ભગવાનને ધરાવો છો ભોગ તો આ વાતોનું રાખો વિશેષ ધ્યાન.

0
98

જાણો કયા દેવી-દેવતાઓને કયો ભોગ ધરાવવાથી મળે છે શુભ પરિણામ, રાખવું પડશે આ વાતોનું ધ્યાન. હિંદુ ધર્મમાં તમામ દેવી દેવતાઓની પૂજા વખતે તેને ચડાવવામાં આવતા ભોગનું પોતાનું એક વિશેષ મહત્વ છે. પરંતુ લોકો હંમેશા અજાણતામાં ભોગ ચડાવવામાં ભૂલ કરી બેસે છે, જેના કારણે તેને પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળતું. હંમેશા આપણેને એ ખબર નથી હોતી કે આપણે ક્યા ભગવાનને ભોગમાં શું ચડાવવું જોઈએ, અને અજ્ઞાનતા વશ આપણાથી ભૂલ થાય છે. તો આવો આજે તમને આ લેખમાં જણાવીએ છીએ કે ક્યા દેવી દેવતાને કયો ભોગ ચડાવવો શુભ રહેશે.

ભગવાન શિવને ભોગ : વર્ષ આખું અલગ અલગ મહિનામાં ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. ઘણા બધા વ્રત અને તહેવાર હોય છે. આ બધા વ્રત અને તહેવાર ઉપર ભોલે બાબાને તેની પસંદનો ભોગ ચડાવવાથી લોકોને ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને પંચામૃત અને ભાંગનો ભોગ ચડાવવો અતિ ઉત્તમ હોય છે, કેમ કે માન્યતાઓના આધારે શિવજીને ભાંગ અને પંચામૃત ખુબ પસંદ છે. તે ઉપરાંત ભોલે બાબાને ચિરોંજી, સાકર અને રેવડીનો ભોગ પણ ચડાવવામાં આવે છે. શ્રાવણના વ્રત રાખવા વાળા લોકો ભોલે બાબાને ગોળ, ચણા અને ચિરોંજીનો ભોગ ચડાવીને પ્રસન્ન કરી શકાય છે.

હનુમાનજીનો ભોગ : આમ તો બજરંગબલીના ભક્તો દરરોજ તેની ઉપાસના કરે છે, પરંતુ મંગળવારના દિવસે વિશેષ પ્રકારે હનુમાનજીને સમર્પિત છે. જો લોકો મંગળવારના દિવસે બજરંગબલીને પંચમેવા, ગોળ માંથી બનેલા લાડુ કે હળવાનો ભોગ ચડાવવામાં આવે છે, તો બજરંગબલીની તેમની ઉપર વિશેષ કૃપા થાય છે. બજરંગબલીને ચમેલીના તેલમાં પીળું સિંદુર ભેળવીને ચોલા ચડાવવા પણ ઘણું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો વ્યક્તિ દર મંગળવારે એમ કરે છે તો તેની ઉપર આવી રહેલી તમામ પ્રકારની અડચણો અને તકલીફો માંથી તેને મુક્તિ મળી જાય છે.

ભગવાન ગણેશનો ભોગ : વિઘ્નહર્તા ગણપતિને ખુશ કરવા ઘણા સરળ છે. ભગવાન ગણેશને મોદક, મોતીચૂરના લાડુ, શ્રી ખંડ, છપ્પનભોગ, કેળાનો શીરો, રવા પોંગલ અને પૂરન પોલી જેવા તમામ સ્વાદિષ્ટ ભોગ ખુબ ગમે છે. એ કારણ છે, કે ભક્ત ગણેશ ચતુર્થીના તહેવાર ઉપર ભગવાન ગણપતિને દરરોજ અલગ અલગ પ્રકારના ભોગ ચડાવીને પ્રસન્ન કરે છે. કેમ કે આપણા હિંદુ ધર્મમાં ભગવાનને ભોગ ચડાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને ભોગ : શ્રુષ્ટિના સર્જનહાર વિષ્ણુની પૂજા દરક ઘરમાં કરવામાં આવે છે. દર મહિનામાં આવતી બે અગિયારસની તિથી ઉપર ભગવાન વિષ્ણુની પૂજા થાય છે, વ્રત રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ભોગમાં ખીર કે સોજીનો હલવો ઘણો પસંદ છે. એટલા માટે ભક્તોને ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે ખીર કે હલવાનો ભોગ જરૂર ચડાવવો જોઈએ. ભોગમાં તુલસીના પાંદડા જરૂર નાખો. ધાર્મિક માન્યતાઓના આધારે જો વિષ્ણુજીને ભોગમાં તુલસીના પાંદડા ન હોય તો ભગવાન વિષ્ણુ તે ભોગનો સ્વીકાર નથી કરતા.

માતા લક્ષ્મીને ભોગ : સુખ સમૃદ્ધી અને ધનની દેવી માં લક્ષ્મીને સફેદ રંગ માંથી બનેલી વાનગી ઘણી ગમે છે. માં લક્ષ્મીની પૂજામાં ખીર કે પછી સફેદ રંગની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ. દર શુક્રવારના રોજ થતા વૈભવ લક્ષ્મીના વ્રતમાં ભક્તોએ ભોગમાં ખીરનો પ્રસાદ બનાવવો જોઈએ. જે પૂજા પછી પ્રસાદના રૂપમાં આખા કુટુંબને એક સાથે સાંજે બેસાડીને ગ્રહણ કરાવવો જોઈએ. એમ કરવાથી માં લક્ષ્મીની આખા કુટુંબ ઉપર વિશેષ કૃપા જળવાઈ રહે છે.

શનિદેવને ભોગ : નવ ગ્રહોમાં શનીને સૌથી વધુ ગુસ્સા વાળા અને ખતરનાક ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શની દેવને ક્યા ભોગથી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શની ભગવાનને કાળો રંગ ઘણો ગમે છે, અને તેને કાળા તલ અને અડદની દાળનો ભોગ ચડાવવામાં આવે છે. પરંતુ શનીજીને એક વસ્તુ ઘણી પસંદ છે અને તે છે મીઠી પૂરી અને કાળા અડદની દાળની ખીચડી. જો લોકો શનિવારના દિવસે શની દેવને તેનો ભોગ ચડાવે છે, તો શની દેવની તેની ઉપર વિશેષ કૃપા જળવાઈ રહે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.