ભારતીય પાછા વાયરલ થયા, સિંગાપોરમાં થયેલી દેસી લડાઈ જોઈને તમે પણ લોટ-પોટ થઈ જશો

0
445

હંમેશા તમે ભારતીય લોકોને મુસાફરી કરતા જોયા હશે, ભાઈ આપણો સામાન જોઈને દુનિયા ચકિત રહી જાય છે. આપણે લોકો મુસાફરી પર જતા સમયે પોતાના સામાનની સંખ્યા કાંઈક વધારે જ કરી દઈએ છીએ. હવે શું છે કે, રસ્તામાં ન જાણે કયારે અને કઈ વસ્તુની જરૂર પડી જાય, કાંઈ કહી નથી શકાતું.

ઘણી વાર એજ સામાનને લઈને મુસાફરી દરમિયાન લોકોની લડાઈ થઈ જાય છે. એવા જ એક મામલાનો વિડીયો હાલના દિવસોમાં સિંગાપુરમાંથી સામે આવ્યો છે, જેને જોઈને એકવાર તો તમે પણ ચકિત રહી જશો. આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાતો જઈ રહ્યો છે. વિડીયોમાં કથિત રીતે વધારે સામાન સાથે લઈ જવાને કારણે પર્યટકોના એક સમૂહ અને બસ ચાલક વચ્ચે ગરમા-ગરમ તકરાર થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ ચાલકની સાથે ઝગડો કરવા વાળા પર્યટક ભારતના હતા જેની પુષ્ટિ સ્થાનિક મીડિયા રિપોર્ટ દ્વારા થઈ છે.

13 સીટર પર વધારે સામાનના લોડને રાખવાની ના પાડવા પર ટુર ગ્રુપ દ્વારા બસ ડ્રાઈવરને પરેશાન કરવામાં આવ્યો. પછી તેઓ સામાનની ઉપર રાખવા માટે એક વ્હીલ ચેયર લાવ્યા. એને મુકવા માટે ડ્રાઈવરે ના પાડી દીધી, કારણ કે અચાનક બ્રેક મારવા પર તે અંદર બેસેલા યાત્રીઓ માટે ખતરનાક થઈ શકતું હતું, પણ તે પરિવારે ડ્રાઈવરને ખીજાવાનું શરૂ કરી દીધું.

Theindependent. sg અનુસાર, હોટલ પાર્કરોયલના કર્મચારીઓએ પોતાના પરિસરમાં થયેલી વિવાદાસ્પદ ઘટનાની પુષ્ટિ કરી છે. સ્ટાફ સભ્યોએ મીડિયા આઉટલેટ સાથે વાત કરતા કહ્યું કે, તેમણે પરિવાર અને બસ ચાલક વચ્ચે થયેલી લડાઈનું શાંતિથી સમાધાન લાવવા પ્રયત્ન કર્યો હતો.

જો કે પછીથી તેમણે પર્યટક પરિવારને આ આશ્વાશન આપ્યું કે, બીજું એક વાહન જે સાઈઝમાં મોટું છે તેમાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે, એ પછી તેઓ 13 સીટર વાહન ખાલી કરવા માટે સહમત થયા. અહીં સુધી કે જયારે ડ્રાઈવરે સમય સર બસ ખાલી કરવા માટે કહ્યું, ત્યારે સામાન હટાવતા દરમિયાન પણ પરિવારના સભ્યો અને ડ્રાઈવર વચ્ચે ઝગડો ચાલુ રહ્યો.

જુઓ વિડીયો :

Tour bus baggage load argument

<Reader's Contribution by Lim>Singapore driver bullied by Tour Group for refusing load extra luggage on 13 seater … then they brought another wheel chair to put on top of luggage … driver refused as it is dangerous for passengers sitting inside due to sudden brake can drop.. but family started shouting at driver. This what's happened..

All Singapore Stuff ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಬುಧವಾರ, ಜನವರಿ 1, 2020

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.