ભારતમાં આ જગ્યા પર દર વર્ષે ભરાય છે ચુડેલોનો મેળો, દુર દુરથી અહીં લોકો ચુડેલને જોવા આવે છે

0
3807

મિત્રો મેળાઓ તો તમે ઘણા જોયા હશે. તેમાં તમે પરિવાર અને મિત્રો સાથે જઈને ભરપુર આનંદ પણ લીધો હશે. પણ આજે અમે તમને મજા મસ્તી કરવતા મેળાની વાત નથી કરવાના. આજે અમે એક અલગ જાતના મેળા વિષે જણાવીશું જેને જાણીને તમને પણ નવાઈ લાગશે, કે આવું પણ આજની આધુનિક દુનિયામાં છે.

તો મિત્રો યુપીના મિર્જાપુરમાં એવો મેળો ભરાય છે, જ્યાં લાખોની સંખ્યામાં ભૂત અને પ્રેત જાદુ-ટોણાથી છુટકારો મેળવવા માટે આવે છે. આ મેળામાં માણસો કરતા વધારે ભૂત-પ્રેત ભેગા થાય છે. આ મેળામાં માણસો નહિ પણ ભૂત, ચુડેલ અને ડાકણ ભેગા થાય છે. વાંચવામાં વિચિત્ર લાગે છે ને. પણ ત્યાં એવું થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, એ મેળાના આયોજકોનો જ એવો દાવો છે કે, આ મેળો ૩૫૦ વર્ષથી સતત ભરાય રહ્યો છે. અહી માણસોને ભૂતોથી છુટકારો મળે છે અને નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે. અંધવિશ્વાસના આ મેળાને “ભૂતનો મેળો” પણ કહેવામાં આવે છે. મિર્જાપુરના અહરૌરા ક્ષેત્રના બહરી ગામમાં બેચુવીરની સમાધિ પર ભૂતોનો મેળો ભરાય છે. અંધવિશ્વાસના આ મેળામાં ભૂતોની ભીડ જમા થાય છે, જ્યાં ભૂત, ડાકણ અને ચુડેલથી મુક્તિ મળે છે.

અને આ ભૂતોના મેળામાં બિહાર, મધ્યપ્રદેશ અને પૂર્વ યુપી માંથી લાખો લોકો આવે છે. અને આ મેળો સતત ૩ દિવસ સુધી ચાલે છે. આ મેળામાં ભૂત પ્રેત જેવી બાધાઓથી મુક્તિ મેળવવા માટે લોકોની ભીડ જમા થાય છે. મેળામાં આવતા લોકો મેળાથી બે કિલોમીટર દુર ભકસી નદીના કિનારે સ્નાન કર્યા પછી પોતાના બધા વસ્ત્ર ત્યાં નદીના કિનારે જ છોડી દે છે. એ પછી તેઓ મેળામાં રહેલ બાબા બેચુબીરના સમાધી સ્થળ પર પહોચે છે.

એવી જાણકારી મળી છે કે સમાધિ સ્થળ પર પહોંચતા જ ભૂત પ્રેતની સમસ્યાથી પરેશાન લોકો ધુણવા લાગે છે. બેચુબીરની સમાધિ સામે બેસીને ઘણા બધા લોકો એક સાથે ધુણવા લાગે છે. આ સ્થળ વિષે એવી માન્યતા છે કે, સમાધિ પાસે રહેલા હવન કુંડની અગ્નિમાં ચોખા ફેંકવાથી એમના બધા ભૂત ભાગી જાય છે. આ મેળામાં લોકો માત્ર ભૂત ભગાડવા જ નહિ પણ સંતાન પ્રાપ્તિ માટે પણ આવે છે.

અહી એવી માન્યતા છે કે, બેચુબીરની સમાધિના દર્શન કરવાથી જેમને સંતાન ન થતું હોય તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. અને આ મેળામાં આશીર્વાદ મેળવવા માટે લોકો પોતાના બાળકોને પણ લઈને આવે છે. લોકો બાળકોને અગ્નિ કુંડ અને સમાધિ સ્થળ પર લઈ જઈને આશીર્વાદ અપાવે છે.

તમને અહી આવેલા એક વ્યક્તિની વાત જણાવીએ કે એમનું આ મેળા વિષે શું કહેવું છે? મિત્રો બિહારથી મેળામાં આવેલા ભક્ત રવિન્દ્ર અને એમના સાથીઓનું કહેવું છે કે, તેઓ ત્રણ વર્ષથી આ મેળામાં આવી રહ્યા છે. રવિન્દ્ર દર વર્ષે પ્રેત બાધાથી પરેશાન પોતાના પિતાને લઈને અહી આવે છે. એમને એવો વિશ્વાસ છે કે એમની સમસ્યાનું નિવારણ અહી થઇ જશે.

આમ તો મેળામાં સુરક્ષા માટે પોલીસ પણ ઉપસ્થિત હોય છે. પરંતુ મેળાની વ્યવસ્થા અને બેચુબાબાની સમાધીની દેખરેખ એમના ૬ વંશજ જ કરે છે. જયારે એમના વંશજને બેચુબીર વિષે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે, સમાધિ સ્થળના પુજારી દલવીર સિંહ યાદવનું કહેવું છે કે, બેચુબીર ભગવાન શંકરની સાધનામાં હંમેશા લીન રહેતા હતા. પરમ યોદ્ધા લોરિક એમના પરમ ભક્ત હતા. એકવાર લોરિક સાથે બેચુબીર સાથે આ ગાઢ જંગલમાં રોકાયા હતા. તેઓ ભગવાન શિવની આરાધનામાં લીન હતા ત્યારે એમના પર એક સિંહે હુમલો કરી દીધો.

સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં બેચુબીરે પોતાના પ્રાણ ત્યાગ્યો હતો, અને એ જગ્યા પર બેચુબીરની સમાધિ બનાવવામાં આવી હતી. અને ત્યારથી જ અહી મેળો ભરાય છે. જે ત્રણ દિવસ સુધી ચાલે છે, જ્યાં ભૂત, પ્રેત સિવાય નિ:સંતાન પણાની સમસ્યા વાળા લોકો પણ આવે છે.

મેળામાં વાતાવરણ ઘણું તંગ રહેવાને કારણે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને પી.એ.સી પણ હોય છે. હાલના સમયમાં ભૂત પ્રેત જેવા અંધવિશ્વાસની પાછળ એક ઊંડી સામાજિક ધારણા હોય છે. જે લોકોના મનમાં ઊંડાણમાં સમાયેલી હોય છે, જેનો અમુક લોકો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે.