વિડીયો એડિટિંગ માટે સૌથી ખાસ એપ, ખૂબીઓ જાણીને ચકિત થઇ જશો

0
89

પોતાના વિડીયોને જાતે એડિટ કરી, તેને એકદમ પ્રોફેશનલ લૂક આપવા માંગો છો તો ઉપયોગ કરો આ એપ્સ.

લોકડાઉન પછી યુટ્યુબ વિડિઓ નિર્માતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં વિડિઓ એડિટિંગના નાના-નાના કામો માટે તેમને પ્રોફેશનલ એડિટરની જરૂર પડે છે. તમે બધા જાણો છો કે, પ્રોફેશનલ એડિટરની પોતાની ન્યૂનતમ ફી પણ હોય છે. આવી સ્થિતિમાં આ સર્જકો માટે દર અઠવાડિયે 2-3 વિડિઓનું એડિટિંગ કરવું પણ ખૂબ ખર્ચાળ હોય છે. શરૂઆતમાં આવકનો કોઈ સ્રોત નથી હોતો, અને આવા બધા ખર્ચ તેમના ઉત્સાહને ઘટાડવા માંડે છે.

જો તમારી પણ આ જ સ્થિતિ છે અને તમે તમારા વિડિઓને જાતે જ એડિટ કરવા માંગતા હો, તેને ખૂબ જ પ્રોફેશનલ લુક આપવા માંગતા હો, તો અમે તમને કેટલીક એપ્લિકેશનો વિશે જણાવીશું, જે વિડિઓને એડિટ કરવાનું સરળ બનાવશે અને તમારા વિડિઓ પણ અલગ દેખાશે. આવો જાણીએ આ ટોચની વિડિઓ એડિટિંગ એપ્લિકેશન્સ વિશે.

કાઇનમાસ્ટર (KineMaster) : લોકો લાંબા સમયથી કાઇનમાસ્ટર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. કેટલાક સમય પહેલા તે વિડિઓ એડિટિંગ માટે ઉપલબ્ધ કેટલાક વિકલ્પોમાં ટોચના સ્થાન પર હતી. આ એક સરસ વિડિઓ એડિટિંગ એપ્લિકેશન છે. જો તમે તેના તમામ ફંક્શનને યોગ્ય રીતે સમજી લેશો, તો પછી કોઈ અન્ય એપ્લિકેશન વિશે ભાગ્યે જ વિચારશો. તેમાં ઘણી અદ્યતન સુવિધાઓ પણ છે, જે કમાલની એડિટિંગનો અનુભવ આપે છે. જેમ કે ગ્રીન સ્ક્રીન, બેકગ્રાઉન્ડ રિમૂવિંગ વગેરે.

વોટર માર્ક સાથે તેને મફતમાં વાપરી શકાય છે, પરંતુ વોટર માર્કને દૂર કરવા માટે તમારે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. આ એપ્લિકેશનમાં આવી ઘણી સુવિધાઓ છે, જે તેને પ્રીમિયમ વિડિઓ એડિટિંગ સોફ્ટવેરની શ્રેણીમાં સમાવિષ્ટ કરે છે. આ એપ્લિકેશન Android વર્ઝન 5.0 અથવા તેનું ઉપરના વર્ઝન સાથે કામ કરે છે. જો તમારો ફોન તેના કરતા નીચા વર્ઝનનો છે, તો તમને તેના યોગ્ય ઉપયોગમાં સમસ્યા આવી શકે છે. કાઇનમાસ્ટરને 100 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે, અને એપ્લિકેશનના વપરાશકર્તાઓએ તેને 4.4 રેટિંગ આપ્યું છે.

વિડિઓ શો (VideoShow) : ઘણા લોકો દ્વારા વિડિઓ શો એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તમે ફક્ત એચડી ક્વોલિટીમાં વિડિઓને એડિટ કરી શકો છો. જ્યારે તમે આ એપ્લિકેશન દ્વારા કોઈપણ એડિટિંગ કરવાનું શરૂ કરો છો, ત્યારે કોઈ થીમ પસંદ કરવાની રહેશે. પછી તમે તે ફોટા પસંદ કરો કે જેની સાથે તમે વિડિઓ બનાવવા માંગો છો. વિડિઓ એક વિશિષ્ટ દેખાવ સાથે થોડીવારમાં તૈયાર થઈ જશે. આ સિવાય તમને ગમતું ટેક્સ્ટ પણ પસંદ કરી શકો છો. આમાં તમે ન ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી શકો છો, પરંતુ તમે એકસાથે બેથી વધુ વિડિઓ જોડી પણ શકો છો.

ગમે ત્યાંથી વિડિઓને ટ્રિમ કરવી પણ ખૂબ સરળ છે. આ એપ્લિકેશન શીખવામાં વધુ સમય બગડશે નહિ. આ વિડિઓ એડિટિંગ એપ્લિકેશનમાં ગમે ત્યાંથી ઝૂમ ઇન, ઝૂમ આઉટ જેવી ઘણી આકર્ષક સુવિધાઓ છે. ગૂગલ પ્લે સ્ટોર પર વિડિઓ શો એપ્લિકેશનના 100 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ અને રેટિંગ 4.6 છે. મોટાભાગના લોકો તેને પસંદ કરી રહ્યા છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારા ફોનમાં ઓછામાં ઓછું Android વર્ઝન 4.1 અથવા તેનાથી ઉપરનું વર્ઝન હોવું આવશ્યક છે.

પાવર ડિરેક્ટર (PowerDirector) : વિડિઓ એડિટિંગ માટે વપરાશકર્તાઓ પાવર ડિરેક્ટરને ખૂબ પસંદ કરે છે. જો કે મોટે ભાગે પ્રોફેશનલ કામ કરતા વપરાશકર્તાઓ જ તેનો ઉપયોગ કરે છે. તે મોબાઇલ ઉપરાંત વિંડોઝ માટે પણ ઉપલબ્ધ છે. મોટાભાગના યુટ્યુબર્સ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે એડિટિંગની બધી પ્રીમિયમ સુવિધાઓ, જેવી કે ગ્રીન સ્ક્રીન, ટ્રીમ, સ્પ્લાઇસ, રોટેટ અને બ્રાઇટનેસ કંટ્રોલ મળે છે.

આ એપ્લિકેશનમાં તમને પીઆઈપી એટલે કે પિક્ચર ઇન પિક્ચરનો સપોર્ટ પણ મળે છે. જો કે આ સુવિધાઓ નબળા પ્રોસેસરવાળા સ્માર્ટફોન સાથે કામ કરતી નથી. તેમ છતાં તમે તેનો મફતમાં ઉપયોગ કરી શકો છો, પણ તેમાં વોટર માર્ક પણ સાથે રહે છે. તેને દૂર કરવા માટે તમારે તેને સબ્સ્ક્રાઇબ કરવી પડશે. એપ્લિકેશનનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓએ તેને 4.6 રેટ આપ્યું છે. આ એપ્લિકેશન Android વર્ઝન 4.4 અથવા તેના પછીના વર્ઝન પર કામ કરે છે.

વીટા (Vita) : જો તમે યુ ટ્યુબર બનવા માંગો છો, તો આ એપ્લિકેશન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે મફત છે. વીટાની મદદથી તમે કમાલનું વિડિઓ એડિટિંગ કરી શકો છો. જો તમે ફોટામાંથી એક શાનદાર વિડિઓ બનાવવા માંગતા હો, તો તમારા માટે આ એક સરસ વિકલ્પ છે. હા તમારે ફોટા માટે અમુક જરૂરી મંજૂરી આપવી પડશે. તમે અહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઉમેરી શકો છો.

આ એપ્લિકેશનમાં એવા એડિટિંગ ફીચર્સ અને ટુલ્સ છે કે જેનાથી એક પ્રોફેશનલ વિડિઓ બનાવવો કોઈ મુશ્કેલ કામ નથી. આ સિવાય તમે સેટિંગ્સમાં જઈને વોટર માર્ક બતાવવું કે નહીં તે પસંદ કરી શકો છો. તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી વીટા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હજી સુધી લાખો વપરાશકર્તાઓ તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની શરત એ છે કે તમારો ફોનમાં Android વર્ઝન 6.0 અથવા તેનાથી ઉપરનું વર્ઝન હોવું જોઈએ.

ઇનશોટ (InShot) : ઇનશોટ એપ્લિકેશનને આજકાલ યુટ્યુબર વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વિડિઓમાં કેપ્શન આપવા હોય તો તમે અહીં સરળતાથી કરી શકો છો. એક સાથે ઘણા લેયરનો ઉપયોગ કરવો, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે વિડિઓ ફોર્મેટ પસંદ કરવી ફક્ત એક ટચમાં શક્ય છે. આ એપ્લિકેશન ઘણી યુઝરફ્રેન્ડલી છે. નવા વપરાશકર્તા થોડીવારમાં જ આ એપ્લિકેશનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી શકે છે.

આમ તો આ એપ્લિકેશન વાપરવા માટે એકદમ મફત છે, પરંતુ વિડિઓ એક્સપોર્ટ કર્યા પછી વોટર માર્ક આવે છે, અને તેને દૂર કરવા માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડે છે. પણ સારી વાત એ છે કે તમે ઇચ્છો તો થોડી સેકંડનો વિડિઓ જોઈને વોટર માર્કને મફતમાં દૂર કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોરમાં તેને 4.8 રેટિંગ મળ્યું છે. તેના પરથી તમે તેનો અંદાજ લગાવી શકો છો કે, એપ્લિકેશનનો ઉપયોગ કરતા લોકોનો અનુભવ કેવો હશે. જો તમારા ફોનમાં એન્ડ્રોઇડ વર્ઝન 5 અથવા તેનાથી ઉપરનું વર્ઝન છે, તો આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નથી આવતી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.