમો પાડીને પંકજનો સામનો કર્યો. અને અન્ય સભ્યોને એની જાણ થવાથી તેઓ અભિનેત્રીને બચાવવા માટે લોકો દરવાજો તોડવા લાગ્યા. ત્યારે આરોપીએ ગોળી ચલાવી દીધી, જે ચુર્ક પોલીસ સ્ટેશનની હદમાં આવતા મુહ્સી ગામના રહેવાસી અશોકને લાગી ગઈ.

એસપી સલમાન તાજ પાટીલે કાર્યવાહી નહિ કરવાનું આશ્વાસન આપવાથી આરોપીએ દરવાજો ખોલી નાખ્યો. પરંતુ રૂમમાં દાખલ થતા જ તેણે એસપી ઉપર પણ ફાયરીંગ કરી દીધું. પરંતુ ટુકડીની મદદથી એસપીએ આરોપીને પકડીને કોતવાલી મોકલી આપ્યો. ઈજાગ્રસ્ત અશોકને ટ્રામા સેન્ટર મોકલી દેવામાં આવ્યો.

એસપીએ જણાવ્યું કે, અભિનેત્રી ગોરખપુરના રહેવાસી પંકજના કબજામાં હતી. અને તેનો જીવ બચાવવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને રૂમમાં જવું પડ્યું. આરોપી બે વર્ષથી અભિનેત્રીને હેરાન કરી રહ્યો હતો. પીડિત અભિનેત્રી મુંબઈ સહિત ઘણા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચુકી છે. હાલમાં એ અંગે તપાસ ચાલુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.