પવિત્ર ગીતાની સૌથી મહત્વપૂર્ણ 5 વાતો, જયારે ઘણા દુઃખી થઇ જાઓ ત્યારે તમારા દુઃખ દૂર કરી દેશે, જાણો

0
6722

જયારે તમે ઘણા દુઃખી થાવ ત્યારે પવિત્ર ગીતાની આ 5 સૌથી મહત્વપૂર્ણ વાતો યાદ કરજો તમારા દુઃખ દૂર થઈ જશે.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ભગવાન શ્રીકૃષ્ણમાં આસ્થા રાખવા વાળા લોકોની  સંખ્યા ઘણી બધી છે. તેમજ ભગવાન શ્રીકૃષ્ણને હિંદુ ધર્મમાં મેનેજમેંટ ગુરુના રૂપમાં પણ જાણવામાં આવે છે. એમણે જીવનમાં ઉપયોગી એવી ઘણી બધી વાતો જણાવી છે, જેનું પાલન કરીને કોઈ પણ વ્યક્તિનું જીવન હંમેશ માટે બદલાય શકે છે. મહાભારત સમયે જણાવેલી વાતો આજના સમયમાં પણ ઘણી મહત્વપૂર્ણ છે. શ્રીકૃષ્ણનું વ્યવહારિક જ્ઞાન આજે પણ સફળ થવાનો રસ્તો બતાવે છે. અને એને અનુસરવામાં આવે તો સફળ થવાય જ છે.

એ તો તમે બધા જાણો જ છો કે યોદ્ધા અર્જુને પોતાના ગુરુ પાસેથી તો શિક્ષા લીધી, પણ એના સિવાય તે પોતાના જીવનના અનુભવોથી પણ ઘણું બધું શીખતાં રહ્યા. આજે માટે તમને શ્રીકૃષ્ણની એવી 5 વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું પાલન કરીને તમે તમારા જીવનમાં ક્યારેય અસફળતા નહીં થાવ.

ગીતાની 5 મહત્વપૂર્ણ વાતો જે બદલી શકે છે તમારું જીવન :

1. કર્મ :

तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।

मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्।।अध्याय 8, श्लोक 7

અર્થ :

શ્રીકૃષ્ણ કહે છે, કે અર્જુન તું મારુ ચિંતન કર, પરંતુ એની સાથે તું તારું કર્મ પણ કરતો રહે. મિત્રો શ્રીકૃષ્ણ પોતાનું કામ છોડીને દરેક સમયે ભગવાનનું નામ લેવાનું નથી કહેતા. તે ક્યારેય પણ કોઈ અવ્યવહારિક વાતની સલાહ કોઈને પણ નથી આપતા. ગીતામાં લખ્યું છે કે કર્મ કર્યા વગર જીવન શક્ય નથી. કર્મથી મનુષ્ય જે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે સન્યાસથી પણ નથી પ્રાપ્ત થતી. આપણે પ્રભુને યાદ કરતા કરતા પ્રમાણિકતાથી પોતાનું કામ કરવું. એનું ફળ આપવા પ્રભુ બેઠા જ છે.

2. આજીવિકા :

सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि।

प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।। अध्याय 3, श्लोक 33

અર્થ :

આ પંક્તિમાં કહેવાયું છે કે દરેક વ્યક્તિએ પોતાના સ્વભાવ અનુસાર જ પોતાનું કામ અને આજીવિકા પસંદગી કરવી જોઈએ. એને એ જ કામ કરવું જોઈએ જેમાં એને ખુશી મળે છે. વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને ક્ષમતા અનુસાર કામ કરવું જોઈએ. જે વસ્તુની જરૂર હોય એના અનુસાર કામ કરો. ગીતામાં લખ્યું છે કે જે કામ અત્યારે તમારા હાથમાં છે એનાથી સારું બીજું કંઈ નથી. એને જ પૂરા મનથી કરવું જોઈએ. કામમાં બેદરકારી કરો તો એનું અવળું પરિણામ જ મળે છે.

3. શિક્ષણ :

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।

उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन:।। अध्याय 4, श्लोक 34

અર્થ :

આજના સમયમાં જીવનનો પાયો છે શિક્ષણ. શિક્ષણ અને જ્ઞાન એ જ વ્યક્તિ પ્રાપ્ત કરે છે, જે એના માટે જીજ્ઞાસુ રહેતા હોય. સમ્માન અને વિનયશીલતાથી જ સવાલ પૂછવા પર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે લોકો પાસે જાણકારી છે એ ત્યારે જ તમને જણાવશે જયારે તમે એમને સવાલ પૂછશો. પુસ્તકમાં જે વાંચ્યું છે અથવા ક્યાંકથી સાંભળ્યું છે, એને તર્કની કસોટી પર તોલવું ઘણું જરૂરી હોય છે. જે શાસ્ત્રોમાં લખ્યું છે, જે ગુરુ પાસે શીખ્યું છે અને જે અનુભવથી પ્રાપ્ત થાય છે, એ બધા જ્ઞાનના યોગ્ય તાલમેલથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એક શિક્ષિત સમાજ જ ઉજવળ ભવિષ્યનો પાયો નાખે છે.

4. સ્વાસ્થ્ય :

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।

युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा।। अध्याय 6, श्लोक 17

અર્થ :

આ પંક્તિમાં એવું કહેવાયું છે કે, જે વ્યક્તિ યોગ્ય માત્રામાં ભોજન કરવા વાળા હોય છે, અને જે યોગ્ય સમયે ઊંઘ લેવા વાળા હોય છે, અને જેની દિનચર્યા નિયમિત હોય છે, એ વ્યક્તિમાં યોગ એટલે કે અનુશાસન આવી જાય છે. એવા જ વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખો અને રોગોથી દૂર રહે છે. સાત્વિક ભોજન સ્વાસ્થ્ય માટે સારું હોય છે. એનાથી જીવન પ્રાણશક્તિ, બળ, આનંદ અને ઉલ્લાસ વધે છે.

5. ખુશી :

मास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदु: खदा:।

आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत।। अध्याय2, श्लोक 14

અર્થ :

મિત્રો આપણા જીવનમાં સુખ-દુઃખ ઋતુની જેમ હોય છે. જેવી રીતે શિયાળો-ઉનાળો આવે છે આવે છે અને જાય છે, એવું જ રીતે સુખ-દુઃખ પણ આવતા રહે છે જતા રહે છે. આપણે એને સહન કરતા શીખવું જોઈએ. ગીતામાં લખ્યું છે, જેને ખરાબ ઈચ્છાઓ અને લાલચને છોડી દીધી એને શાંતિ મળે છે. કોઈ પણ મનુષ્ય ઈચ્છાઓથી મુક્ત થઈ શકતો નથી. પણ વ્યક્તિએ પોતાની ઈચ્છાઓની ગુણવત્તા બદલવાની હોય છે.

શ્રીકૃષ્ણના મેનેજમેંટ ફંડા :

તમે જીવનમાં સારા કર્મ કરો, નકામી વાતોમાં તમારો સમય બગાડવો નહિ, અને ન તો કોઈનાથી કારણ વગર ડરો.

મુશ્કેલીમાં કે સફળતા ન મળવા પર હિમ્મત ન હારવી. તમારે પોતાની સમસ્યાઓનો અડગ રહીને સામનો કરવો.

જીવનમાં ગુરુ કરતા વધારે શીખ પોતાના અનુભવોથી મળે છે, ભૂલ અને અસફળતા તમને ઘણું બધું શીખવી શકે છે.