ભારતનો સૌથી ચાલાક ચોર, જજની ખુરશી પર બેસી 2000 ગુનેગારોને છોડી મુક્યા

0
861

ચોરોનું મગજ ઘણું તેજ હોય છે. થોડા થોડા દિવસે તેમની હરકતો સમાચારની હેડલાઈન બની રહે છે. પણ ભારતમાં એક ચોર એવો પણ થયો જેણે ન ફક્ત ચોરીનો રેકોર્ડ બનાવ્યો, પણ બે મહિના સુધી જજની ખુરશી પર બેઠો અને નિર્ણય પણ સંભળાવ્યા.

ધની રામ મિત્તલ દેશના એ ચોરોમાં શામેલ નામ છે, જેનો ચહેરો ઘણા જજોના મગજમાં ફિટ થઈ ગયો હતો. કારણ કે આ ભાઈનું કોર્ટમાં આવવા-જવાનું જ એટલું રહેતું હતું. એની સાથે જોડાયેલો એક કિસ્સો પણ છે. ઘણા વર્ષો પહેલા એની ધરપકડ કરી અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. જો કે એ સમયે જે જજ હતા તે ઘણી વાર તેને પોતાની અદલાતમાં જોઈ ચુક્યા હતા. એટલા માટે તેમણે ધની રામને ખિજાયને કહ્યું કે, તું મારી અદાલતમાંથી બહાર નીકળી જા. એ પછી તે બહાર જવા માટે ઉઠ્યો. તેની સાથે આવેલા બે પોલીસવાળા પણ ઉઠીને તેની સાથે બહાર નીકળી ગયા. એ પછી તે ત્યાંથી ગાયબ થઈ ગયો.

ધની રામ મિત્તલ ચોરી કરવા માટે જ એલએલબી ભણ્યો હતો. એના સિવાય તેણે હેન્ડરાઈટિંગ વિશેષજ્ઞ અને ગ્રાફોલોજીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. તેને ચોરી કરવું એટલું ગમતું હતું કે, તેને પોતાનું પેશન બનાવી દીધું. કહેવામાં આવે છે કે, ચોરીના ઇતિહાસમાં સૌથી વધારે વખત પકડાયેલો તે પહેલો અને એકમાત્ર ચોર હતો. તેને છેલ્લી વખત 2016 માં ચોરી કરતા પકડવામાં આવ્યો હતો. જો કે તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. કહેવામાં આવે છે કે, ધની રામ અત્યાર સુધી 1000 કરતા વધારે ગાડીઓ ચોરી ચુક્યો છે.

એના સિવાય ધની રામે એક કાંડ એવો પણ કર્યો છે જે જાણ્યા પછી તમે તમારું હાસ્ય સંતાડી ન શકો. હકીકતમાં આ ચાલાક ચોરે નકલી દસ્તાવેજ બનાવીને હરિયાળાની ઝજ્જર કોર્ટના એડિશનલ શેશન જજને લગભગ 2 મહિનાની રજા પર મોકલી દીધા હતા, અને તેમના બદલે પોતે જજની ખુરશી પર બેસી ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે, 2 મહિનામાં તેણે 2000 થી વધારે ગુનેગારોને જમાનત પર છોડી દીધા હતા, પણ અમુકને પોતાના નિર્ણયથી જેલમાં પણ મોકલ્યા હતા. જો કે પછીથી આ મામલાનો ખુલાસો થયો તે પહેલા તે ત્યાંથી ભાગી ગયો હતો. એ પછી જે અપરાધીઓને તેણે જમાનત પર છોડ્યા હતા, તેમને ફરીથી પકડીને જેલમાં નાખવામાં આવ્યા.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.