ભાવનગરના પ્રખ્યાત ભરેલા મરચા ખાસો તો ક્યારેય એનો સ્વાદ નહિ ભૂલો, જાણો એની રેસિપી

0
6212

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે અવારનવાર નવી નવી વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. અને આજે પણ અમે તમારા માટે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ. અને એ છે ભાવનગરના પ્રખ્યાત ભરેલા મરચાંની રેસિપી.

તમારામાંથી ઘણા લોકોએ ભરેલા મરચા બનાવીને ખાધા હશે. પણ તમે કદાચ ભરેલા ભાવનગરી મરચા બનાવીને ટ્રાઈ નહિ કર્યા હોય. એટલા માટે આજે અમે તમારા માટે ભરેલા મરચાની રેસીપી લઇને આવ્યા છીએ. જણાવી દઈએ કે, આ મરચાં બનાવવામાં સહેલા અને ઝડપ છે. તો આવો તમને જણાવીએ કે, ભરેલા ભાવનગરી મરચા કેવી રીતે બનાવવા?

જરૂરી સામગ્રી :

ભાવનગરી મરચાં : 10 નંગ,

આદું મરચાની પેસ્ટ : 2 ચમચી,

મગની મોગર દાળ (પલાળેલી) : 1/2 કપ,

સમારેલી ડુંગળી : 1/2 કપ,

હળદળ : 1 ચમચી,

કોથમીર : 2 ચમચી,

તેલ : 1/2 બાઉલ,

હિંગ : 1 ચપટી,

જીરું : 1/2 ચમચી,

મીઠું : સ્વાદ અનુસાર.

ભાવનગરી મરચા બનાવવાની રીત :

ભાવનગરી મરચા બનાવવા માટે સૌથી પહેલા તાજા મરચાં લઈ આવો. પછી એ મરચાંને સારી રીતે ધોઈને તેમાં કાપા કરી લો. હવે એ મરચામાં ભરવામાં આવતો મસાલો તૈયાર કરો. એ મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો.

હવે જીરું લાલ થાય એટલે તેમાં ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ અને હળદર નાખીને એને સારી રીતે સાંતળો. પછી જયારે ડુંગળી અધકચરી ચઢી જાય એટલે તેમાં પલાળેલી મગની દાળ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દો. પછી તેમાં થોડું પાણી ઉમેરો અને મગની દાળને ચઢવા દો. મગની દાળ સારી રીતે ચઢી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં કોથમીર ઉમેરીને તેને એકબાજુ થોડું ઠંડુ થવા માટે મુકી દો.

એ ઠંડુ થાય એટલે એ મસાલાને કાપ મુકેલા મરચામાં ભરો. ત્યારબાદ એનો વઘાર કરો. એના માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં ભરેલાં મરચાં નાખીને થોડી વાર માટે સાંતળો. પછી તેને ધીમા તાપે ચઢવા દો. તમારે બધાં મરચાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને ચઢવા દેવાના છે. તો આ સરળ રીતે તૈયાર છે તમારા ટેસ્ટી અને મસાલેદાર ‘ભરેલાં ભાવનગરી મરચાં’.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.