‘ભારત’ છોડવા ઉપર મેણા મારવા વાળા સલમાનને પ્રિયંકા ચોપડાએ ત્યાં ઘા કર્યો, જ્યાં દુઃખાવો સૌથી વધુ થાય છે.

0
846

‘ભારત’ ફિલ્મ છોડવાને કારણે જ સલમાન ખાને પ્રિયંકા ચોપડાને દરેક રીતે મેણા માર્યા. પરંતુ પ્રિયંકા ચુપ રહી, ‘ભારત’ રીલીઝ થઇ એવરેજ જેવા રીવ્યુ મેળવીને બોક્સ ઓફીસ ઉપર ઠીક ઠીક કમાણી કરી રહી છે. કહેવાનો અર્થ કાંઈ વધુ જોરદાર સાબિત નથી થઇ રહી. એ વખતે પ્રિયંકા ચોપડાએ મોઢું ખોલ્યું છે અને સલમાનને ત્યાં માર્યો છે, જ્યાં સૌથી વધુ દુઃખે છે. ઈગો ઉપર.

પ્રિયંકા ચોપડા હાલમાં ઇન્ડીયામાં છે. તે અહિયાં સોનાલી બોસની ફિલ્મ ‘દ સ્કાય ઈઝ પિંક’ નું બાકી રહેલું શુટિંગ પૂરું કરવા આવી હતી. સાથે સાથે તેના પરિવાર સાથે પણ સમય પસાર કરી રહી છે. તેની ફિલ્મ ‘દ સ્કાય ઈઝ પિંક’ નું શુટિંગ મુંબઈ અને અંદમાનમાં થયું છે. શુટિંગ પૂરું થયા પછી તેની એક રેપ અપ (Wrap up) પાર્ટી પણ થઇ.

કોઈપણ ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી જયારે સંપૂર્ણ સ્ટાફ અને ક્રૂ મોટી પાર્ટી કરે છે. તેનું નામ હોય છે રેપ અપ પાર્ટી. ‘દ સ્કાય ઈઝ પિંક’ ની આ અપ પાર્ટીમાં મીડિયા પણ હાજર હતું. અહિયાં પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનનું ઘણું અપમાન કર્યું. અને તેમાં પ્રિયંકાની ફિલ્મના પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે પણ પ્રિયંકાને ઘણી મદદ કરી.

મીડિયાએ તેમને ‘ભારત’ છોડવા વિષે પ્રશ્ન કર્યો. તે અંગે પ્રિયંકાએ કહ્યું.

‘તે સમયે મારી પાસે ઘણી ફિલ્મો હતી અને દરેક લોકો મને એ પૂછી રહ્યા હતા કે આ ફિલ્મ (દ સ્કાય ઈઝ પિંક) કેમ? વર્ષની સૌથી મોટી, વધુ પૈસા કમાવા વાળી, ગીત-સંગીત વાળી મસાલા ફિલ્મ (ભારત) કેમ નહિ?

પ્રિયંકાનું એટલું કહેતા જ ત્યાં રહેલા તમામ લોકો હસવા લાગ્યા.

સિધાર્થ રોય કપૂરે પણ વચ્ચે આવીને કહ્યું.

તમે લોકો સમજી રહ્યા છો ને, કે તે કઈ ફિલ્મની વાત થઇ રહી છે.

વાંચવામાં આ વાત ભલે તમને હળવી લાગી રહી હોય પરંતુ જે પ્રકારે આ વાત કહેવામાં આવી રહી છે, તેનો વિડીયો જોઇને તમારી બધી દ્વિધા દુર થઇ જશે.

પ્રિયંકાએ માત્ર સલમાન ખાનની જ ફિલ્મ નથી છોડી પરંતુ તેમણે નિયમોનું મહત્વ પણ સમજાવી દીધું છે. એવું ઘણું ઓછું જોવા મળે છે કે કોઈ મીડિયા સામે સલમાન ખાન કે તેની સાથે જોડાયેલી વસ્તુ વિષે કાંઈ ખરાબ વાત કરે છે. અત્યાર સુધી આ ગ્રુપે અનુરાગ કશ્યપ એકમાત્ર સભ્ય હતા. જેમણે મીડિયા સામે કહ્યું હતું તેને સલમાન સાથે કામ કરવામાં કોઈ રસ નથી. હવે પ્રિયંકા પણ તે યાદીમાં જોડાઈ ગઈ છે.

પ્રિયંકાએ ‘ભારત’ ફિલ્મ છોડવા અને તમામ વિવાદો હોવા છતાં પણ સલમાન ખાનને કહ્યું હતું કે તે પ્રિયંકા સાથે જરૂર કામ કરશે. પરંતુ તેમાં વચ્ચે ઘણા મીડિયા રીપોર્ટસમાં પણ એ સમાચાર આવ્યા કે તેમણે સંજય લીલા ભંસાલીની એક ફિલ્મમાંથી પ્રિયંકા ચોપડાને બહાર કઢાવી નાખી છે, આમ તો આ સમાચારોમાં કેટલું સત્ય છે, એ તો સલમાન, ભંસાલી કે પ્રિયંકા જ જાણે, ભાઈ ભલે કાંઈ પણ કહે પરંતુ તેને એ વાત તો માનવી પડશે કે પ્રિયંકાએ તેની સાથે કામ કરવાની સામેથી ના કહી છે અને તે હજુ પણ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.