મીઠાઈની દુકાન પર મળે એવા બેસનના લાડવા બનાવવા હોય તો જાણો રીત.

0
1583

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ચણાના લોટના લાડુ બનાવવાની રેસીપી લઈને આવ્યા છે. આ રેસીપીની મદદથી તમે દુકાનમાં મળે એવા જ સરસ મજાના ચણાના લોટના લાડુ બનાવી શકશો. તો આવો શરુ કરીએ લાડુ બનાવવાનું.

ચણાના લોટના સ્વાદિષ્ટ લાડુ બનાવવા માટે સૌથી પહેલા અડધો કિલો ચણાનો લોટ, અડધો કિલો બુરૂ અને ૪૦૦ ગ્રામ ઘી લેવાનું છે. તમારે એમાં સુકા મેવા ઉમેરવા હોય તો બદામ અને કાજુ વગેરે કાપીને એમાં ઉમેરી શકો છો. જો તમને બજાર જેવા કરકરા લાડુ ખાવાનું પસંદ છે, તો અમે આમાં બજાર માંથી ખરીદેલું બુરું વાપરી શકો છો. નહી તો ઘરે જ ખાંડને દળીને બુરું તૈયાર કરો.

લાડુ બનાવવા માટે સૌથી પહેલા ચણાના લોટને ચાળી લો. પછી એમાં થોડું ઘી નાખો, અને તેને કડાઈમાં ધીમા તાપે શેકો. જેમ જેમ તે શેકાશે તેમ તેમ તેમાંથી સુગંધ આવવા લાગશે. પછી તેમાં બીજું થોડું ઘી ભેળવવાનું છે. અહી ધ્યાન રહે કે એક સાથે બધું ઘી ન ભેળવી દેવું, થોડું થોડું કરીને ભેળવવાનું છે, જેથી તે ઘટ્ટ પણ ન થઈ જાય, અને જો જરૂર લાગે છે તો થોડું વધુ ઘી પણ ઉમેરો. અને જો લાડુ બનાવતી વખતે એવું લાગે કે લાડુ તૂટી રહ્યા છે, તો તે સમયે પણ થોડું ઘી ઉમેરી શકો છો, જેથી લાડુ સારી રીતે બની જાય.

તમારે આ લાડુ બનાવતા સમયે ખાસ ધ્યાન રાખવું કે લોટ થોડો જાડો લેવો, જે બજારમાં સરળતાથી મળી જાય છે. જેથી લાડુ કરકરા બનશે અને ખાતી વખતે મોઢામાં ચોંટશે નહિ. જો જાડો લોટ ન મળે તો તેમાં થોડો રવો ભેળવી શકો છો. તે પણ લાડુને કરકરા કરી આપશે અને સારો ટેસ્ટ આપશે. આ એક બીજી રીત છે કે જેનાથી લાડુ દાણાદાર બનાવી શકાય છે.

હવે લોટને સતત હલાવવાથી તેનો રંગ બદલાઈ જશે, તે ફૂલી જશે અને જયારે લોટ શેકીએ છીએ તો તેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. જયારે તેમાં ઘી નાખો ત્યારે એવું લાગે કે તે ઘણું પાતળું થઈ ગયું છે, તો તેમાં થોડું વધારે ઘી નાખવું. પછી તેને થોડી વાર હલાવવાથી એવું લાગશે કે બધું ઘી લોટે શોષી લીધું છે.

જણાવી દઈએ કે, લોટ શેકતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તેને સતત હલાવતા રહેવાનો છે. બીજી વાત અને તેને ધીમા તાપ ઉપર ક શેકવો. લોટને ક્યારે પણ વધુ તાપ ઉપર શેકવો જોઈએ નહિ. કારણ કે તેનાથી તેનો રંગ એકદમ લાલ થઈ જશે પરંતુ લોટ શેકાશે નહી, માટે ધીમા તાપ ઉપર જ શેકવો. સતત હલાવતા રહેવાથી હવે તેનો રંગ પણ બદલાઈ જશે, જે પહેલા આછો પીળો થાય છે, હવે તે થોડો ડાર્ક થઈ ગયો હશે, અને તેમાંથી ઘણી જ સારી સુગંધ આવશે.

તમે એને ચાખી શકો છો કે તે કાચો છે કે શેકાઈ ગયો છે. અને તેમાંથી બાજુના ભાગમાં ઘી છૂટવાનું શરુ થશે. તેમજ જો તમે જાડો લોટ નથી લીધો, અને તેને તમે દાણાદાર બનાવવા માંગો છો, તો તેમાં એક ચમચી પાણી ઉમેરો અને તેને સતત હલાવતા રહો. જેવું તમે પાણી ઉમેરશો એટલે તેની ઉપર છારી જેવું આવશે. તમે તેને હલાવતા રહો તેના લોટ હવે એકદમ દાણાદાર બની જશે. આ કામ પૂરું થાય એટલે ગેસને બંધ કરી દેવાનો છે. હવે તેને હળવું ઠંડુ થવા માટે મૂકી દો.

હવે આ મિશ્રણ હળવું ગરમ રહે એટલે તેમાં બુરું ઉમેરવું, ડ્રાય ફ્રુટ પણ હવે ઉમેરવા. હવે લોટ ઠંડો થઈ ગયો છે, હવે તેમાં ખાંડ કે બુરું ઉમેરીશું. આને પણ તમારે એક સાથે બધું નથી ભેળવવાનું પણ થોડું થોડું કરીને ભેળવવાનું છે, જેથી સારી રીતે મિક્ષ થઈ જાય. એક સાથે ભેળવશો તો હલાવવામાં તકલીફ પડશે.

જો આ મિશ્રણ વધારે ઘટ્ટ થઈ ગયું છે અને તમને હલાવતા નથી ફાવતું, તો તેને ફરી ધીમા તાપ ઉપર ગરમ પણ કરી શકો છો જેથી તે બુરુ ઓગળી જશે, પછી સરળતાથી તે ભેળવી શકાશે. હવે જુવો લોટ સારી રીતે મિક્ષ થઈ ગયો છે. લોટ અને ખાંડ એકદમથી મિક્ષ થઈ ગયુ છે. તમે થોડું મિશ્રણ ખાઈને જોઈ શકો છો અને ગળ્યું ઓછું હોય તો થોડી ખાંડ ઉમેરી શકો છો. બસ હવે હાથમાં થોડું મુશ્રણ લઈને તેને સારી રીતે લાડુ બનાવી લો. અને હવે તમારા લાડુ તૈયાર થઈ ગયા છે, તો એના સ્વાદનો આનંદ માણો.