ભારતના આ ટીચરને મળ્યો 7 કરોડનો એવોર્ડ, ક્યારે તબેલા-ગોડાઉનમાં ભણાવતા હતા

0
272

7 કરોડના એવોર્ડ જીત્યા પછી આ શિક્ષકે ખુશીમાં ને ખુશીમાં અડધી રકમ કરી દીધી… જે સ્કુલમાં તેમણે શરુઆતમાં ભણાવ્યું, તે પ્રાણીઓના તબેલા અને એક ગોદામ વચ્ચે બનેલી જર્જરિત બિલ્ડીંગમાં હતી. ત્યાં ભણવા વાળા મોટાભાગે છોકરીઓ આદિવાસી સમાજની હતી. સમાજના આ ભાગમાં છોકરીઓના શિક્ષણને પ્રાથમિકતા નથી આપવામાં આવતી અને બાળ વિવાહ એક સામાન્ય પ્રથા હતી.

છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતની એક પ્રાથમિક સ્કુલ શિક્ષક રંજીત સિંહ ડીસ્લેને 1 મીલીયન યુએસ ડોલર એટલે 7 કરોડ ભારતીય રૂપિયા ઇનામના ગ્લોબલ શિક્ષક પ્રાઈઝ એવોર્ડથી સન્માનિત મેળવવાથી, જીતેલી રકમ તેની સાથે ફાઈનલમાં પહોચેલા બીજા 9 સ્પર્ધકોસાથે વહેચવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર દેશનું ગૌરવ વધારવા વાળા રંજીત સિંહના સંઘર્ષની કહાની દરેક માટે પ્રેરણાદાયી છે.

રંજીત સિંહ એક આઈટી એન્જીયર બનવા માંગતો હતો, પરંતુ એન્જીનીયરીંગ કોલેજ પહોચ્યા પછી તેને એક અહેસાસ થયો કે કદાચ તે ખોટા રસ્તા ઉપર છે. તેના પિતાએ તેને શિક્ષણની તાલીમ આપવાનું સૂચન કર્યું. રંજીત સંકોચ સાથે, શિક્ષક પ્રશિક્ષણ મહાવિદ્યાલય ગયા અને ત્યાં પહોચીને તેમના જીવનને નવી દિશા મળી. તેમણે જોયું કે શિક્ષક દુનિયામાં વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે, અને તેમણે સ્વયં એક શિક્ષક બનવાનો નિર્ણય કરી લીધો.

જે સ્કુલમાં તેમણે શરુઆતમાં અભ્યાસ કર્યો, તે પ્રાણીઓના તબેલા અને એક ગોદમ વચ્ચે બનેલી જર્જરિત બિલ્ડીંગમાં હતી. ત્યાં ભણવા વાળી મોટાભાગની છોકરીઓ આદિવાસી સમાજની હતી. સમાજના તે ભાગમાં છોકરોને શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવતી ન હતી અને બાળ વિવાહ એક સામાન્ય પ્રથા હતી. તે ઉપરાંત વિદ્યાર્થીના અભ્યાસની પ્રાથમિક ભાષા કન્નડ ન હતી, જેનો અર્થ એ હતો કે ઘણા વિદ્યાર્થી ભણવામાં નબળા હતા.

ઘણા પ્રયત્નો પછી, રંજીતે સ્વયં કન્નડ શીખ્યા અને વિદ્યાર્થીઓ માટે ગ્રેડ 1-4 સુધી તમામ પુસ્તકોને ફરીથી બનાવ્યા. આ પુસ્તકોને તેમણે યુનિક QR કોડ સાથે બનાવી લીધી. જેથી ઓડિયો કવિતાઓ, વિડીયો લેકચર, કહાનીઓ અને અસાઇનમેંટસને અમ્બેડ કરી શકાય. આ કયુઆર કોડ વાળા પુસ્તકોની મદદથી ઘણી છોકરીઓએ એવા સમયમાં અભ્યાસ શરુ રાખ્યો જયારે એક આતંકવાદી હુમલાને કારણે સ્કુલ બે મહિના માટે બંધ કરી દેવામાં આવી હતી.

તેના પ્રયત્નોના ફળસ્વરૂપ, 2016માં તેની સ્કુલ જીલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કુલ તરીકે સન્માનિત કરવામાં આવી જ્યાં 98 ટકા વિદ્યાર્થીઓએ સ્કુલનું સેશન પૂરું કરતા પહેલા જ તેની લર્નિંગ પૂરી કરી લીધી હતી. માઈક્રોસોફ્ટના સીઈઓ, સત્ય નડેલાએ રંજીત સિંહના કામને તેના પુસ્તક ‘હીટ રીફ્રેશ’માં ભારતની ત્રણ સર્વશ્રેષ્ઠ કહાનીઓ માંથી એક તરીકે પસંદ કરી. કેન્દ્ર સરકારે રંજીત સિંહને ‘2016 ઇનોવેટીવ રીસર્ચર ઓફ ધ ઈયર’ નું સન્માન આપ્યું અને તેમણે 2018માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનનો ‘ઈનોવિશન ઓફ ધ ઈયર’ નો એવોર્ડ પણ જીત્યો.

રંજીત સિંહે શૈક્ષણિક વિષયો ઉપર 500 થી વધુ સમાચાર પત્રના લેખ અને બ્લોગ લખીને, ટેલીવિઝન વાર્તાલાપમાં ભાગ લઈને પોતાની પદ્ધતિ શેર કરી. તેમણે એ જાહેરાત કરી કે ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ’ જીત્યા પછી તે તેના સિવાયના બીજા 9 ફાઈનલીસ્ટસ સાથે તેની 50 ટકા પ્રાઈઝ મની શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના આ પગલાની પ્રસંશા કરતા UNESCO ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ફોર એજ્યુકેશન સ્ટેફની જીયાનીનીએ કહ્યું, ‘રંજીત સિંહ જેવા શિક્ષક જ વધુ શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમાજનું નિર્માણ કરશે. રંજીત અસમાનતાઓને દુર કરશે અને આર્થિક વિકાસને આગળ વધારશે.’ તે ઉપરાંત પુરસ્કારના સંસ્થાપક સની વાર્કીએ કહ્યું, ‘પુરસ્કાર રકમ શેર કરીને, તમે દુનિયાને આપવાનું મહત્વ શીખવી રહ્યા છો.’

રંજીત સિંહે તે તરફ પણ પહેલ શરુ કરી છે કે તે સુનિશ્ચિત કરવામાં આવે કે દર વર્ષે દુનિયાના યુદ્ધ પીડિત દેશોમાં ઓછામાં ઓછા 5,000 વિદ્યાર્થીઓની એક શાંતિ સેનામાં ભરતી કરવામાં આવે. પુરસ્કારમાં જીતેલી રકમની મદદથી રંજીત સ્કૂલો અને વિદ્યાર્થીઓની વધુમાં વધુ સામર્થ્ય સુધી મદદ કરવાની ઈચ્છા ધરાવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.