ભાજીપાંવનો મસાલો બનાવવાની રીત, જાણી લો અને ઘરે જ હોટલ જેવા ભાજીપાંવ બનાવો

0
3880

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે ભાજીપાંવનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એ શીખીશું. કારણ કે ભાજીપાંવ એક એવી વાનગી છે જે નાનાથી લઇને મોટા દરેક લોકોને ભાવતી હોય છે. ભાજીપાંવનું નામ સાંભળતા જ લોકોના મોં માં પાણી આવી જાય છે.

લગભગ દરેક લોકો આ વાનગી ખૂબ પસંદ હોય છે. મિત્રો ભાજીપાંવ એ મહારાષ્ટ્રની એક પ્રખ્યાત વાનગી છે. ભાજીપાંવની ભાજી ઘણી ચટાકેદાર હોય છે. અને તેના વિશિષ્ટ સ્વાદને કારણે જ ભારતીય લોકોમાં અને ખાસ કરીને શહેરી લોકોમાં આ વાનગી ઘણી લોકપ્રિય છે.

મહારાષ્ટ્રની વાનગી હોવા છતાં ગુજરાતમાં દરેક જગ્યાએ આ વાનગી તમને મળી રહે છે. લગભગ દરેક હોટલમાં અને દરેક વિસ્તારમાં તમને ભાજીપાંવની લારી મળી જ જશે.  એટલું જ નહિ કોઈ પણ પાર્ટીમાં ભાજીપાંવ હોય જ છે. અને એને ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. પણ આ ભાજીપાંઉને સ્વાદિષ્ટ બનાવવા માટે સૌથી વધારે મહત્વનો એનો મસાલો છે. એટલા માટે આજે અમે તમારા માટે ભાજીપાંવનો મસાલો કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવવો ભાજીપાંવનો મસાલો.

જરૂરી સામગ્રી : સૂંઠનો પાઉડર : 1 ચમચી, આમચૂર પાઉડર : 1 ચમચી, સંચળનો ભૂકો : 1 ચમચી, અજમો : 5 ગ્રામ, જીરું : 25 ગ્રામ, તમાલપત્ર : 10 ગ્રામ, ધાણા : 50 ગ્રામ, વરિયાળી : 10 ગ્રામ, મરી : 5 ગ્રામ, લવિંગના પાન : 10 ગ્રામ, તેલ : શેકવા માટે. મસાલો

બનાવવાની રીત : મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 2 ચમચી તેલ નાખી એને ગરમ કરો. ત્યારબાદ તેમાં ઉપર સામગ્રીમાં જણાવેલા દરેક સૂકા મસાલા નાખી એને શેકી લો. ત્યારબાદ તેને ઠંડા કરીને ખાંડી લો. પછી તેને ચાળી લો. ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો ભૂકો અને મીઠું ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લો. તમારો ભાજીપાંવનો મસાલો તૈયાર છે.

તમે આ મસાલાને એક એર ટાઇટ બરણીમાં ભરી લો. હવે જ્યારે પણ તમે ભાજીપાંવ બનાવશો ત્યારે આ મસાલો જરૂર ઉમેરવો. એનાથી ભાજીપાંવનો સ્વાદ બમણો થઈ જશે. તો હવે તમે પણ આ રીતે ઘરે જ ભાજીપાંવનો સ્વચ્છ મસાલો બનાવી હોટલ જેવી ટેસ્ટી અને ચટાકેદાર વાનગી ઘરે જ બનાવીને ખાઈ શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો.જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.