ભાગેડુ વિજય માલ્યાની દીકરી છે બોલીવુડની આ સુંદર અભિનેત્રી, હકીકત જાણીને ઉડી જશે તમારા હોશ.

0
5095

ભારતની બેંકોને ચૂનો લગાવીને ભાગી જનાર વિજય માલ્યા વિષે કોઈને જણાવવાની જરૂર નથી. માલ્યા દેશની બેંકોને ચૂનો લગાવીને લગભગ 9400 કરોડ લઈને લંડન ભાગી ગયો છે. અને તેની સાથે તેની ગર્લફ્રૅડ પણ ભાગી ગઈ છે. તેના પાછા ભારત આવવાના અને પૈસા ચૂકતે કરવાના કોઈ અણસાર દેખાતા નથી.

અને માલ્યાને હજુ એક કામ માટે આખો દેશ જાણે છે. બધા લોકોને ખબર છે કે માલ્યા કેટલો મોટો ઐયાશ માણસ છે. તેનો સંબંધ તેના કરતા ઘણી નાની ઉંમરની છોકરીઓ સાથે રહ્યા છે. એના વિષે એવા પણ સમાચાર આવ્યા હતા કે તે પોતાના કરતા ઘણી નાની અને કિંગફિશરમાં ઍરહોસ્ટેસ રહી ચૂકેલ છોકરી સાથે લગ્ન કરવાનો છે.

માલ્યાના મહેમાન પણ હોય છે તેના જેવા :

એ વાત બધા જાણી ગયા છે કે, માલ્યા છોકરીઓને કોઈ વસ્તુની જેમ ઉપયોગ કરે છે. માલ્યાની ઐયાસી વિષે દેશના બાળક પણ જાણે છે. માલ્યાની થનારી પાર્ટીઓમાં હમેશા ચારો બાજુ છોકરીઓ જ દેખાય છે. અને વિજય માલ્યાની કોઈ પણ પાર્ટી છોકરીઓ અને દારૂ વગર પુરી થતી જ નથી. જે રીતે માલ્યા ઐયાસ છે તેવી જ રીતે તેનાં મહેમાન પણ એવા હોય છે.

મિત્રો, તમે બધા માલ્યા વિષે તો જાણો જ છો. પરંતુ શું તમે માલ્યાની દીકરી વિષે જાણો છો? જણાવી દઈએ કે માલ્યાની પાર્ટીમાં હસીનાઓની સાથે તેમની દીકરી પણ રહે છે.

સમીરા રેડ્ડી જ છે માલ્યાની દીકરી :

મિત્રો, તમને જણાવી દઈએ કે અમે માલ્યાની જે દીકરીની વાત કરી રહ્યા છીએ, તે કોઈ બીજી નથી પણ બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી છે. જી હા, સમીરા રેડ્ડી અને વિજય માલ્યા વચ્ચે બાપ અને દીકરીનો સંબંધ છે. આમ તો માલ્યા છોકરીઓને વસ્તુ સમજીને જ એમનો ઉપયોગ કરે છે. પરંતુ સમીરા રેડ્ડીને તે પોતાની દીકરી માને છે.

ઘણા ઓછા લોકો આ વિષે જાણે છે કે, સમીરા રેડ્ડી માલ્યાની દીકરી છે. પણ તમે નવાઈ ના પામતા, કારણ કે સમીરા રેડ્ડી વિજય માલ્યાની સગી દીકરી નથી, પણ તે એની માનેલી દીકરી છે. અને વિજય માલ્યાએ જ સમીરા રેડ્ડીનું કન્યાદાન કર્યુ હતું. આ રીતે જોવા જઈએ તો સમીરા માલ્યાની દીકરી છે.

સમીરા રેડ્ડીનું કન્યાદાન માલ્યાએ કર્યુ :

આમ તો સમીરા રેડ્ડી વિજય માલ્યાને અંકલ કહે છે. અને સમીરા ઘણી બોલીવુડ ફિલ્મોમાં અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સમીરાની અદાઓ ઘણી કાતિલ છે. જયારે લોકોને સમીરા અને માલ્યાનાં સબંધના વિષે ખબર પડી, ત્યારે લોકોએ સમીરા પર નિશાનો સાધવાનો શરુ કર્યો હતો.

પણ સમીરાએ આની જરાપણ ચિંતા કરી નહિ. અને આજે પણ સમીરા અને માલ્યા વચ્ચે ખુબ સારા સંબંધ છે. સમીરાએ વર્ષ 2014 માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા છે. સમીરાના લગ્નમાં માલ્યાએ પિતાની ભૂમિકા નિભાવી હતી. અને તેમણે સમીરાનું કન્યાદાન પણ કર્યુ.

બોલીવુડના મોટા-મોટા સ્ટાર્સ પણ ફરતા હતા માલ્યાની પાછળ :

જણાવી દઈએ કે, સમીરા રેડ્ડીએ પોતાના લગ્નમાં વિજય માલ્યાને ખાસ મહેમાન તરીકે બોલાવ્યા હતા. અને મળેલી જાણકારી અનુસાર વિજય માલ્યાના દીકરા સિધ્ધાર્થ માલ્યા અને સમીરા રેડ્ડી વચ્ચે પણ ખુબ સારા સંબંધ હતા. આજે ભલે માલ્યા દેશના હજારો કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો છે. પરંતુ એક સમય એવો હતો કે તેમની આગળ પાછળ બોલીવુડના મોટા મોટા સ્ટાર્સ, ક્રિકેટર અને રાજનેતા ચક્કર લગાવતા હતા. આ કારણે જ વિજય માલ્યાને કિંગ ઓફ ગુડ ટાઇમ્સ પણ કહેવાય છે. સમીરા અને માલ્યા વચ્ચેના આ સંબંધની જાણકારી તેના મિત્રોએ આપી હતી.