ભાડાના મકાનમાં રહે છે રણવીર, વર્ષે એટલું ભાડું ભરે છે કે તમે બંગલો બનાવી લો

0
2546

બોલીવુડના ડેશિંગ અને નટખટ એક્ટર રણવીર સિંહ આમ તો હંમેશા પોતાની ફેશન સ્ટાઇલ, ફિલ્મ અને દીપિકા સાથે પોતાની લવ કેમેસ્ટ્રીને લઈને મીડિયાના સમાચારોમાં છવાયેલી રહે છે. બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને પણ ઘણી પસંદ કરવામાં આવે છે. હાલમાં તેઓ પોતાની કોઈ ફિલ્મને કારણે નહિ પણ નવા ઘરને લઈને ચર્ચામાં આવી ગયા છે, કારણ કે રણવીર સિંહે એ જ બિલ્ડિંગમાં પોતાનો ફ્લેટ ભાડે લીધો છે, જ્યાં દીપિકાનું ઘર છે.

દીપિકા પાદુકોણનું ઘર મુંબઈના પ્રભાદેવીમાં આવેલા બ્યુમોંડ ટાવરમાં છે, અને ત્યાં જ એક્ટર રણવીર સિંહે એક ફ્લેટ ભાડા પર લીધો છે. એનું ભાડું જાણીને તમે ચકિત રહી જશો અને વિચારશો કે થોડા વધારે પૈસા ભેગા કરીને ઘર જ ખરીદી લેતે તો સારું રહે. કારણ કે દીપિકાએ અહીં વર્ષ 2010 માં 16 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો, તો ત્યાં રણવીર આ ફ્લેટ માટે દર મહિને 7.26 લાખ રૂપિયા આપે છે.

રણવીર સિંહે આ મકાન માલિક સાથે ત્રણ વર્ષનું એગ્રીમેન્ટ પણ કરી લીધું છે. એટલે ત્રણ વર્ષ પહેલા તેમનો આ ફ્લેટ છોડવાનો ઈરાદો નથી. હવે ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, રણવીર સિંહે આ બિલ્ડિંગમાં 4 BHK નો એક ફ્લેટ ભાડા પર લીધો છે.

એટલે તમે કહી શકો છો, કે દીપિકા ફાયદામાં રહી, કારણ કે જેટલા પૈસા રણવીર ભાડામાં ખર્ચ કરી રહ્યા છે, એટલામાં તો દીપિકાએ ફ્લેટ ખરીદી લીધો. ભાઈ કોઈએ સાચું કીધું છે કે, મહિલાઓનું મગજ પૈસાની બાબતમાં પુરુષો કરતા ઝડપી દોડે છે.

જણાવી દઈએ કે, રણવીર અને દીપિકાએ લાંબા સમય સુધી એક-બીજાને ડેટ કર્યા પછી વર્ષ 2018 માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન ઇટલીના લેક લોમોમાં થયા હતા. દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘છપાક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એમના કો-સ્ટાર વિક્રાંત મેસી હશે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બની છે.

તેમજ રણવીર સિંહ પોતાની આવનારી ફિલ્મ ’83’ ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એકવાર ફરી રણવીર અને દીપિકા સાથે દેખાશે. ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકા ભજવશે અને દીપિકા એમની પત્નીની. આ ફિલ્મને કબીર ખાન નિર્દેશિત કરી રહ્યા છે.

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.