ભારતનું ભૂતિયા ગામ જ્યાં રાત તો શું દિવસે પણ જતા ડરે છે લોકો.

0
2433

શ્રીલંકાની સરહદ ઉપર ભારતનું છેલ્લું ગામ છે ધનુષકોટી, આ ગામ હવે દેશના ભૂતિયા કહેવાતા સ્થળોમાં જોડાઈ ગયું છે. કેમ કે અહિયાં અંધારું થયા પછી ફરવા ઉપર પ્રતિબંધ છે. રામેશ્વરથી અહિયાં પહોચવાનો રસ્તો ૧૫ કિલોમીટર લાંબો છે. જે ઘણો જ સુમસામ, બિહામણો અને રહસ્યમયી માનવામાં આવે છે. એટલા માટે અહિયાં લોકો દિવસના અજવાળામાં પણ જુથમાં આવે છે અને સાંજ થતા પહેલા જ પાછા ફરી જાય છે.

આ ગામમાં વધતા પ્રવાસીઓને કારણે ભારતીય નૌસેનાએ પોતાની ત્યાં ચોકી પણ ઉભી કરી લીધી છે અને અહીયાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહિયાં તમે મહાસાગરના ઊંડા અને છીછરા પાણીને બંગાળની ખાડીના છીછરા અને શાંત પાણી સાથે ભળતું જોઈ શકો છો. પરંતુ આ સ્થળ ભૂતિયું કહેવાયા પછી વધુ ચર્ચામાં છે.

૧૯૬૪માં આવેલા વિનાશક વાવાઝોડાએ તે ગામને સંપૂર્ણ રીતે નાશ અને ખેદાન મેદાન કરી દીધું હતું. તે પહેલા અહિયાં તમામ સુવિધાઓ રહેલી હતી. પરંતુ વાવાઝોડાએ આ સ્થળની સુંદરતાને હંમેશા માટે ખંડેરમાં ફેરવી દીધું. હિંદુ માન્યતાઓ મુજબ ધનુષકોટીને ખુબ જ પવિત્ર સ્થળ માનવા આવે છે.

એક તરફ આ સ્થળને ભગવાન રામ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, તો બીજી તરફ અહિયાં પ્રેત આત્માઓના રહેવાની પણ સંભાવના રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે વાવાઝોડાને કારણે અહિયાં ઘણા લોકો કમોતે મરી ગયા. જેનો શ્રાધ કર્મ પણ નથી થયો. એટલે તે મરી ગયેલા લોકોની આત્મા આ સ્થળ ઉપર વાસ કરે છે.

ધનુષકોટીને લઈને માન્યતા એ છે કે લંકા જીત્યા પછી ભગવાન શ્રીરામે રાજપાટ રાવણના ભાઈ વિભીષણને સોંપી દીધું હતું, ત્યાર પછી વિભીષણ શ્રીરામને લંકા આવવા માટે બનાવેલા રામસેતુને તોડી નાખાવાની ઈચ્છા વ્યક્ત કરી. તે અંગે ભગવાન રામે તેની વાત માનીને પોતાના તીરથી રામસેતુના એક છેડાને તોડી નાખ્યો ત્યાર પછી તે સ્થળનું નામ ધનુષકોટી પડી ગયું.

શ્રીલંકા સરહદ ઉપર જે સ્થળે આ ગામ છે, તેને ભારતનું સૌથી નાનું શહેર પણ માનવામાં આવે છે. આ સ્થળ ભારત અને શ્રીલંકાને એક બીજા સાથે જોડે છે. ધનુષકોટી એકમાત્ર એવું સ્થળ છે. જે પાકિસ્તાન જળસંધીમાં બાલુના ટીલા ઉપર માત્ર ૫૦ ગજની લંબાઈને કારણે જ દુનિયાનું સૌથી નાના સ્થળમાંથી એક ગણવામાં આવે છે.

૧૦૮૪ના વાવાઝોડા પહેલા ધનુષકોટી આગળ પડતું પ્રવાસીઓ માટેનું સ્થળ ગણવામાં આવતું હતું. અહિયાં સામાનને દરિયામાંથી ફેરવવા માટે ફેરી સેવાઓ હતી. એટલું જ નહિ પ્રવાસીઓને રોકાવા માટે અને ફરવા માટે રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન પણ હતા. હોટલ, બજાર અને પોસ્ટ ઓફીસ સુધીની સુવિધા હતી. અહિયાં પહેલા સરકારી માછલી ઉછેર વિભાગ પણ હતું.

એવી માન્યતા છે કે કાશીની તીર્થયાત્રા ત્યારે પૂરી થાય છે, જયારે લોકો મહોદધી અને રત્નાકર (હિન્દ મહાસાગર) ના સંગમ ઉપર આવેલા ધનુષકોટીમાં સ્નાન કરો અને રામેશ્વરમાં જઈને પૂજા કરવામાં આવે.

પૌરાણીક મહત્વ હોવાને લીધે લોકો આ સ્થળને જોવા આવે છે. પરંતુ જ્યારથી તેને ભૂતિયું માનવા લાગ્યા છે, ત્યારથી અહિયાં પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે. આમ તો ત્યાં ગામના લોકો હવે ઓછા પ્રમાણમાં જ રહે છે અને મોટાભાગે તે વેરાન જ પડ્યું રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.