ભારતમાં પણ તૈયાર થશે બુલેટ ટ્રેનના ડબ્બા, 20 હજાર 500 કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર.

0
1258

મહારાષ્ટ્રના મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે ચાલવા વાળી પહેલી હાઈસ્પીડ બુલેટ ટ્રેન બનાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. તે અંગે સરકારે જાણકારી આપી છે કે બુલેટ ટ્રેનના ઉપયોગમાં લેવામાં આવતા ડબ્બા ભારતમાં બનાવવામાં આવશે. આમ તો ભારતમાં ડબ્બા માત્ર એસેમ્બલ થશે. આ કાર્ય જાપાનની કંપની જ કરશે. એક પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ચોવીસ ગાડીના સેટ ખરીદવામાં આવશે. તે ખરીદી જાપાનની કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

રેલ્વે મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ (એનએચએસઆરસીએલ) અને જાપાની વચ્ચે વચ્ચે થયેલા સોદા મુજબ, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી આ ૨૪ ગાડીના સેટોમાંથી ૬ ગાડીના સેટોને ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. જે સ્થળો ઉપર આ સેટોને એસેમ્બલ કરવામાં આવશે, તેની પસંદગી જાપાનની જથ્થો પૂરો પાડવા વાળી કંપની કરશે.

બુલેટ ટ્રેન બનાવવામાં ૨૦,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર :-

રેલ્વે મંત્રીએ જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બનાવવામાં કુલ ૧,૦૮,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ થવાની શક્યતા છે. તેમાંથી ૮૧ ટકા ખર્ચ જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જીકા)ના માધ્યમથી કરવામાં આવશે. અને ભારત તરફથી ૧૯ ટકા એટલે આશરે ૨૦,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

રેલ્વે મંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટને ૨૦૨૩ સુધી પૂરો થઇ જવાની આશા છે. ડીસેમ્બર સુધી પૂરું થઇ જશે જમીનનું સંપાદન. હાલમાં જ એનએચએસઆરસીએલએ આશા વ્યક્ત કરી છે કે ૫૦૮ કી.મી. લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી જમીનનું મોટાભાગે આ વર્ષના અંત સુધી સંપાદન ની કાર્યવાહી પૂરી થતા જ જરૂરી જમીનનું સંપાદન કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે જમીનનો મોટાભાગના ભાગનું સંપાદન ડીસેમ્બર ૨૦૧૯ સુધી થઇ જશે. એનએચએસઆરસીએલએ અત્યાર સુધી ૧,૩૮૦ હેક્ટરના ૩૯ ટકા (૫૩૭ હેક્ટર) જમીનનું સંપાદન કરી લીધું છે, જેમાં ગુજરાતમાં ૯૪૦ હેક્ટર માંથી ૪૭૧ હેક્ટર અને મહારાષ્ટ્રમાં ૪૩૧ હેક્ટરમાંથી ૬૬ હેક્ટર જમીન ઉપર કબજો કરી લીધો છે.

૩૨૦ કી.મી. પ્રતિ કલાક રહેશે સ્પીડ :-

ભારતમાં બુલેટ ટ્રેનોની ૩૨૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી દોડવાની આશા છે, જેથી તે ૫૦૮ કી.મી.નું અંતર લગભગ બે કલાકમાં પૂરું કરી લેશે. તેની સરખામણીમાં હાલમાં આ અંતર કાપવા માટે ટ્રેનોમાં સાત કલાકનો સમય લે છે. જયારે વિમાન લગભગ એક કલાકનો સમય લે છે. બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં બોઈસર અને બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ વચ્ચે ૨૧ કી.મી. લાંબુ ભોંયરું ખોદવામાં આવશે, જેનો સાત કી.મી. ભાગ દરિયાની અદંર રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.