ભગવાન શિવ તાંડવ નૃત્ય કેમ કરે છે? શું છે તેનું મહત્વ, જાણો તેની સાથે જોડાયેલું રહસ્ય

0
1387

ભગવાન શિવના તાંડવ નૃત્ય વિષે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તમારામાંથી ઘણા લોકોને બસ એટલી જ જાણકારી હશે કે શિવજી જયારે ગુસ્સામાં હોય છે તો તાંડવ નૃત્ય કરે છે. પણ તમે તેના વિષે વિસ્તારથી નઈ જાણતા હો. જેમ કે શિવજી તાંડવ નૃત્ય ક્યારે કરે છે, કેમ કરે છે, તેની પાછળની કહાની શું છે અને આ તાંડવ નૃત્ય કયું મહત્વ ધરાવે છે, આજે અમે તમને આ તાંડવ નૃત્ય સાથે જોડાયેલી દરેક વાત વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

શિવજીનું તાંડવ નૃત્ય પણ બે પ્રકારના હોય છે. પહેલું તાંડવ નૃત્ય તે ત્યારે કરે છે જયારે ગુસ્સામાં હોય છે. ગુસ્સામાં કરવામાં આવેલા તાંડવ નૃત્ય દરમિયાન શિવજીના હાથમાં ડમરું નથી હોતું, તે ડમરું વગર જ કરે છે. અને જો શિવજી ડમરું સાથે તાંડવ નૃત્ય કરી રહ્યા છે તો સમજોકે પ્રકૃતિમાં આનંદનો વરસાદ થવા જઈ રહ્યો છે.

આવી રીતે શાન સમાધિમાં શિવજી નાદ કરે છે. નાદનો અર્થ એક પ્રકારનો અવાજ સાંભળવો હોય છે. તેમાં કોઈ ગીત નથી હોતા. એટલે કે આ નાદ ગીત વગરનું નૃત્ય હોય છે. તેને બસ તમે અનુભવી શકો છો. આ નાદ પણ બે પ્રકારના હોય છે પહેલો આહ્દ અને બીજો અનહદ.

જયારે ભરત મુની નાટ્યશાસ્ત્રના પહેલો અધ્યાય લખ્યો હતો તો અને પોતાના શિષ્યોને તાંડવનું જ્ઞાન પણ આપ્યું હતું. તે દરમિયાન ગંધર્વ અને અપ્સરાઓ તેના શિષ્ય હતા જે નાટ્યવેદના આધારે શિવજી સામે પ્રસ્તુતિ આપતા રહેતા હતા. ભરત મુનીએ આપેલું જ્ઞાન અને તાલીમ જ હતું જેને કારણે તેના તમામ નર્તક તાંડવ ભેદ સારી રીતે જાણતા હતા. તેના આધારે તે પોતાની નૃત્ય શૈલીમાં પરિવર્તન લાવતા હતા.

શિવજીના પત્ની પાર્વતીએ આ નૃત્યને બાણાસુરની પુત્રીને શીખવ્યું હતું. તેને કારણે જ તે તાંડવ નૃત્ય એક પેઢીથી બીજી પેઢીમાં જીવિત રહ્યું. શિવના તાંડવના નટરાજનું પ્રતિક પણ માનવામાં આવે છે. નટરાજ પણ શિવજીનું જ એક સ્વરૂપ છે. એટલે કે જયારે શિવજી તાંડવ નૃત્ય કરે છે તો નટરાજ કહેવાય છે. આ નટરાજ શબ્દ બે વસ્તુ ‘નટ’ અને ‘રાજ’ થી મળીને બને છે. જેનો અર્થ છે ‘કળા’ અને ‘રાજા’ શિવજીના નટરાજ રૂપ થી એ વાત દર્શાવે છે કે અજ્ઞાનતાને માત્ર જ્ઞાન, સંગીત અને નૃત્યથી જ દુર કરી શકાય છે.

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે વર્તમાનમાં શાસ્ત્રીય નૃત્ય સાથે જેટલી પણ વિદ્યાઓ રહેલી છે તે તમામ તાંડવ નૃત્યથી જ ઉત્પન થઇ છે. તાંડવમા એક પ્રકારની તીવ્ર પ્રતિક્રિયા વાડી નૃત્ય શૈલીઓ રહેલી છે.

તો હવે તમે તાંડવ નૃત્ય સાથે જોડાયેલા તમામ રહસ્ય જાણી ચુક્યા છો તમને અમારી આ માહિતી પસંદ આવી હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.