ભારત પણ જળસંકટની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે, જો આ 6 દેશો પાસેથી કંઈક શીખી લે તો.

0
720

હાલના સમયમાં ભારત પાણીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. આમ તો આ સમસ્યાના જવાબદાર આપણે જ છીએ અને જો તેને અટકાવવા માટે કોઈ પગલા લેવામાં નહિ આવે, તો આવનારા સમયમાં દેશમાં પાણી માટે ભટકવું પડશે. પાણીના સંકટને દુર કરવા માટે સૌથી પહેલા આપણે પાણીનો બગાડ અટકાવવો પડશે. તે ઉપરાંત અમુક દેશોની ટ્રીક્સ પણ ફોલો કરી શકાય છે. કેમ કે જે સમયમાંથી આજે આપણે પસાર થઇ રહ્યા છીએ, તે સમય એક વખતે બ્રાજીલ, સિંગાપુર, ઓસ્ટ્રેલીયા, ચીન, જર્મની અને ઇઝરાયેલનો પણ હતો.

ત્યાર પછી બધા દેશોએ પાણીને લઈને સમજી વિચારીને કામ લીધું અને બધી સમસ્યાઓ દુર થઇ ગઈ. આવો જાણીએ આ દેશોએ પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી.

૧. સિંગાપુર

સિંગાપુરના નાળા અને નહેરને જોડીને પૂરથી બચવા માટે કામ કર્યું. આવી રીતે હવે સિંચાઈ માટે પાણીની તંગી નથી પડતી.

૨. બ્રાજીલ

હાલમાં સમયમાં આ દેશ પાસે દુનિયાનું ૧૮ ટકા ફ્રેશ પાણી છે. તેને કારણે બ્રાજીલની પ્રગતી ટોપ રેન વોટર હાર્વેસ્ટીંગની દિશામાં મહત્વના પગલા ભરવા. રુક ટોપ રેન વોટર હાર્વેસ્ટીંગ દ્વારા વરસાદના પાણીને પાઈપના ઉપયોગથી ટાંકીમાં એકઠું કરવામાં આવે છે.

૩. જર્મની

જર્મનીમાં લોકો પર્યાવરણ પ્રત્યે ઘણા સંવેદનશીલ છે. તે કારણ છે કે અહિયાં ધીમે ધીમે ભલે, પણ રેન વોટર હાર્વેસ્ટીંગને મહત્વ આપવામાં આવ્યું. જર્મનીમાં લોકો વરસાદના પાણીનો ઉપયોગ પીવા સાથે સાથે બીજા કામો માટે પણ કરે છે.

૪. ઓસ્ટ્રેલીયા

૨૦૦૩-૨૦૧૨ સુધી ઓસ્ટ્રેલીયાના ઘણા રાજ્યોમાં દુષ્કાળની સમસ્યા સામે ઝઝુમતા હતા. આ તકલીફને ઉકેલવા માટે ઓસ્ટ્રેલીયાઈ સરકારે પાણીને રીસાયકલ કરવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવી. એટલું જ નહિ સરકારે પાણીનો સંગ્રહના અભિયાન ચલાવીને લોકોને આર્થીક સહાય આપવાની જાહેરાત પણ કરી અને આવી રીતે ઓસ્ટ્રેલીયા પાણીની સમસ્યામાંથી બહાર નીકળી આવ્યું.

૫. ચીન

ચીનની વસ્તી વધવા સાથે જ ત્યાં પાણીની સમસ્યા પણ વધવા લાગી હતી. તે ૧૯૯૫માં દુષ્કાળની મારમાંથી છુટકારો મેળવવા માટે ચીને ૧૨૧ નામનો એક પ્રોજેક્ટ શરુ કર્યો. આ મિશનની જેમ ચીનના લોકોને વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં ૨ ટેન્કર મુકવાના હતા. સરકારનું આ મિશન સફળ રહ્યું અને આવી રીતે આજે ચીનમાં પાણીની કોઈ તકલીફ નથી.

૬. ઇઝરાયલ

જો આજ સુધી કોઈ દેશે સૌથી ઉત્તમ પદ્ધતિથી પાણીની તકલીફને દુર કરી છે, તો તે ઇઝરાયલ છે. જરૂરી પાણી માટે સૌ પહેલા ઇઝરાયલે પાણીનો બગાડ અટકાવ્યો. ત્યાર પછી ગંદા પાણીને સ્વચ્છ કરવા માટે નવી નવી ટેકનીકોનો ઉપયોગ કર્યો. તેની સાથે જ પાણી Supply માટે Resources માં પણ વધારો કર્યો.

જો આપણે પણ પાણીનો સંગ્રહ કરી અને નવી નવી ટેક્નીકોનો ઉપયગ કરીએ, તો પાણીના સંકટમાંથી બહાર આવી જઈશુ. એમ કરવાથી માત્ર પાણીનો સંગ્રહ જ નહિ થાય પરંતુ ઘણા જીવ પણ બચી જશે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.