ભારત છોડીને ગયા હતા આ વણજારા, આજે આ દેશમાં જીવી રહ્યા છે આલીશાન જીવન. જાણો કોણ કે એ.

0
1739

મિત્રો, આ વાત છે રોમા સમુદાયની. રોમાનિયા બુજેસ્ક્યુ ટાઉનમાં લગભગ 35 ટકા રોમા સમુદાયના લોકો રહે છે. સામાન્ય રીતે રોમા સમુદાયની સાથે ગરીબીની ધારણા જોડાયેલી છે. પરંતુ લોકોની આ ધારણા એકદમ ખોટી છે. કારણ કે, અહીંયાનો રોમા સમુદાય ઘણો અમીર છે.

જણાવી દઈએ કે, અહીંના રોમા સમુદાયની પાસે ઘણા બધા પૈસા અને આલીશાન મકાન છે. અને એટલું જ નહિ લગભગ દરેક ઘરની સામે મોંઘી સ્પોર્ટ્સ કાર પણ ઉભી રહે છે. એવામાં તેમને ગરીબ કહેવું બરોબર નથી. તમને જાણીને ખુબ નવાઈ લાગશે કે, રોમા સમુદાય યુરોપની એક કમ્યુનિટી છે, જેનો સીધો સંબંધ ભારત સાથે છે.

અને આ સમુદાય યુરોપના લગભગ દરેક ભાગમાં ભેદભાવનો શિકાર બન્યો છે, અને એક સમયે ભયાનક ગરીબી સહન કરવા માટે મજબુર થયો હતો. તમને જણાવી દઈએ કે 5000 લોકો વાળા આ ટાઉનમાં ફક્ત એક જ રોડ છે. અને આ રોડની બંને તરફ રહેવા માટે આલીશાન બંગલા બનેલા છે. એટલું જ નહિ, આ ટાઉનમાં જે પણ લોકો રહે છે, તેમની પાસે સારામાં સારી આલીશાન કાર પણ છે. આ સમુદાય ઘણા લોકો મોટા મોટા બિઝનેસ પણ કરે છે. પણ તેઓ પોતાના વિષે કોઈ બહારની વ્યક્તિને કાંઈ જણાવતા નથી કે, તે શું કામ કરે છે?

મિત્રો, અહીં રહેતા લોકો સાથે જયારે કામના સંબંધમાં વાત કરવામાં આવે છે, તો આ સમુદાયમાં રહેવા વાળા અમીર રોમા કોસ્ટિકા સ્તનકું જણાવે છે કે, પૈસા તો ફક્ત કામ કરવા પર જ આવે છે. ના તો ભીખ માંગવા પર કોઈ અમીર થઇ જાય છે, અને ના બીજા કોઈ એવા કામથી.

ત્યાંની રહેવા વાળી એક અન્ય રોમા મહિલા સ્ટેલિયાનાએ જણાવ્યું કે, ‘અહીંયા મોટાભાગના બંગલામાં ફક્ત 1-2 રૂમમાં લોકો રહે છે. અહીંયા લોકોને આટલી મોટી જગ્યાની કોઈ જરૂર નથી. પણ આ ફક્ત બીજાને દેખાડવા માટે છે કે, અમે પણ અમીરીની બાબતમાં બીજાથી ઓછા નથી.

તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે, રોમા યુરોપનો સૌથી મોટો માઇનોરિટી સમુદાય છે, જેને રોમા સમુદાય નામથી જાણવામાં આવે છે. આ સમુદાયનાં લગભગ 1 કરોડ લોકો યુરોપમાં રહે છે. રોમા સમુદાયનાં લોકો સેન્ટ્રલ અને ઇસ્ટર્ન યુરોપના બુલ્ગારિયા, યુગોસ્લાવિયા, મેસેડોનિયા, સ્લોવાકિયા, રોમાનિયા, સર્બિયા અને હંગરીમાં રહે છે.

જો કે તેઓ હંમેશા ફરતા રહે છે, એ કારણે આમને ‘જીપ્સી’ પણ કહેવામાં આવે છે. પણ તમને આ જાણીને દુઃખ થશે કે, આ સમુદાયના લોકોએ સેટલમેન્ટ સમયે ખુબ પ્રતાડિત થવું પડ્યું હતું. અને આટલા વર્ષોથી યુરોપમાં રહેવા છતાં પણ એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.

મિત્રો, કરંટ બાયોલોજી નામની એક મેગેઝીનમાં છાપવામાં આવેલ એક રિસર્ચમાં એ દાવો કરવામાં આવ્યું છે કે, રોમા સમુદાયનો સંબંધ ભારત સાથે છે. આ સમુદાયના લોકો ભારતના ઉતરી અને ઉત્તર-પશ્ચિમ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે.

આ સમુદાયના લોકો આજથી 1500 વર્ષ પહેલા ભારતથી ઈરાન પહોંચ્યા હતા. અને ત્યાંથી 15 મી સદીમાં ઈરાનના રસ્તે તેઓ યુરોપ પહોંચી ગયા. એક અનુમાન અનુસાર યુરોપમાં આ સમયે રોમા સમુદાયના લોકોની સંખ્યા લગભગ 1 કરોડની આસપાસ છે. પુરા પુરોપમાં ફેલાયેલા હોવાના કારણે તેમની સંખ્યાનો બરોબર જાણવા મળી નથી.