જાણો પરિણીત મહિલાને કયા ઘરેણાં પહેરવાથી મળે છે કયો ફાયદો.

0
347

પરિણીત મહિલાને અલગ અલગ આભૂષણ પહેરવાથી થાય છે આવા અલગ અલગ ફાયદા. જયારે પણ કોઈ મહિલાના નવા નવા લગ્ન થાય છે, તો તે બધા ઘરેણા સાથે સંપૂર્ણ શૃંગાર કરે છે. તેનાથી નવી દુલ્હન સુંદર તો દેખાય જ છે, પરંતુ તેની પાછળ ઘણા આરોગ્ય લાભ અને વિજ્ઞાન પણ છુપાયેલુ છે. પછી મંગળસૂત્ર હોય કે ચાંદલો બધા પોત પોતાની રીતે એક પરણિત મહિલાને લાભ પહોંચાડે છે.

શું તમે જાણો છો કે મંગળસૂત્ર મહિલાને હાઈ બ્લડપ્રેશર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જયારે લગ્નના ઘણા વર્ષ પસાર થઇ જાય છે, તો મહિલાઓ વધુ શૃંગાર કરવાનું પસંદ નથી કરતી. પરંતુ તેનાથી મળતા લાભ જાણ્યા પછી તમે પણ ઘરેણા પહેરવા માંગશો.

માંગ ટીકો : માંગ ટીકો એટલે કે સેંથા પરનું ઘરેણું પહેરવાથી દરેક પરણિત મહિલા ઘણી વધુ સુંદર દેખાય છે. પરંતુ માંગ ટીકો પહેરવાનું કારણ એ પણ છે કે, તે મહિલાની ત્રીજી આંખને દર્શાવે છે. જો કોઈ મહિલાનું મન અશાંત રહેવાથી દુઃખી રહે છે, તો પણ માંગ ટીકો ઘણો ફાયદાકારક રહે છે. ચાંદલો લગાવવાથી પણ મહિલાઓમાં એનર્જી જળવાઈ રહે છે.

ઈયરીંગ (બુટ્ટી) : દરેક પરિણીત મહિલા કાનમાં ઈયરીંગ એટલે કે બુટ્ટી જરૂર પહેરે છે. કેમ કે તેનાથી તેમની સુંદરતા વધે છે. પરંતુ બુટ્ટી માત્ર એટલા માટે જ નથી પહેરવામાં આવતી, તેનાથી મહિલાઓ કોઈ પણ અવાજને જલ્દી સાંભળવામાં સક્ષમ રહે છે. બુટ્ટી રોજ પહેરવાથી મહિલાઓને કાન સંબંધી સમસ્યાઓ જલ્દી નથી થતી અને બ્લડ સર્ક્યુલેશન પણ જળવાઈ રહે છે.

નેકલેસ અને મંગળસૂત્ર : જયારે પણ કોઈ મહિલાના નવા નવા લગ્ન થાય છે, તો તેને ઘણા બધા નેકલેસ પહેરાવવામાં આવે છે, જેથી તે સુંદર દેખાય. પરંતુ તેની પાછળના વિજ્ઞાનની વાત કરીએ, તો તેનાથી આખા શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હ્રદય સંબંધી સમસ્યા પણ ઓછી થાય છે. એટલું જ નહિ, મંગલસૂત્ર પહેરવાથી મહિલા માનસિક રીતે મજબુત બને છે, અને પોતાની ભાવનાઓને કંટ્રોલ કરવામાં સક્ષમ બને છે.

સિંદુર : પરિણીત મહિલાઓ સિંદુર એટલા માટે લગાવે છે કેમ તે તેનાથી ખબર પડે છે કે તે પરિણીત છે. પરંતુ લાલ સિંદુર લગાવવા પાછળ એ પણ કારણ છે કે, તેને પીરીયડસ આવે છે અને તેના લોહીનો રંગ લાલ હોય છે. લાલ સિંદુર ફેમીનિટી (નારીત્વ) દર્શાવે છે અને મહિલાઓને તેનાથી એનર્જી અને સકારાત્મક ઉર્જા મળે છે.

લગ્નની વીંટી : સગાઈ સમયે અન્ય વિધિ કરવાની સાથે છોકરા છોકરી એક બીજાને વીંટી પણ પહેરાવે છે. તે વાત તમે પણ જરૂર સાંભળી હશે કે, જે વીંટી બંને એક બીજાને પહેરાવે છે, તે તેના દિલ સાથે જોડાઈ જાય છે. તેને હંમેશા પહેરવાથી બંનેના દિલ જોડાયેલા રહે છે અને પ્રેમ પણ વધવા લાગે છે.

નથણી : નથણી પહેરવાથી દરેક પરિણીત મહિલાની સુંદરતા ઘણી વધી જાય છે. પરંતુ તેનાથી મહિલાની પ્રજનન પ્રણાલી સારી બને છે, અને પીરીયડસ સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે. એવું માનવામાં આવે છે કે, નાકમાં નથણી પહેરવાથી મહિલાનું આરોગ્ય હંમેશા સારું જળવાઈ રહે છે, અને તે પોતાને એક્ટીવ અનુભવે છે.

બંગડી : પરણિત મહિલા ક્યારેય પણ સુના હાથ નથી રાખતી અને હંમેશા ચૂડલો કે બંગડી પહેરે છે. તે પહેરવાથી સુંદરતા તો વધે જ છે, સાથે જ મહિલાઓના હાથનું બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. એટલું જ નહિ બંગડી પહેરવાથી મહિલાઓ માનસિક રીતે મજબુત બને છે, હાર્મોન સંતુલિત રહે છે અને જલ્દી થાકવાની સમસ્યા દુર થવા લાગે છે.

કંદોરો : હંમેશા મહિલાઓ સુંદર દેખાવા માટે સાડી ઉપર કંદોરો પહેરે છે, પરંતુ તેનાથી આરોગ્ય લાભ પણ મળે છે. કંદોરો પહેરવાથી પેટનો મોટાપો ઓછો થાય છે, અને મહિલાઓ પોતાને ફીટ રાખી શકે છે. તેનાથી માત્ર પેટનો મોટાપો કંટ્રોલ નથી થતો, પરંતુ આખું ફિગર મેન્ટેન રહે છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો, અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / માન્યતાઓમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.