મળો સાડા 6 ફૂટ લાંબા મહાભારતના ભીમને, BSF ની નોકરી છોડી પછી કંઈક આવી રીતે મળ્યો હતો યાદગાર રોલ.

0
99

મહાભારતના ભીમ ભારત માટે એશિયન ગેમ્સમાં 4 મેડલ જીતી ચુક્યા છે, ઘણા બધા હિટ ટીવી શો અને ફિલ્મોમાં કર્યું છે કામ.

90 ના દશકની ચર્ચિત સિરિયલ મહાભારત અને રામાયણને લોકોએ ખુબ પ્રેમ આપ્યો છે. તેના રીટેલિકાસ્ટ સમયે પણ લોકોએ તેને ખુબ પ્રેમ આપ્યો અને ઉત્સાહથી બંને શો જોયા. મહાભારત સિરિયલના દરેક પાત્ર આજે પણ લોકોના દિલમાં છે. પછી ભલે તે દ્રૌપદી બનેલી રૂપા ગાંગુલી હોય કે ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતી. મહાભારતના આજે પણ લોકોને સારી રીતે યાદ છે. આ સિરિયલમાં ભીમનું પાત્ર ભજવતા એક્ટર પ્રવીણ કુમાર સોબતીને બધા ઓળખે છે, પણ તેમના વિષે એ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે, તે ભારત માટે એશિયન ગેમ્સમાં 4 મેડલ જીતી ચુક્યા છે. તેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ શામેલ છે.

ભારતીય એથ્લીટ છે પ્રવીણ કુમાર : સાડા 6 ફૂટના પ્રવીણ કુમાર 1966 અને 1970 માં સ્ટાર ઇન્ડિયન એથ્લીટ રહ્યા છે. પોતાની લંબાઈને કારણે તે વર્ષો સુધી હેમર થ્રો અને ડિસ્ક થ્રોના ખેલાડી રહ્યા. 1966 અને 1970 માં બેંકોકમાં થયેલા એશિયન ગેમ્સમાં પ્રવીણે ડિસ્ક થ્રો માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારત માટે જીત્યા ઘણા મેડલ : 1966 માં જ હેમર થ્રો માં પ્રવીણને બ્રોન્ઝ મેડલ મળ્યો. 1974 માં તેહરાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પ્રવીણે ડિસ્ક થ્રો માં સિલ્વર મેડલ જીત્યો. 1968 અને 1972 માં થયેલા સમર ઓલમ્પિક્સમાં પણ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બીએસએફની નોકરી છોડી બન્યા ભીમ : રમતને કારણે જ પ્રવીણ કુમારને સીમા સુરક્ષા બળ (BSF) માં ડેપ્યુટી કમાન્ડેટની નોકરી મળી ગઈ હતી, પણ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. 1986 માં એક દિવસ પંજાબી મિત્રએ પ્રવીણને જણાવ્યું કે, બીઆર ચોપડા મહાભારત બનાવી રહ્યા છે અને ભીમના પાત્ર માટે એક શક્તિશાળી વ્યક્તિ શોધી રહ્યાં છે. તે ઈચ્છે છે કે તું એકવાર તેમને મળે.

30 ફિલ્મો પછી મળ્યો હતો ભીમનો રોલ : 1988 સુધીમાં લગભગ 30 ફિલ્મોમાં કામ કર્યા પછી પ્રવીણ કુમાર બીઆર ચોપડાને મળ્યા અને પછી નક્કી થયું કે મહાભારતમાં ભીમનો રોલ પ્રવીણ કુમાર સોબતી જ ભજવશે. તે પાત્ર એટલું લોકપ્રિય થયું કે પ્રવીણ પોતે ઘણા ઇન્ટરવ્યૂમાં જણાવી ચુક્યા છે કે, ઘણી વખત લોકોએ તેમને બસ, ટ્રેન અને પ્લેનમાં સફર કરતા સમયે ઘેરી લીધા હતા.

40 વર્ષ પહેલા આ ફિલ્મથી કરી હતી શરૂઆત : પ્રવીણ કુમારે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 1981 માં આવેલી ફિલ્મ રક્ષાથી કરી હતી. એજ વર્ષે તેમની બીજી ફિલ્મ મેરી આવાજ સુનો પણ આવી હતી. આ બંને ફિલ્મોમાં તેમની સાથે જીતેન્દ્ર હતા.

અમિતાભ સાથે કરી ચુક્યા છે કામ : પ્રવીણ કુમાર સોબતી અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘શહેંશાહ’ માં કામ કરી ચુક્યા છે. ફિલ્મમાં તે મુખ્તાર સિંહના પાત્રમાં હતા, જેને અમિતાભ કહે છે કે, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ, નામ હૈ શહેંશાહ. પ્રવીણે ચાચા ચૌધરી સિરિયલમાં સાબુનું પાત્ર પણ ભજવ્યું હતું.

લોકો લાઈનમાં લાગીને પગે પડતા હતા : એક ઇન્ટરવ્યૂમાં પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, ભીમના રોલને કારણે લોકો લાઈનમાં લાગીને તેમને પગે પડતા હતા અને તેમને ઘણું સન્માન મળતું હતું. પણ આ કારણે તે ટાઇપકાસ્ટ થઈ ગયા અને તેમને એક ખાસ છબી સાથે બાંધી દેવામાં આવ્યા, જેનો અફસોસ તેમને આજે પણ છે.

છેલ્લી વખત આ ફિલ્મમાં દેખાયા હતા : 1998 સુધી સતત ફિલ્મો અને ટીવીમાં સક્રિય રહ્યા પછી પ્રવીણ કુમારે એક્ટિંગથી અંતર બનાવી લીધું. લગભગ 14 વર્ષ પછી 2012 માં તે ધર્મેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી એક ફિલ્મ ભીમમાં જોવા મળ્યા હતા. પણ પછી તેમણે એક્ટિંગ છોડીને રાજનીતિમાં પગલું ભર્યું.

આપ પછી બીજેપીમાં આવ્યા : 74 વર્ષના થઇ ચૂકેલા પ્રવીણ કુમારે 2013 માં આમ આદમી પાર્ટી જોઈન કરી અને વજીરપુરથી દિલ્લી વિધાનસભા માટે ચૂંટણીમાં ઉભા રહ્યા પણ હારી ગયા. ત્યાર બાદ 2014 માં તેમણે બીજેપીનો હાથ પકડ્યો.

હવે લેવી પડે છે લાકડીની મદદ : એક ઇન્ટરવ્યૂમાં પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, હવે લોકો તેમને મળવા નથી આવતા. તેમજ તેમની તબિયત પણ સારી નથી રહેતી અને ચાલવા માટે પણ તેમણે લાકડીની મદદ લેવી પડે છે.

આ ફિલ્મોમાં કર્યું કામ : પ્રવીણ કુમારે રક્ષા, ગજબ, હમસે હૈ જમાના, હમ હૈ લાજવાબ, જાગીર, સિંહાસન, નામોનિશાન, ખુદગર્જ, લોહા, દીલજલા, શહેંશાહ, કમાંડો, માલામાલ, અગ્નિ, બીસ સાલ બાદ, પ્યાર મોહબ્બત, ઇલાકા, આજ કા અર્જુન, નાકાબંદી, બેટા હો તો એસા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.