એકવાર ઘરે બનાવેલું આ બીલુંનું શુદ્ધ શરબત પી જોજો, પેપ્સી કોકાકોલા પણ ભૂલી જશો

0
2740

મિત્રો ગરમી આવે એટલે બધા મોટા મોટા કલાકારો ઘણી બધી ખાનગી કંપનીઓના, અને ઘણી વિદેશી કંપનીઓના જાત જાતના પીણાંની ટીવી પર જાહેરાત કરતા જોવા મળે છે. એમનું કામ તો માત્ર પૈસા લઈને કંપનીની જાહેરાત કરવાનું હોય છે. અને જાહેરાતો વળી ગજબની હોય છે. 10-20 રૂપિયાના ઠંડા પીણાં માટે બાઈક, કાર, હેલીકૉપટર અને બીજા બધા સાધનો પર સ્ટંટ કરતા હોય છે. પણ એ પીણાંઓ આપણા આરોગ્ય માટે હાનિકારક જ હોય છે.

જો તમારે સ્વસ્થ રહેવું હોય, તો એ બધી લોભામણી જાહેરાતો છોડીને દેશી પીણાં એટલે કે ફળો અને શાકભાજીઓના જ્યુસ અને શરબત જ પીવા જોઈએ. કારણ કે તે શરીરને સ્વસ્થ રાખે છે, શરીરને જરૂરી પોષક તત્વો આપે છે અને કોઈ જાતની આડઅસર નથી કરતા. એટલે આજે અમે તમને આ લેખમાં એક એવા જ શુદ્ધ અને તંદુરસ્તી વધારતા શરબત વિષે જાણકારી આપવાના છીએ. અને જો આનો સ્વાદ પેલા બોલીવુડના કલાકારોને ચખાડીએ, તો એ પણ આની જાહેરાત કરતા થઇ એવું સ્વાદિષ્ટ શરબત છે આ.

મિત્રો તમે બધાએ બીલ્લી પત્રના ઝાડ જોયા જ હશે. અને તે લગભગ દરેક શિવ મંદિરના પરિસરમાં હોય છે. એના પાન વડે શિવની પૂજા કરવામાં આવે છે. અને એજ ઝાડ પર જે ફળ થાય છે એને “બીલા” કહેવામાં આવે છે. અને આપણે ત્યાં ઘણા ઓછા લોકો એવા છે, જે એના ફળના શરબત વિષે જાણતા હોય છે. આજે અમે તમને એના વિષે જ જણાવવાના છીએ. અને જો તમને પણ સ્વસ્થ રહેવાની ઈચ્છા ધરાવો છો, તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.

જાણકારી માટે જણાવી દઈએ કે, બીલાના ફળનું પણ પીણુ બને છે. અને એ પીવાય પણ છે તેમજ એ ઘણું ટેસ્ટી પણ હોઈ છે. પણ ઘણા બધાને એના વિષે ખબર નથી હોતી. ઓરીસ્સામાં તો તેનો ઘણો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે પાકેલા બીલાને તમે સૂંઘો તો એમાંથી મદહોશ કરે એવી સુગંધ આવે છે. તો આવો હવે તમને એનું શરબત કેવી રીતે બનાવવું એના વિષે જણાવીએ.

મિત્રો બીલાનું એટલે કે બેલનું શરબત બનાવવા માટે સૌથી પહેલા દસ્તા વડે એનું ઉપરનું કઠણ પડ દૂર કરો. દસ્તા વડે એના પર મારવાથી એના બે ટુકડા થશે અને અંદર રહેલો ગર્ભ બહાર નીકળશે. તમારે ચમચીથી એ કઠણ પડની દિવાલો પર રહેલો બધો માવો કાઢી, એને એક તપેલીમાં નાખી એને મસળીને સારી રીતે એકરસ કરી દેવાનો છે.

ત્યારબાદ એ માવામાં બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખો. હવે એમાં સંચળ, મરી પાવડર અને જરૂર મુજબ ખાંડ નાખો. ત્યારબાદ 4-5 રસદાર લિંબુનો રસ એમાં ઉમેરો, અને બધું સારી રીતે મિક્સ કરો. હવે જયારે ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે એક જાડા હોલ વાળી ગરણી કે ચારણીથી એને ગાળી લો.

એક વાતનું ધ્યાન રહે કે એમાં રહેલા નાના કણ જેવા રેસાઓ એમ જ રહેવા દેવાના છે. એ ઘણા ગુણકારી હોય છે. હવે એને ગ્લાસમાં ભરી એમાં બરફના ટુકડા નાખી એને સર્વ કરો. આ શરબત ઘણું જ સ્વાદિષ્ટ લાગશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમને કામને કારણે બપોરના જમવાનો સમય નથી મળતો, અથવા તો જમવામાં વહેલું-મોડુ થાય છે, તો આ બેલ સરબત પી લેવું. આમ કરવાથી તમારે જમવાનીયે જરૂર નહિ રહે. આ શરબત સ્વાસ્થ્ય વર્શક, ભૂખને તૃપ્ત કરનારું અને પેટની ગડબડ દૂર કરનારું હોય છે. અને એક વખત ચાખશો તો બજારની બધી પ્રોડક્ટ ભૂલી જશો.