ભારતમાં લોન્ચ થયા બે હાઈટેક ટ્રેકટર ક્લિક કરીને જાણો વધુ વિગત.

0
5245

કંપનીએ ભારતમાં પાંચ વર્ષમાં ૫૦ હજાર ટ્રેક્ટર વેચાણનું લક્ષ્ય રાખ્યું છે.

ભારત એક ખેતી પ્રધાન દેશ છે, અને ખેતીમાં હંમેશા નવી નવી ટેકનીક આવતી રહે છે, અને તેનાથી ખેતીનો વિકાસ થતો રહે છે. પહેલાના સમયમાં ખેતી બળદ અને બીજા પશુઓની મદદથી કરવામાં આવતી હતી, અને સમય જતા ટેકનોલોજીના વિકાસને લીધે ખેતીમાં ઘણો સુધારો થતો રહ્યો. આજના સમયમાં પણ ટ્રેક્ટર દ્વારા ખેતીની ટેકનીક ખુબ જ વિકસિત છે, અને તેના દ્વારા ખેતીકામ ઝડપથી થઇ શકે છે. આ ટ્રેક્ટરોમાં પણ ઘણા પ્રકારના સુધારા વધારા થતા રહે છે, એવો જ એક સુધારો હાલમાં જ બહાર પડ્યો છે, તેમાં હાઈટેક પ્રકારના ટ્રેક્ટર બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ઘણા પ્રકારના નવા નવા ફીચર આપવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને મદદરૂપ થઇ શકે, આવો તેના વિષે વિગતવાર જાણકારી મેળવીએ.

આઈટીએલ (ઇન્ટરનેશનલ ટ્રેક્ટર લીમીટેડ) એ બુધવારે પોતાના બે ઘણા પ્રસિદ્ધ ટ્રેક્ટર સોલીસ અને યન્માર બહાર પાડ્યા છે. આઈટીએલ કંપની તેના માટે જાપાન યન્માર એગ્રીબિજનેશ કંપની લીમીટેડ સાથે ભાગીદારી કરી છે. આ ટ્રેક્ટર લેટેસ્ટ હાઈટેક ફીચર્સથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે બંને ટ્રેક્ટરમાં ઘણા એવા ફીચર અને ટેકનોલોજી છે. જે ખેડૂતો માટે સ્માર્ટ ખેતીમાં મદદરૂપ થશે.

કિંમતનો ખુલાસો નથી :-

કંપની તરફથી હજુ બંને ટ્રેક્ટરની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સોલીસ અને યન્માર ટ્રેક્ટર ભારતમાં ખેતીની પદ્ધતિમાં ફેરફાર લાવશે. તેમણે કહ્યું કે કંપનીએ વર્ષ ૨૦૧૧માં પહેલુ સોલીસ ટ્રેક્ટર યુરોપમાં બનાવ્યું હતું. ત્યારથી અર્યાર સુધી ૮ વર્ષમાં ૧૨૦ દેશોમાં સોલીસનું ૧ લાખથી પણ વધુ ગ્રાહક છે. આ ટ્રેક્ટરની શરુઆતમાં પંજાબના હોશિયારપૂરમાં લાવવા માટે બનાવવામાં આવ્યું હતું.

પાંચ વર્ષમાં ૫૦ હજાર ટ્રેક્ટર વેચવાનો લક્ષ્ય :-

સોલીસ યુરોના ટોપ-5 ટ્રેક્ટર કંપનીમાં રહેલા છે. ભારતમાં ટ્રેક્ટર બહાર પાડ્યા પછી કંપની આવતા પાંચ વર્ષમાં ૫૦ હજાર ટ્રેક્ટરના વેચાણનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ આવતા બે વર્ષમાં લગભગ ૪૦૦ ડીલરશીપ ખોલવાનું આયોજન છે. કંપની પાસે ૨૦ થી લઈને ૧૨૦ હોર્સપાવરના ટ્રેક્ટરની રેંજ રહેલી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.