ભાઈ બીજ ઉપર ફક્ત 3 વસ્તુઓથી ઘરે બનાવો બંગાળી મીઠાઈ “સંદેશ”, જાણો સરળ રેસિપી

0
234

ફક્ત આ 5 ટેપ્સ દ્વારા ઘરે એકદમ સરળ રીતે બનાવો બંગાળી મીઠાઈ “સંદેશ”. તહેવારો હોય, સમારંભો હોય કે ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો હોય, મીઠાઈઓ હંમેશાં ભારતીય જીવનશૈલીનો અભિન્ન ભાગ રહી છે. તેને બનાવવું આશ્ચર્યજનક રીતે ખુબ સરળ છે. આજે અમે તમને રેસિપિ ઓફ ધ ડેમાં તમને મીઠી સંદેશની રેસીપી વિશે જણાવી રહ્યા છીએ. હા સંદેશ એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ છે, જે આખા ભારત માં ખૂબ પ્રખ્યાત છે. તહેવારો અને ખાસ પ્રસંગો વખતે ઘણીવાર તેને બનાવવામાં આવે છે, સંદેશ કેટેજ પનીરથી બનેલી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ભાઈ બીજાના દિવસ માટે તમે સરળ અને સ્વાદિષ્ટ મીઠી સ્વીટ રેસિપી બનાવો. આ ખાસ મીઠી રેસીપી શેફ કૃણાલ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે.

રેસીપી શેર કરતા કુણાલ કપૂરે કેપ્શનમાં લખ્યું કે, “બંગાળી મીઠાઈ બનાવવાની કળા માટે સંદેશ એક ઉત્તમ ઉદાહરણ છે.” સંદેશ ફક્ત 3 વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે બનાવામાં ખૂબ જ સરળ છે. આ ઉત્સવની મોસમમાં ઘરે આ મીઠાઈનો આનંદ લો.”

સામગ્રી :

ગાયનું દૂધ – 2 લિટર

સરકો – 50 મિલી / 3 1/2 ચમચી

પાણી – 2 લિટર

ખાંડ – 60 ગ્રામ / 5 મોટી ચમચી

કોર્ન સ્ટાર્ચ – 1 1/2 મોટી ચમચી

કેસર સોલ્યુશન – સુશોભન માટે વપરાતી સામગ્રી માટે

પદ્ધતિ

સ્ટેપ 1 : 100 મિલી પાણી સાથે સરકો મિક્સ કરો. બીજી બાજુ, જ્યારે દૂધમાં એક ઉકાળો આવે ત્યારે ગેસ બંધ કરો. તેમાં પાતળી સરકો ઉમેરો અને દૂધ ના ફાટે ત્યાં સુધી હલાવો.

સ્ટેપ 2 : છૈનાને ઠંડુ કરવા માટે પાણી ઉમેરો. પછી એક મલમલના કપડાની મદદથી છૈનાને બહાર કાઢો.

સ્ટેપ 3 : પાણી નીચોળી લો અને એક મોટી થાળીમાં છૈના કાઢી લો. ખાંડ નાખો અને કોઈપણ પ્રકારની ગાંઠોને દુર કરવા માટે તેને તમારી હથેળીથી ઘસો.

સ્ટેપ 4 : ધીમા તાપે એક કડાઈ અથવા પૈનમાં ઓછા તાપ ઉપર ગરમ કરો અને તેમાં છૈના નાખો. 5 મિનિટ માટે પકાવો અથવા ત્યાં સુધી કે જ્યાં સુધી છૈના લોટની જેમ એક સરખો ના થઇ જાય.

સ્ટેપ 5 : એક પ્લેટમાં એને કાઢો અને તેને ઠંડુ કરો, એલચી પાવડર છાંટો અને તેને મિક્સ કરો. નાના દડામાં આકાર આપો અને બધા સંદેશાઓને પ્લેટમાં મૂકો. તેને કેસર લગાડીને પીરસો. આના જેવી વધુ માહિતી મેળવવા માટે, ગુજરાતી લેખ સાથે જોડાયેલા રહો.