લાકડાના ચપ્પલ પહેરવા પાછળ ધાર્મિક માન્યતાની સાથે સાથે વૈજ્ઞાનિક લાભ પણ છે, જે તમને ચકિત કરી દેશે

0
124

આ કારણોને લીધે પહેલામાં સમયમાં પહેરવામાં આવતા હતા લાકડાના ખડાઉ, તેના લાભ જાણ્યા પછી તમે પણ પહેરશો. આપણા દેશની સંસ્કૃતિની ચર્ચા આખી દુનિયામાં છે, પણ ક્યાંકને ક્યાંક આપણે આપણી સંસ્કૃતિને ભૂલતા જઈ રહ્યા છીએ, અને વિદેશીઓ આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ભોજનથી લઈને પહેરવેશ સુધી આપણને વિદેશી વસ્તુઓની આદત પડી ગઈ છે. એક જમાનો હતો જયારે લાકડામાંથી બનેલી ચપ્પલ જેને ખડાઉ કહેવામાં આવે છે, તે દરેક ભારતીય પહેરતા હતા. પણ હવે તે ફક્ત બાબા અથવા સાધુના પગમાં જ જોવા મળે છે.

પ્રાચીન સમયમાં ચામડાના પગરખાં ઘણા ધાર્મિક અને સામાજિક કારણોથી સમાજના એક મોટા વર્ગને માન્ય ન હતા, અને કપડાંના પગરખાંનો ઉપયોગ દરેક જગ્યાએ સફળ થઈ શક્યો નહિ. પણ લાકડામાંથી બનેલા ખડાઉ પહેરવામાં કોઈ ધર્મ અને સમાજના લોકોને વાંધો ન હતો, અને લોકો તેજ પહેરવા લાગ્યા. પણ સમય પસાર થતા ખડાઉ ફક્ત ઋષિ-મુનિઓના પગરખાં તરીકે ઓળખાવા લાગ્યા.

ખડાઉ એટલે કે લાકડાની ચપ્પલ પહેરવા પાછળની માન્યતા ધાર્મિક હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. તેને આપણે પાદુકા પણ કહીએ છીએ. જણાવી દઈએ કે, ખડાઉ પહેરવાથી ઘણી બીમારીઓથી આપણી રક્ષા થાય છે.

ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત અનુસાર પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. એવામાં આપણા શરીરમાંથી નીકળતા વિદ્યુત તરંગો જમીનમાં જતા રહે છે. આ તરંગોને બચાવવા માટે ખડાઉ પહેરવાની વ્યવસ્થા બનાવામાં આવી.

ખડાઉ પહેરવાથી પગના તળિયાની માંસપેશીઓ મજબૂત થાય છે.

ખડાઉ પહેરવાથી શરીરનું સંતુલન સારું રહે છે, જેના લીધે કરોડરજ્જુ પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે.

પગમાં લાકડાની પાદુકા પહેરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જળવાઈ રહે છે. સાથે જ શરીરમાં સકારાત્મક ઉર્જા વિકસિત થતી રહે છે.

ખડાઉ પહેરવાના કેટલાક અન્ય ફાયદા :

ખડાઉ સસ્તા, સુંદર, ટકાઉ હોય છે અને તેને બનાવવામાં વધારે ખર્ચ નથી થતો.

ખડાઉ પહેરવાથી કરોડરજ્જુ સીધી રહે છે.

ખડાઉ પગના અમુક એક્યુપ્રેશર પોઇન્ટ પર પ્રેશર બનાવે છે, જેનાથી શરીરમાં યોગ્ય રીતે લોહીનો સંચાર થાય છે.

ખડાઉ ભારતીય સભ્યતાનો ભાગ છે, જેને પહેરવા પર શરમ અનુભવી જોઈએ નહિ.

ખડાઉ પહેરવાથી પગની માંસપેશીઓને આરામ મળે છે, જેનાથી શરીર અને મગજ તણાવમુક્ત થાય છે.