ચંદ્રયાન 2 ભજ્જીનો પાકિસ્તાન પર કટાક્ષ, લખ્યુ ”કેટલાક દેશોના ઝંડા પર ચંદ્ર છે અને કેટલાકના ઝંડા ચંદ્ર પર છે”

0
6229

વિજ્ઞાન ઘણી શોધો કરી રહ્યું છે. અને ભારતીય વૈજ્ઞાનિકો પણ એમાં પાછળ નથી. તેઓ ચંદ્રયાન જેવી સફળ કામગીરીઓ પણ કરતા રહે છે. અને આવી જ એક સફળ કામગીરી વિષે આજે આપણે જોઈશું. ચંદ્રયાન 2 ના સફળ લોન્ચ પછી ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ISRO ને કાંઈક અલગ જ અંદાઝમાં ટ્વીટ કરી અભિનંદન આપ્યા.

ચંદ્રયાન 2 ના સફળ લોન્ચ પછી ISRO ને દેશભર માંથી અભિનંદનો મળ્યા છે. તેમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને પીએમ મોદી સહીત ઘણા પ્રસિદ્ધ લોકો રહેલા હતા. સૌએ તેને ઐતિહાસિક ગણાવ્યું. તે ઉપરાંત ક્રિકેટરોથી લઈને ફિલ્મી કલાકારો અને રાજકરણીઓ સહીત બધાએ ISRO ને અભિનંદનના સંદેશ આપ્યા. પરંતુ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ISRO ને કાંઈક અલગ જ અંદાઝમાં ટ્વીટ કરી અભિનંદન આપ્યા.

હરભજન સિંહે તે દરમિયાન ટ્વીટ કરી લખ્યું કે, અમુક દેશોના ઝંડા ઉપર ચંદ્ર છે, અને અમુક દેશોના ઝંડા ચંદ્ર ઉપર છે. તેમણે અમુક દેશોના ઝંડા ઉપર ચંદ્ર વાળી ટ્વીટમાં પાકિસ્તાન સાથે તુર્કી, લીબિયા, ટ્યુનીશીયા, અજરબેજાન, અલ્ઝીરિયા, મલેશિયા, માલદીવ અને મોરીટાનિયાના ઝંડાનો ઉપયોગ કર્યો છે. અને ચંદ્ર વગરની લાઈનમાં તેમણે ભારત, અમેરિકા, ચીન અને રશિયાના ઝંડાનો ઉપયોગ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ભજ્જીએ આ ટ્વીટના આધારે પાકિસ્તાન ઉપર કટાક્ષ કર્યો છે.

આમ તો આંધ્ર પ્રદેશના શ્રી કરીકોટામાં આવેલા સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી સોમવારે બપોરે 2 વાગીને 43 મીનીટે ઈસરોનું ‘બાહુબલી’ રોકેટ ચંદ્રયાન 2 ને લઈને લોન્ચ કરવામાં આવ્યું. પહેલા આ પરીક્ષણ ૧૫ જુલાઈની સવારે 2 વાગીને 51 મીનીટે નક્કી થયું હતું, પરંતુ પ્રક્ષેપણના કલાકો પહેલા રોકેટમાં ગડબડ થવાને કારણે અભિયાન અટકાવી દેવું પડ્યું હતું.

ચંદ્રયાન 2 ને પૃથ્વીની કક્ષામાં પહોચાડવાની જવાબદારી ઈસરોના સૌથી શક્તિશાળી રોકેટ જીયોસીક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ – માર્ક 3 (જીએસએલવી એમકે 3) ને આપવામાં આવી છે. આ રોકેટને સ્થાનિક મીડિયા દ્વારા ‘બાહુબલી’ નામ આપવામાં આવ્યું છે. 640 ટન વજનના રોકેટનો ખર્ચ 375 કરોડ રૂપિયા છે.

આ રોકેટ 3.8 ટન વજન વાળા ચંદ્રયાન 2 ને લઈને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 નો કુલ ખર્ચ 603 કરોડ રૂપિયા છે. જુદા જુદા તબક્કામાં સફર પૂરી કરીને ચંદ્રયાન સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણી ધ્રુવની નિર્ધારિત જગ્યા ઉપર ઉતરશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.