ભારતમાં 2 ઓક્ટોબરથી આ 6 પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ પર લાગી જશે સંપૂર્ણ રીતે પ્રતિબંધ, 2022 સુધી મા…

0
1973

ભારતમાં આપણે આ વર્ષ ૨ ઓક્ટોમ્બર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિથી પ્લાસ્ટિક બેગ, કપ સહીત ૬ પ્લાસ્ટિક પ્રોડક્ટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે. પીએમ મોદીની વર્ષ ૨૦૨૨ સુધી દેશને સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક મુક્ત બનાવવાની યોજના છે. તેની શરુઆત આ વર્ષ ૨ ઓક્ટોમ્બરથી થઇ શકે છે. પ્લાસ્ટિકની જે પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે, તેમાં પ્લાસ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, પ્લાસ્ટિક સ્ટ્રા અને અમુક પ્રકારના પેકિંગ પ્લાસ્ટિક છે. આ પ્રતિબંધ પ્લાસ્ટિકની મેન્યુફેક્ચરિંગ સાથે તેના ઉપયોગ અને પ્લાસ્ટિક પ્રોડક્ટની આયાત ઉપર લાગશે.

ભારત પાસે નથી કચરો નિકાલ કરવાની સીસ્ટમ

ભારતમાં પ્લાસ્ટિક કચરાનું મેનેજમેન્ટની કોઈ સીસ્ટમ નથી. તેને કારણે ભારતના શહેરો અને ગામોમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો નીકળે છે. એક અનુમાન મુજબ ૬ પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉપયોગ ઉપર પ્રતિબંધથી ભારતમાં વર્ષ દરમિયાન વપરાશ થતો ૧૪ મીલીયન ટનમાંથી માત્ર ૫ થી ૧૦ ટકા સુધી જ અટકાવી શકાશે. આમ તો પ્રતિબંધના શરુઆતના ૬ મહિનામાં દંડમાં રાહત આપવામાં આવી શકે છે. આમ તો પ્લાસ્ટિક ઉપયોગ ઉપર કરી રીતે દંડ લગાવવામાં આવશે. તેને લઈને હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી.

પ્લાસ્ટિક પેકેજીંગ ન કરવાની સલાહ

અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર તરફથી ઈ-કોમર્સ કંપનીઓને પ્લાસ્ટિક પેકેજીંગ ન કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. વર્ષ આખાનો ઉપયોગથી પ્લાસ્ટિક પ્રોડક્ટમાં લગભગ ૪૦ ટકા પ્લાસ્ટિકની વપરાશ ઈ-કોમર્સ સેક્ટરમાં થાય છે. સસ્તી સ્માર્ટફોન કંપનીઓ અને ઈ-કોમર્સ કંપનીઓ જેવી કે Amazon.com Inc, Walmart Inc’s, Flipkart પોતાની પ્રોડક્ટ, બુક, દવાને પ્લાસ્ટિકના પેક કરીને મોકલે છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ૫૦ ટકા ઉપયોગ

અહેવાલ મુજબ દુનિયાભરમાં પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પહોચાડે છે, જેથી મરીન લાઈફ પ્રભાવિત થઇ રહી છે અને આ પ્લાસ્ટિક હ્યુમન ફૂડ ચેન સુધી પહોચાડી રહ્યા છે. યુરોપીયન યુનિયને વર્ષ ૨૦૨૧સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક આઈટમ જેવી કે સ્ટ્રા, ફોર્ક, ચાકુ અને કોટન બડસનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ચીનના કોમર્શિયલ હબ શંધાઈએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર વર્ષ ૨૦૨૫ સુધી સંપૂર્ણ પ્રતિબંધનું લક્ષ્ય નક્કી કર્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.