લગ્ન વગર માં બની ચુકી છે બોલીવુડની આ 10 અભિનેત્રીઓ, એકની પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને લાગ્યો હતો ઝટકો.

0
379

આ છે બોલીવુડની એવી 10 હીરોઇનો જે લગ્ન કર્યા વગર જ બની ગઈ માં, એકના સમાચારે તો હંગામો મચાવી દીધો હતો. બોલીવુડ અભિનેત્રીઓ હંમેશા સમાચારોમાં જળવાઈ રહે છે. ઝાકમઝોળ ભરેલી બોલીવુડની દુનિયામાં આ અભિનેત્રીઓનું જીવન પણ ઘણું રંગીલું હોય છે. પ્રોફેશનલ લાઈફને એન્જોય કરવાની સાથે સાથે તે પોતાની પર્સનલ લાઈફને પણ સારી રીતે એન્જોય કરે છે. અભિનેત્રીઓ હંમેશા પોતાના અંગત જીવનના નિર્ણય પોતે જ લે છે, અને બિન્દાસ પોતાનું જીવન જીવે છે.

પોતાના બોયફ્રેન્ડ, લીવ-ઇન-રિલેશનશીપ, લગ્ન અને પ્રેગ્નન્સીને લઈને અભિનેત્રીઓ હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. સાથે જ તેમના ફેંસ પણ પોતાના ફેવરીટ કલાકારોની દરેક નાનામાં નાની બાબતો જાણવા માટે ઘણા ઉત્સુક રહે છે. આજે અમે તમને આ લેખમાં એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી.

શ્રીદેવી : બોલીવુડની સદાબહાર અભિનેત્રી શ્રીદેવીને તેમની સુંદરતા અને જોરદાર અભિનય માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમણે બોલીવુડને ઘણી યાદગાર ફિલ્મો આપી છે, એટલે કે તેમની પ્રોફેશનલ લાઈફ સુપરહિટ રહી છે. અને પર્સનલ લાઈફની વાત કરીએ તો તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. પ્રસિદ્ધ ફિલ્મકાર બોની કપૂર સાથે લગ્ન કરતા પહેલા જ શ્રીદેવી 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી અને લગ્નના થોડા જ મહિના પછી જાહ્નવીનો જન્મ થયો હતો.

સારિકા : સાઉથ સીને વર્લ્ડના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની બીજી પત્ની સારિકા પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ હતી, અને લગ્ન પહેલા જ સારિકાએ શ્રુતિ હાસનને જન્મ આપ્યો હતો. શ્રુતિનો જન્મ વર્ષ 1986 માં થયો અને તેના બે વર્ષ પછી કમલ અને સારિકાએ એક બીજા સાથે લગ્ન કર્યા. લગ્નના 3 વર્ષ પછી વર્ષ 1991 માં સારિકાએ પોતાની નાની દીકરી અક્ષરાને જન્મ આપ્યો. આમ તો હવે કમલ અને સારિકાના છૂટાછેડા થઇ ગયા છે. બંનેએ વર્ષ 2004 માં એક બીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

નેહા ધૂપિયા : બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા પણ આ યાદીમાં શામેલ છે. તેમણે વર્ષ 2018 માં પંજાબી રીતિ-રીવાજથી એક ગુરુદ્વારામાં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પહેલા જ નેહા પ્રેગ્નેન્ટ હતી. તે લગ્નના માત્ર 6 મહિના પછી જ માતા બની ગઈ. નેહા ધૂપિયા હાલના દિવસોમાં પોતાની દીકરી અને પતિ અંગદ બેદી સાથે એક આનંદમય લગ્ન જીવન પસાર કરી રહી છે.

મહિમા ચોધરી : અભિનેત્રી મહિમા ચોધરી વિષે પણ કહેવામાં આવે છે કે, તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. તેણે વર્ષ 2006 માં મુંબઈના આર્કીટેક્ટ બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, અને લગ્ન પહેલા જ મહિમા પ્રેગ્નેન્ટ હતી. તેથી લગ્નના થોડા મહિના પછી જ મહિમાએ એક દીકરીને જન્મ આપ્યો. મહિમા અને બોબી મુખર્જીના લગ્ન વધુ દિવસો સુધી ચાલી ન શક્યા. આમ તો હવે બંને અલગ અલગ રહે છે.

કોંકણા સેન શર્મા : અભિનેત્રી કોંકણા સેન શર્માએ રણવીર શૌરી સાથે ઉતાવળમાં લગ્ન કર્યા હતા, અને લગ્નના થોડા જ સમય પછી કોંકણા માતા બની ગઈ હતી. ત્યારપછી તેમણે પોતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી. 2010 માં બંનેએ છૂટાછેડા લઇ લીધા છે. આ કપલને એક દીકરો છે જેનું નામ હરૂન છે.

અમૃતા અરોડા : બોલીવુડ અભિનેત્રી અમૃતા અરોડાએ પણ ઉતાવળમાં લગ્ન કર્યા હતા, અને પોતાના ફેંસને ચોંકાવી દીધા હતા. આમ તો પાછળથી તે ઉતાવળની ખબર પડી. કહેવામાં આવે છે કે, અમૃતા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ હતી એટલા માટે તેમણે ઝડપથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નના થોડા જ મહિના પછી અમૃતાએ એક દીકરાને જન્મ આપ્યો.

સેલીના જેટલી : મિસ ઇંડિયા રહી ચુકેલી સેલીના જેટલીએ જુલાઈ 2011 માં અચાનક દુબઈની એક હોટલના માલિક સાથે લગ્ન કરી લીધા. આ સમાચાર મીડિયામાં ઘણા છવાયેલા રહ્યા. આમ તો સેલીના લગ્ન પહેલા જ રિલેશનશિપમાં હતી, તેથી અચાનક લગ્ન કરીને તેણે બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના માત્ર થોડા જ મહિના પછી સેલીનાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. ત્યારબાદ બધાને ખબર પડી કે, ખરેખર કેમ સેલીનાએ અચાનક લગ્નનો નિર્ણય લીધો હતો.

વીના મલિક : મૂળ પાકિસ્તાનની અભિનેત્રી વીના મલિક પણ આ યાદીમાં આવે છે. પાકિસ્તાનની હોવા છતાં વીનાએ ઘણી ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે અચાનક જ દુબઈના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા, અને ત્યાર પછી વાતો ઉડવા લાગી કે તે પહેલાથી જ પ્રેગ્નેન્ટ હતી. મીડિયા અહેવાલ મુજબ વીના તેના પતિ નહિ પરંતુ તેના કોઈ જુના બોયફ્રેન્ડથી પ્રેગ્નેન્ટ થઇ હતી. લગ્નના થોડા મહિના પછી તેણે એક દીકરાને જન્મ આપ્યો.

નીના ગુપ્તા : અભિનેત્રી નીના ગુપ્તાએ અચાનક મીડિયામાં એ વાતની જાહેરાત કરી દીધી હતી કે તે પ્રેગનેન્ટ છે. આમ તો તેમણે સંતાનના પિતાનું નામ જણાવ્યું ન હતું. નીનાએ એક દીકરીને જન્મ આપ્યા પછી ખબર પડી કે, તે દીકરીના પિતા વેસ્ટઈંડીઝના મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડસ છે. આમ તો વિવિયન અને નીનાના ક્યારેય લગ્ન ન થઇ શક્યા અને દીકરી મસાબાનો ઉછેર નીનાએ સિંગલ મોમ બનીને કર્યો.

નતાશા સ્ટેનકોવીક : ભારતીય ક્રિકેટ ટીમના સદાબહાર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવીક પણ લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી, અને તે કારણે જ હાર્દિક અને નતાશાએ કોરોના લોકડાઉન દરમિયાન ઉતાવળમાં એક બીજા સાથે લગ્ન કરી લીધા. ત્યાર પછી માતા-પિતા બનવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.