દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે ભાદરવી પુનમનું વ્રત, જાણો વધુ વિગત

0
581

હિંદુ ધર્મમાં વ્રતનું વિશેષ મહત્વ છે. અને વ્રત રાખવાથી ધાર્મિક દ્રષ્ટિએ તો લાભ થાય જ છે પરંતુ એનાથી આરોગ્યની દ્રષ્ટીએ પણ ઘણા લાભ થાય છે. વ્રત રાખવાથી શારીરિક લાભ થાય છે, અને સાથે સાથે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. માટે દરેક વ્યક્તિએ જીવનમાં વ્રત રાખવા જ જોઈએ.

મિત્રો, હિંદુ પંચાંગ મુજબ ભાદરવા મહિનામાં આવનારી પુનમનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. ભાદરવા મહિનાની પુનમના દિવસે ભગવાન વિષ્ણુની સત્યનારાયણ રૂપની પૂજા કરવામાં આવે છે. નારદ પુરાણ મુજબ આ દિવસે ઉમા-મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે.

એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા-મહેશ્વર વ્રત રાખ્યું હતું. આ પુનમ એટલા માટે પણ મહત્વ ધરાવે છે, કેમ કે આ દિવસે પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ શરુ થાય છે. આ પુનમ ભગવાન સત્યનારાયણની પૂજા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે આ પુનમ ૧૪ સપ્ટેમ્બરના રોજ આવી રહી છે.

કેવી રીતે કરવું વ્રત :

ભાદરવી પુનમનું વ્રત કરવા વાળા સ્ત્રીપુરુષ બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરે. ત્યાર પછી પૂજાઘર સ્વચ્છ અને શુદ્ધ કરી લો. એક લાકડાના પાટલા ઉપર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરીને તેની ઉપર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે ફોટો મુકો. પૂજા પહેલા તમારી વિશેષ કામનાની પુરતી માટે સંકલ્પ લો. ભગવાન સત્યનારાયણની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળો. કથા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો. દિવસ આખો અન્નનું ગ્રહણ ન કરો.

વ્રતના લાભ :

ભાદરવી પુનમનું વ્રત કરવાના લાભ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. આ દિવસે વિષ્ણુના સ્વરૂપમાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખો અને તકલીફોમાંથી મુક્તિ મળે છે. જીવનની તમામ આર્થિક તકલીફોનો ઉકેલ થઇ જાય છે. જે વિશેષ કામનાની પુરતી માટે આ વ્રત કરવામાં આવે છે, તે વહેલી તકે જ પૂરી થાય છે. અપરણિત કન્યાઓ અને યુવકોના લગ્ન તરત જ થઇ જાય છે. ગુમાવેલું માન સન્માન, હોદ્દો અને પ્રતિષ્ઠા પાછી મળી જાય છે. એટલે કે આ એક વ્રત તમને ઘણા બધા લાભ અપાવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.