લગ્ન કરવા જઈ રહ્યા છો તો આ અધિકારો વિષે જરૂર જાણી લો, જો આ ભૂલો કરી તો તમને ભારે પડી જશે

0
465

ઈન્ટરનેટના પ્રચાર પ્રસાર છતાં પણ લગ્નના કાયદાઓની જાણકારી ઘણા લોકોને નથી હોતી. જાણો દહેજ, કુટુંબના ઝગડા વગેરે વિષે જેથી પરણિત જીવન આનંદમય બની શકે.

લગ્ન બે દિલ સાથે બે કુટુંબનું પણ મિલન છે, એટલા માટે લગ્ન નક્કી કરતી વખતે આ બાબતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. એનાથી વ્યક્તિની સાથે જ પરિવાર કે સમાજ પણ પ્રભાવિત થાય છે. લગ્ન નક્કી કરતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો પાછળથી પસ્તાવાથી બચી શકાય છે. વર્ષ ૧૯૫૫માં જયારે હિંદુ લગ્ન કાયદો બનાવામાં આવ્યો, તો તે સમયના હિસાબે અનુકુળ હતો. સમય સાથે સાથે લગ્નના કાયદામાં સંશોધન થતા રહ્યા. હવે સમાજમાં સ્ત્રી પુરુષ ઘણે અંશે સમાન સ્થિતિમાં છે, તો બંને માટે સમાન કાયદા છે.

દહેજની પરિભાષા :

દહેજ વિરોધી કાયદા ૧૯૬૧ હેઠળ દહેજ તે છે, જેને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ચલ-અચલ મિલકત, કિંમતી દસ્તાવેજ, રૂપિયા કે વસ્તુના રૂપમાં એક પક્ષ દ્વારા બીજાને લગ્ન પૂર્ણ થયા પછી, લગ્નના સમયે કે પાછળથી આપવામાં આવે, તે શરતે કે તે ન આપવાથી લગ્ન નહિ થઇ શકે. આ બધું વહુ પક્ષ એટલે છીકરીના પિતા, સંબંધિઓ કે પરિચય વાળા દ્વારા કરવામાં આવે, અને તેમને આ બાબતે કોઈ પ્રકારની ધમકી આપવામાં આવે તો તેઓ વર પક્ષ વાળા પર વર્ષ ૧૯૮૬ થી નક્કી કરવામાં આવેલા કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે.

કાયદાની કલમ 3 હેઠળ તેના માટે પાંચ વર્ષ સુધીનો દંડ (ઓછામાં ઓછો ૧૫,૦૦૦) કે એટલો જેટલો કે દહેજ માંગવામાં આવ્યો એ લાગુ પડશે. કાયદાની કલમ ૪ હેઠળ દહેજ માંગવો ગુનો છે, જેની સજા ૬ મહિના સુધીની હોઈ શકે છે. લગ્નમાં બંને પક્ષોના સંબંધિઓ, ઘરવાળા અને મિત્રો દ્વારા તેની મરજીથી આપવામાં આવેલી ભેંટ સ્ત્રીધન છે, અને તેની ઉપર માત્ર વહુનો અધિકાર છે.

કૌટુંબિક ઝગડાનો કાયદો :

લગ્ન પછી એક પરિવારમાંથી બીજા પરિવારમાં જવાથી છોકરીઓ સામે ઘણી મુશ્કેલીઓ આવે છે. ઘણી વખત તેની સાથે કૌટુંબિક ઝગડાની ફરિયાદો પણ કરવામાં આવે છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે, કૌટુંબિક ઝગડા વાસ્તવમાં શું છે? અને જો નિયમિત મારઝૂડ કરવામાં આવતી હોય, તો તેના માટે દેશમાં એક કૌટુંબિક હિંસા કાયદો ૨૦૦૫ રહેલો છે. તેની હેઠળ દરેક સ્ત્રી આવે છે, પછી તે ઘરની વહુ દીકરી, નાની-દાદી, કાકી, ભત્રીજી, ફઇ કે કામ વાળી બાઈ જ કેમ ન હોય.

તેની કલમ 3 કહે છે કે, શારીરિક, માનસિક, આર્થિક, મૌખીક અને યૌન હિંસા થવા ઉપર સ્ત્રી સરકાર દ્વારા બનાવેલા સુરક્ષા અધિકારી (કલમ ૪) હેઠળ ફરિયાદ કરી શકે છે. ફરિયાદ ન્યાય મેજીસ્ટ્રેટ પાસે નીચેની કોર્ટમાં કરવામાં આવે છે, તે પોતે પણ કેસ કરી શકે છે. જો સ્વયં એવું કરી શકવામાં સક્ષમ નથી, તો તે સુરક્ષા અધિકારી દ્વારા એવી ફરિયાદ નોંધાવી શકે છે.

મેરેજ રજીસ્ટ્રેશન :

લગ્ન અધિનિયમની કલમ ૮ હેઠળ હવે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેના માટે ‘રજીસ્ટ્રેશન ઓફ મેરેજ’ ને ત્યાં લગ્નને રજીસ્ટર કરાવવા પડે છે. લગ્નના રજીસ્ટ્રેશન બંને પક્ષોના હીતમાં છે. તેના દ્વારા સરકાર પાસે સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ હોય છે, જેથી જાણી શકાય કે ક્યાં અને ક્યારે અને કોના લગ્ન થયા હતા. આ રજીસ્ટ્રેશનથી લગ્નમાં થતી છેતરપીંડીથી પણ લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મેરેજ સર્ટીફીકેટ એક મોટું સાક્ષી છે. નોકરી મેળવવા, વિદેશ જવા અને બીજા મહત્વના દસ્તાવેજોમાં તે સર્ટીફીકેટ ઘણું જરૂરી છે.

જો વાત બગડી જાય, કોઈ કારણસર પતિ પત્ની એક બીજાથી અલગ રહેવા લાગે છે, તો એક પક્ષ બીજા ઉપર હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૯ હેઠળ લગ્ન સંબંધ પાછા મેળવવા માટે કેસ કરી શકે છે. જો સ્થિતિ એટલી ખરાબ હોય કે સાથે રહેવું મુશ્કેલ હોય તો કલમ ૧૩ હેઠળ નીચેના આધારો ઉપર છૂટાછેડા લઇ શકાય છે.

૧. પતિ કે પત્નીની હયાતીમાં કોઈ ત્રીજી વ્યક્તિ સાથે સ્વેચ્છાએ શારીરિક સંબંધ બાંધવા ઉપર.

૨. લગ્ન પછી કોઈ એક પક્ષને શારીરિક અને માનસિક ત્રાસ આપવા ઉપર.

3. એક પક્ષ બીજાને સતત બે વર્ષ માટે છોડીને જતા રહ્યા હોય.

૪. જો એક પક્ષે પોતાના ધર્મનો ત્યાગ કરી કોઈ બીજા ધર્મનો અંગીકાર કરી લીધો હોય.

5. એક પક્ષ માનસિક રીતે વિક્ષિપ્ત હોય અને તે ગાંડપણ એટલી હદે હોય કે, બીજાને તેની સાથે રહેવું જ મુશ્કેલ હોય.

૬. ગંભીર અને ચેપી રોગથી પીડિત હોય.

એનઆરઆઈ દ્વારા લગ્ન :

નોન રેઝીડેન્ટ ઇન્ડીયન એટલે એનઆરઆઈ સાથે લગ્ન કરવા માટે ઘણી બાબતોની જાણકારી જરૂરી છે. પોતાની બુદ્ધી વિવેકથી જાણી શકાય કે, વ્યક્તિનું લગ્ન સ્ટેટસ શું છે? શું તેની નોકરી તે છે, જે તેણે બતાવી છે? તેની કંપનીમાં પુછપરછ કરવા ઉપરાંત તેના પાસપોર્ટ વિઝાની તપાસ કરો. વિદેશમાં રહેવા વાળા સંબંધીઓ દ્વારા તપાસ કરાવો. અહિયાં લગ્ન પછી તેનું રજીસ્ટ્રેશન ઓફ મેરેજ હોવું જરૂરી છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.