કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી NCB ને મળી ખતરનાક વસ્તુ, પતિ સાથે તેની પણ કરી ધરપકડ.

0
356

NCB એ કોમેડી કવીન ભારતી સિંહના ઘરે માર્યો છાપો, ડેંજર વસ્તુ મળી આવતા પતિ-પત્ની બંનેની ધરપકડ થઇ. બોલીવુડમાં ડ્રગ્સ કેસમાં આ વખતે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી (NCB) નો સકંજો ક્સાયો છે કોમેડિયન ભારતી સિંહ ઉપર. માહિતી મળી છે કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયાના મુંબઈમાં આવેલા ઘરમાંથી NCB ની ટીમને ગાંજો પણ મળ્યો છે. ભારતીના ઘરની સાથે જ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે અંધેરી, લોખંડવાલા અને વર્સોવા વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે.

કોમેડિયન ભારતી સિંહ વિરુદ્ધ NCB એ આ કાર્યવાહી શનિવારના રોજ કરી છે. તે દરમિયાન NCB ની ટીમને ભારતી અને હર્ષના ઘરમાંથી ગાંજો મળી આવ્યો છે. આમ તો હજુ એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને ભારતીના ઘરમાંથી કેટલા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો છે.

જાણો કેમ છાપો માર્યો? મીડિયા અહેવાલમાં એ જણાવવામાં આવ્યું છે કે, બોલીવુડ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના હાથમાં એક ડ્રગ પેડલર લાગ્યું હતું. જે ડ્રગ પેડલર પાસેથી મળેલી માહિતી મુજબ એનસીબીની ટીમ દ્વારા ભારતી સિંહ અને તેના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરતા શનિવારે તેમના મુંબઈમાં આવેલા ઘર પર છાપો મારવામાં આવ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, જે સમયે એનસીબીની ટીમ હર્ષ અને ભારતીના ઘરે છાપો મારવા પહોંચી હતી, તે સમયે બંને કલાકાર પોતાના ઘરે જ હાજર હતા. ટીમે તેમની હાજરીમાં જ તેમના ઘરમાં છાપો માર્યો. છેલ્લે આ બંને કલાકાર એક સાથે ઇંડિયાઝ બેસ્ટ ડાંસર ટીવી શો ને હોસ્ટ કરતા જોવા મળ્યા છે. અને ભારતી સિંહ કપિલ શર્માના શોમાં પણ કામ કરી રહી છે.

ગયા અઠવાડીયામાં અર્જુન રામપાલને લીધા હતા રડારમાં : NCB એ અત્યાર સુધીમાં ડ્રગ્સ કેસને લઈને ઘણા કલાકારોને ઝપેટમાં લીધા છે. થોડા દિવસો પહેલા બોલીવુડના જાણીતા અભિનેતા અર્જુન રામપાલે પણ NCB નો સામનો કરવો પડ્યો હતો. ગયા અઠવાડિયે એનસીબીએ અર્જુન રામપાલને ડ્રગ્સ કેસમાં સરકારી કાગળ મોકલ્યા હતા, અને તેમને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

એનસીબીએ ગયા શુક્રવારે મુંબઈમાં આવેલા તેમના કાર્યાલયમાં અર્જુન રામપાલ સાથે 7 કલાક સુધી લાંબી પુછપરછ કરી હતી. તે પહેલા આ 47 વર્ષીય અભિનેતાના એક મિત્ર ડેમેટ્રીયડસની લોનાવાલાથી ધરપકડ કરવામાં આવી હતી. બાંદ્રામાં અર્જુનના ઘરની તપાસ પછી આ પગલું ભરવામાં આવ્યું હતું.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલમાંથી સંપાદન કરી લીધેલ છે.