ભગવાન શિવ અને ગણેશજી પર ભૂલથી પણ ના ચઢાવો આ ફૂલ, નહીંતર ભોગવવી પડશે મુસીબતો.

0
1516

જાણો દેવતાઓને પસંદ હોય છે કેવા રંગના ફૂલ અને ક્યા મંત્રો સાથે થાય છે તે જલ્દી પ્રસન્ન

હિંદુ ધર્મમાં કોઈપણ પૂજા પાઠ કે શુભ કાર્યમાં ફૂલોનું વધુ મહત્વ હોય છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે ફૂલ એક વિશેષ મહત્વ ધરાવે છે. દરેક ભગવાનને જુદા જુદા ફૂલ પસંદ હોય છે, બસ એવી રીતે જ દરેક ભગવાનની પૂજા માટે પણ જુદા જુદા પ્રકારના મંત્રોના ઉચ્ચારણ પણ કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે જો તમે ભગવાનને થોડા વિશેષ રંગના ફૂલ ચડાવશો તો જલ્દી પ્રસન્ન થાય છે અને જલ્દી જ તમારી દરેક મનોકામના પૂરી કરી દે છે. તો આજે અમે તમને અમારા આ લેખમાં જણાવીશું કે ક્યા ભગવાનને તમારે ક્યા રંગના ફૂલ ચડાવવા જોઈએ, સાથે જ કેવા પ્રકારના મંત્રોના જાપ કરવા જોઈએ, જેથી તે જલ્દી પ્રસન્ન થઇ જાય.

સનાતન ધર્મમાં ફૂલોનું મહત્વ :-

दैवस्य मस्तकं कुर्यात्कुसुमोपहितं सदा।

આ મંત્રનો અર્થ છે કે દેવતાનું મસ્તક કે માથું હંમેશા ફૂલોથી સુશોભિત રહેવું જોઈએ.

पुष्पैर्देवां प्रसीदन्ति पुष्पै देवाश्च संस्थिता

न रत्नैर्न सुवर्णेन न वित्तेन च भूरिणा

तथा प्रसादमायाति यथा पुष्पैर्जनार्दन।

આ પંક્તિઓનો અર્થ છે કે ભગવાનના ચરણોમાં ભલે જેટલા પણ રત્ન, સોનું, દવવ્ય અર્પણ કરો કે પછી વ્રત અને તપસ્યા કરો પરંતુ ભગવાન ફૂલ અર્પણ કરવાથી જેટલા ખુશ થાય છે એટલા કોઈ બીજી વસ્તુથી નથી થતા.

ભગવાન શિવના પ્રિય ફૂલ અને મંત્ર

ભોળાનાથને ધતુરાના ફૂલ ખુબ પ્રિય હોય છે. તે ઉપરાંત તમે શિવ ભગવાન ઉપર હરસિંગાર, નાગકેસરના સફેદ ફૂલ, કણેર, આંકડા, કુશ વગેરેના ફૂલ પણ અર્પણ કરી શકાય છે. માત્ર યાદ રાખશો કે ભગવાન શિવ ઉપર ક્યારે પણ કેવડાના ફૂલ અને તુલસીપત્ર ભૂલથી પણ ન ચડાવો.

સિવ મૂળ મંત્ર ૐ નમઃ શિવાય :-

મહામૃત્યુંજય મંત્ર – ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्, उर्वारुकमिव बन्धनानत् मृत्योर्मुक्षीय मामृतात्

ભગવાન વિષ્ણુના પ્રિય ફૂલ અને મંત્ર

ભગવાન વિષ્ણુને કમળ, જુહી, કદમ્બ કેવડા, ચમેલી, ચંપો, વૈજયંતીના ફૂલ વિશેષ પ્રિય હોય છે. અને જ્યાં ભગવાન શિવ ઉપર તુલસી દલ ચડાવવાની મનાઈ છે, તે ભગવાન વિષ્ણુ ઉપર તુલસી દલ ચડાવવાથી ખુબ ઝડપથી પ્રસન્ન થાય છે. કારતક માસમાં ભગવાન નારાયણને જો કેતકીના ફૂલથી પૂજા કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે તે જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

मंत्र- ‘ॐ नमो भगवते वासुदेवाय’

ભગવાન ગણેશના પ્રિય ફૂલ અને મંત્ર

ભગવાન ગણેશ ખુબ જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા છે. ગણેશજીને દુર્વા જેને ઘાંસ પણ કહે છે તે ખુબ પસંદ હોય છે. તે ઉપરાંત ભગવાન ગણેશ ઉપર તમે કોઈપણ લાલ રંગના ફૂલ ચડાવી શકો છો. પરંતુ યાદ રાખો કે ભગવાન શિવની જેમ ગણેશજી ઉપર પણ ભૂલથી તુલસીપત્ર ન ચડાવો.

मंत्र-वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ।। निर्विघ्नं कुरू मे देव सर्वकार्येषु सर्वदा।।

ભગવાન સૂર્યના પ્રિય ફૂલ અને મંત્ર

ભગવાન સૂર્યને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. ભગવાન સૂર્યને આંકડાના ફૂલ અને જળ સૌથી વધુ પ્રિય છે. અને ક્યારે પણ ભૂલથી સૂર્ય ભગવાન ઉપર ધતુરા અને અપરાજિતાના ફૂલ ન ચડાવો.

मंत्र- ॐ ह्रीं ह्रीं सूर्याय नमः

ભગવાન હનુમાનના પ્રિય ફૂલ અને મંત્ર

ભગવાન હનુમાનજીને લાલ રંગ અતિશય પ્રિય છે. એટલે તેમને હંમેશા લાલ ફૂલ, લાલ ગુલાબ, લાલ સુરજમુખી અને તુલસીપત્ર જ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ઉપર લાલ ફૂલ ચડાવવાથી તે દરેક મનોકામના જલ્દીથી પૂરી કરી દે છે.

मंत्र- श्री हनुमंते नम:

ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય ફૂલ અને મંત્ર

ભગવાન શ્રીકૃષ્ણને ફૂલો સાથે કેટલો પ્રેમ છે એ વાત તો બધા જાણે જ છે. કૃષ્ણ ભગવાનને વૈજંતીમાળા અને તુલસીપત્ર ખુબ જ પ્રિય હોય છે. તે ઉપરાંત તેમને કુમુદ, ફરવરી, ચણક, માલતી, કેસુડો અને વનમાળાના ફૂલ પણ અર્પણ કરી શકાય છે.

मंत्र- कृं कृष्णाय नमः

માતા લક્ષ્મીના પ્રિય ફૂલ અને મંત્ર

ધનની દેવી માતા લક્ષ્મીને સૌથી વધુ કમળનું ફૂલ ગમે છે. તે ઉપરાંત તમે માતા લક્ષ્મીના ચરણોમાં પીળા ફૂલ અને લાલ ફૂલ ચડાવીને પ્રસન્ન કરી શકો છો.

मंत्र- ॐ श्रीं श्रीं महालक्ष्म्यै श्रीं श्रीं ॐ नम:

महालक्ष्मी मंत्र-ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥

ભગવાન શનિદેવના પ્રિય ફૂલ અને મંત્ર

ભગવાન શિવે શનિદેવને ન્યાયધીશનું સ્થાન આપ્યું છે. અને શનિદેવને વાદળી ફૂલ ખુબ જ પ્રિય હોય છે.

मंत्र- ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

– ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.