ભંગારવાળાને મળ્યું એવું બોક્સ જેમાં ઠુંસી ઠૂંસીને રાખ્યા હતા નોટોના બંડલ, રકમ જાણીને રહી જશો દંગ

0
625

આમ તો તમે ઈમાનદારીની ઘણી સ્ટોરી અને ઉદાહરણ વિષે સાંભળ્યુ હશે, પણ ખીસામાં પૈસા ન હોય તો બધી ઈમાનદારી ઘરના પાછળના રસ્તેથી નીકળી જાય છે. કહેવાય છે કે, ભલે તમારી પાસે કેટલા પણ પૈસા કેમ પણ હોય પણ મફતમાં મળેલા પૈસા જોતા જ કોઈનું પણ ઈમાન બગડી જાય છે. પણ આ દિવસોમાં ઈંગ્લેન્ડના વ્યક્તિની ઈમાનદારીની આખી દુનિયામાં પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ સ્ટોરી એક ભંગાર વાળાની છે, જેને ઇંગ્લેન્ડના ગ્રેટ બ્લેકેનહમ રસ્તા પર ચાર જુના બોક્સ મળ્યા. પછી તે એને રિસાયકલ કરવા માટે દુકાન પર લઈ ગયો. એ બોક્સને તોડતા પહેલા તે વ્યક્તિએ એને ખોલ્યા. બોક્સને ખોલતા જ એ ભંગારવાળાના હોશ ઉડી ગયા.

એ બોક્સની અંદર નોટોના બંડલ ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા, એ બધી નોટો જૂની હતી. જેને જોઈને લાગતું હતું કે, કોઈએ એને ઘણા વર્ષો પહેલા આ બોક્સમાં મૂકી હતી. આટલા રૂપિયા જોઈને કોઈ પણ વ્યક્તિનું ઈમાન ડોલી જાય, પણ તે ભંગાર વાળાએ જે કર્યું તે આજે આ દુનિયા સામે મિસાલ બની ગયું છે.

રસ્તા પર મળેલા આ નોટોને ભંગારવાળાએ પોલીસને આપી દીધી, કારણ કે ભંગારવાળો ઈચ્છતો હતો કે પૈસા એના અસલી માલિક પાસે પહોંચી જાય. પછી પોલીસે લગભગ 6 મહિના સુધી તે બોક્સના માલિકની શોધ કરી, પણ કોઈ વ્યક્તિ સામે નહિ આવ્યું. આ વ્યક્તિ પાસે એ પૈસાના માલિક તરીકે એક માણસ આવ્યો પણ જલ્દી જ ખબર પડી ગઈ છે તે ફ્રોડ છે.

6 મહિના સુધી જયારે આ બોક્સનો કોઈ માલિક નહિ મળ્યો તો એમણે એ પૈસાની ચેરિટી કરવાનો નિર્ણય લીધો. અંગ્રેજી વેબસાઈટ ડેલી મેલમાં છપાયેલા સમાચારનું માનીએ તો, તે પૈસા ઈંગ્લેન્ડના સેન્ટ એલિઝાબેથ હોસ્પિટલ અને ઈચ હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અહીં એવા દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે, જે માનસિક રીતે બીમાર હોય છે. આ સમાચારના સામે આવતા જ આ ભંગારવાળાની દરેક જગ્યાએ પ્રશંસા કરવામાં આવી રહી છે. આજના સમયમાં તે દુનિયા માટે ઈમાનદારીની નવી મિસાલ બની ગયા છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.