બેંકમાંથી ચેક ગુમ થવા ઉપર ગ્રાહકના નુકશાનની કરવી પડશે સંપૂર્ણ ચુકવણી જાણો વિગત.

0
902

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાએ એક કેસમાં નિર્ણય સંભળાવતા જણાવ્યું છે કે બેંકમાં જમા કરવામાં આવેલો ચેક ગુમ થઇ જાય તો ગ્રાહકને ચુકવણી કરવી પડશે. સાથે જ બાઉંસ થયેલા ચેકની બાબતમાં પણ એ નિર્ણય થયો. નેશનલ કંજ્યુમર ડીસ્પ્યુટસ રીડ્રેસલ કમીશન (NCDRC) એ બેંક ઓફ બરોડા (બીઓબી) ને આદેશ કર્યો છે કે તે ગુજરાતના રહેવાસીને ૩ લાખ ૬૦ હજાર રૂપિયા ચૂકવી આપે.

૨૦૧૦માં થયો હતો ચેક બાઉંસ

૧. શું છે બાબત?

વ્યક્તિના પક્ષમાં જાહેર કરવામાં આવ્યું ૩.૬ લાખ રૂપિયાનો ચેક બેન્કમાંથી ગુમ થઇ ગયો હતો. આ ચેક બાઉંસ પણ થઇ ચુક્યો હતો. ગ્રાહક સુરક્ષા વિભાગે કહ્યું કે બેંકે માત્ર બાઉન્સ થયેલો ચેક ખોઈ નાખ્યો છે, પરંતુ ફરીયાદી ચિત્રોદિયા બાબુજી દીવાનગીને ચેક રીટર્ન મેમો પણ નથી આપ્યો.

ફરીયાદીએ બેંક પાસે લાંબા સમય સુધી તેના માટે વિનંતી કરી હતી. તેને કારણે ફરીયાદી દીવાનજીએ ૩.૬ લાખ રૂપિયાનું નુકશાન થયું. NCDRC એ જણાવ્યું કે દીવાનજીએ લાંબા સમય સુધી બેંકમાંથી બાઉંસ ચેક અને રીટર્ન મેમો પાછો આપવા માટે વિનંતી કરી.

NCDRC એ જણાવ્યું કે ન તો ચિત્રોદીયા બાબુજીને પૈસા મળ્યા અને ન તો બાઉંસ થયેલો ચેક. આમ તો વીવાદાસ્પદ ચેક બેંક દ્વારા ગુમ થયો. એટલા માટે નુકશાનીની ભરપાઈ કરવું બેંકની જવાબદારી છે.

૧. ગુજરાત રાજ્ય ગ્રાહક વિભાગે પણ બેંકને ઠેરવ્યા હતા ખોટા

NCDRC એ બેંક વિરુદ્ધ આપવામાં આવેલા ગુજરાત રાજ્ય ગ્રાહક વિભાગના નિર્ણયને માન્ય રાખ્યો અને આ નિર્ણયનો વિરોધ કરતી બેંકની અરજી કેન્સલ કરી દીધી.

રાજ્ય ગ્રાહક વિભાગે જીલ્લા ફોરમના નિર્ણયને કેન્સલ કરતા ૨૦ જાણ્યું આરી ૨૦૧૬ના રોજ દીવાનજીના પક્ષમાં નિર્ણય આપી દીધો અને બેંકને તેમણે ૩.૬ લાખ રૂપિયા ચુકવણી કરવાનો આદેશ આપી દીધો હતો.

જીલ્લા ફોરમે ૨૦૧૩માં બેંકને વ્યાજ સહીત માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો. તે નિર્ણયથી નારાજ દીવાનજીએ આ નિર્ણયને ગુજરાત રાજ્ય ગ્રાહક વિભાગમાં પડકાર્યો હતો.

૨. નવ વર્ષ પછી મળ્યો ન્યાય

૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ પોતાના બચત ખાતામાં દીવાનજીએ તે ચેકને જમા કર્યો હતો. ચેક બાઉંસ થઇ ગયો અને તેને દીવાનજીને પાછો મોકલી દેવામાં આવ્યો. પરંતુ દીવાનજી પાસે તે ચેક ન પહોચ્યો. ત્યાર પછી દીવાનજીએ બેંકને ઘણી કાયદાકીય નોટીસો મોકલી. પરંતુ બેંક બધા આરોપોનો અસ્વીકર કરતી રહી. ત્યાર પછી તેમણે કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય લીધો.

શું છે નિયમ?

ચેક બાઉંસ થાય તો બેંકની જવાબદારી કે તે તેને ગ્રાહકને પાછો આપે.

ચેક બાઉંસ થવાથી બેંક તરફથી ગ્રાહકને એક રસીદ આપવામાં આવે છે, જેમાં ચેક બાઉંસ થવાનું કારણ લખવામાં આવેલું હોય છે.

એવા સમયે ૩૦ દિવસની અંદર એક લીગલ નોટીસ દેવાદાર પાસે મોકલવામાં આવે છે, જેણે ચેક આપ્યો છે.

ત્યાર પછી પણ જો તમને તમારા પૈસા પાછા ન મળે તો તમે નોટીસ મોકલીને ૧૫ દિવસ પછી જીલ્લાની કોર્ટમાં વકીલની મદદથી કેસ દાખલ કરી શકો છો.

ત્યારે કોર્ટ આરોપીને સજા સાથે સાથે જેટલી રકમ હતી, તેનાથી બમણી રકમ પણ ચૂકવવી પડે છે. યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવાથી તમે તમારા પૈસા ડૂબવાથી બચાવી શકો છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.